SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો ઃ [પ્ર. આ. ૨૨૭–૨૨૯] ૧૪૩ પ્રણેતા ‘મલધારી’ ગચ્છના રાજશેખરસૂરિ છે. જિનેશ્વરસૂરિ વગેરેએ કથાકોશ રચ્યા છે પરંતુ એ તો ધર્મસાધનને અંગેનો ઉપદેશ પૂરો પાડે છે જ્યારે આ કથાકોશ તે કર્તાએ કહ્યું છે તેમ રસપ્રિય પરિષદને ૨સ ઉપજાવવા માટે યોજાયો છે. એમાં ૮૬ કથાઓ ગદ્યમાં છે. એ પ્રત્યેકના પ્રારંભમાં એ કથાના નિષ્કર્ષરૂપ એકેક પદ્ય જોવાય છે. ‘મોદકી’ કથાથી આ કૃતિની શરૂઆત કરાઈ છે અને ‘અભયદાનમહિમા’ નામની કથા વડે એની પૂર્ણાહુતિ કરાઈ છે. આ કૃતિમાં મૂર્ખ સંબંધી બે કથા છે. ચતુરશીતિધર્મકથા– આની એક હાથપોથી જિ. ૨. કો. વિ. ૧, .........)માં નોંધાયેલી છે. શું આ ઉપર્યુક્ત કૃતિ છે ? કથાકોશ (ઉ. વિ. સં. ૧૭૦૨)– આ નામની બે કૃતિ છે. એ બંનેના કર્તાનું નામ સમયસુન્દર છે. એઓ ‘પ્રાગ્વાટ’ જ્ઞાતિના રૂપસિંહ અને એમની પત્ની લીલાદેવીના પુત્ર થયા છે. એમનો જન્મ વિ. સં. ૧૬૧૫ના અરસામાં થયો હતો. ‘ખરતર' ગચ્છના જિનચન્દ્રસૂરિએ એમને વિ. સં. ૧૬૩૦ની આસપાસમાં દીક્ષા આપી હતી. સકલચન્દ્ર એમના ગુરુ થાય છે અને મહિમરાજ વાચક (જિનસિંહસૂરિ) તથા ઉપાધ્યાય સમયરાજ એમના વિદ્યગુરુ થાય છે. લ. વિ. સં. ૧૬૪૦માં ગણિ, લ. વિ. સં. ૧૬૪૯માં વાચનાચાર્ય અને વિ. સં. ૧૬૭૨માં કે એકાદ વર્ષ પહેલાં ઉપાધ્યાય બનનારા આ સમયસુન્દરનો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૦૨માં થયો હતો. એમણે સંસ્કૃત, પાઈય, ગુજરાતી, રાજસ્થાન, હિન્દી અને સિન્ધીમાં કૃતિઓ રચી છે. એમણે વિ. સં. ૧૬૪૧માં કાવ્યશાસ્ત્રને લગતું ૧૦૧ પદ્યનું ભાવશતક સંસ્કૃતમાં રચ્યું છે તે એમની આદ્ય કૃતિ ગણાય છે. આ ભાવશતકનું દ્વિતીય પદ્ય નીચે મુજબ છેઃ (૧) (૨) આ ’ભાવશતક સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત છે. ભાવશતક— આ નામની બીજી ત્રણ કૃતિઓ છેઃ નાગરાજે સંસ્કૃતમાં ૧૦૩ પદ્યોમાં રચી છે. કમલવિજયગણિના શિષ્ય હેમવિજયે વિ. સં. ૧૬૩૪માં રચી છે. એના ઉપર સ્વોપન્ન અવસૂરિ છે. [રચના સં. ૧૬૩૪ (કોબા) કૈલાસ સા. જ્ઞાન. ક્ર. ૩૨૪૬માં હસ્તપ્રત છે.] આ અજ્ઞાતકર્તૃક છે. (૩) આ કૃતિમાં ધ્વનિને આશ્રિત કરીને વાચ્યાતિશાયી વ્યંગ્ય કવિત્વભેદો કે જેને કાવ્યપ્રકાશમાં ‘ધ્વનિ’ સંજ્ઞા અપાઈ છે તે ભેદો અહીં વર્ણવાયા છે (જુઓ શ્લો. ૨) વિશેષમાં આ સમગ્ર કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત છે. એમણે સંસ્કૃતમાં આ ઉપરાંત વીસેક કૃતિ રચી છે. પ્રાદેશિક ભાષાઓમાં એમની ૧. એમણે રચેલી કૌતુકકથા તે જ આ અન્તરકથાસંગ્રહ હશે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૫૬)માં ઉલ્લેખ છે. ૨.જુઓ કથા ૫ અને ૫૩. ૩-૪. આની નોંધ મેં હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપખંડ ૧, પૃ. ૨૨૯)માં લીધી છે. " काव्यप्रकाशे शास्त्रे ध्वनिरिति संज्ञा निवेदिता येषाम् । वाच्यातिशायिव्यङ्ग्यान् कवित्वभेदानहं वच्मि ॥२॥" Jain Education International For Personal & Private Use Only P ૨૨૯ www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy