SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯ પ્રારંભમાં એમણે ક્ષમાશ્રમણ જિનભદ્રગણિ, વાચક ઉમાસ્વાતિ, સિદ્ધસેન દિવાકર, મહત્તરા યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિ, ઉપમિતિ ના કર્તા સિદ્ધર્ષિ, પાલિત્ત (પાદલિપ્ત)સૂરિ, માનતુંગસૂરિ, દેવભદ્રસૂરિ, “કલિ.” હેમચન્દ્રસૂરિ, દર્શનશુદ્ધિના કર્તા ચન્દ્રપ્રભ અને શોભન મુનિના બંધુ ધનપાલ એમ જૈન શાસનના કેટલાક અગ્રગણ્ય ગ્રન્થકારોનો નિર્દેશ કર્યો છે. અંતમાં એમણે પોતાની ગુરુપરંપરા વગેરે ઉપર પ્રકાશ પાડનારી પ્રશસ્તિ રચી છે. આ કાવ્યમાં ‘હરિ વંશની ઉત્પત્તિ, મુનિસુવ્રતસ્વામીનો પૂર્વભવ, વસુદેવ, નેમિનાથ અને P ૫૧ નળનાં ચરિત્ર, નારદ તેમ જ અથર્વવેદના કર્તા પિપ્પલાદની ઉત્પત્તિ, અમમસ્વામીના સમકાલીન સુન્દરબાહુ નામના વાસુદેવનું અને વજજંઘ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર, અમમસ્વામીનો શિષ્યાદિરૂપ પરિવાર ઇત્યાદિ વિષયો તેમ જ વિવિધ કથાઓનું નિરૂપણ છે. અહીં જે કૃષ્ણનું ચરિત્ર આલેખાયું છે તેઓ જૈન પરંપરા પ્રમાણે નેમિનાથના કાકા વસુદેવના પુત્ર થાય છે. આમ કૃષ્ણ એમના કાકાના દીકરા થાય છે તેમ છતાં પુરાણોમાં નેમિનાથનો વૃત્તાંત તો શું પણ એમનો નામોલ્લેખ પણ નથી. એનું શું કારણ હશે? આનો ઉત્તર ડૉ. સાંડેસરાએ નીચે મુજબ આપ્યો છે : પુરાણકારોએ શ્રીકૃષ્ણના ચરિત્રની આસપાસ યાદવકુળનો ઇતિહાસ ગૂંથવા માટે નેમિનાથના જીવનવૃત્તાન્તને જાણી જોઈને પડતો મૂક્યો હશે એવી કલ્પના થાય છે.” [આ. વિમલસૂરિકૃત લઘુત્રિષષ્ટિશલાકા પુ. ચ. ગદ્ય આનું સંપાદન આ. સોમચન્દ્રસૂરિના માર્ગદર્શનમાં મુનિ જિનેશચન્દ્રવિજય કરી રહ્યા છે.] [જિનરત્નકોશમાં કેટલીક કૃતિઓના નામ આ પ્રમાણે મળે છે. લઘુમહાપુરાણ કર્તા ચન્દ્રમુનિ, ત્રિશષ્ઠિ શ.પુ.ચ. કર્તા વિમલસૂરિ, ત્રિશષ્ઠિ શ. પંચાશિકા, ત્રિ.શ.પુ.વિચાર. વિશેષ માટે જુઓ જૈ.સા.બુ. ૬/૭૯] [ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત- કર્તા આ. ગુણસાગરસૂરિ (અંચલ.) સંપા. મુનિ ઉદયરત્નસાગર. પ્રકા. કલ્યાણસાગરસૂરિગ્રંથ પ્રકાશન કેન્દ્ર-મુંબઈ]. विविधमच्छीयपट्टावलीसंग्रह, संपा०-मुनि जिनविजय सिंधी जैन ग्रन्थमाला, भारतीय विद्या ભવન, મુંd 1931 ૦. श्रीप्रशस्तिसंग्रह, संपा०-अमृतलाल मगनलाल शाह, प्रका०-श्री देशविरतिधर्मोराजकसमाज દિમાવી વિસં. 1993 ૧. જુઓ. અમમસ્વામિચરિત્ર (ભા. ૧, પત્ર ૧૮૭). ૨. જુઓ જૈન આગમ સાહિત્યમાં ગુજરાતનું પ્રાસ્તાવિક (પૃ. ૩૦). ૩. એજન (પૃ. ૩૧). Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy