SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છાયા કૂડી છે તેવી કાયા કૂડી છે, માયા કૂડી છે, બાંધવાદિકો કૂડા છે. પક્ષિઓનો મેળો વૃક્ષ ઉપર થાય છે પણ તેને જેમ ઊડતા વાર લાગતી નથી, તેમ સગા સંબંધીઓને પોતાનો સ્વાર્થ સર્યા પછી બદલાઈ જતા વાર લાગતી નથી. કોઈ પિતા કહો, કોઈ માતાકહો, કોઈ બંધવ કહો, કોઈ બેન કહો, કોઈસ્વામી કહો, કોઈ પુત્ર કહો, કોઈ મિત્ર કહો, કોઈ સ્ત્રી કહો, કોઈ વૈરી કહો, કોઈ સંબંધી કહો આવી રીતે સંસારી જીવોએ આત્માને માન આપી મારાપણું થોડું થોડું વહેંચી લીધેલ છે. પણ અંતે તો સર્વને ધૂળ ભેળા ધૂળ થઈ જવાનું છે, તેમાં લવલેશ માત્ર જૂઠું નથી. આપણ ને પ્રાણથી પણ અધિક વહાલો જાણી થાપણ તરીકે રાખીએ તો પણ તે લાંબે રસ્તે (મરણને રસ્તે) ચાલતાં એક સમયે માત્ર પણ ઊભો રહેતો નથી. પુન્યહીન માણસો એ રસ્તે કઈક ગયા, કઈક જાય છે અને કઈક જશે એમ અનંતી વાર બનેલ છે, બનેલ છે અને બનશે, કારણ કે રાય-રંકનો એક જ રસ્તો છે, ભવરૂપી ઘાટ ઉતરતા સાથે તો એક સુકૃત જ રહેવાનું છે. જેમ કાચા કુંભનો ભરોસો નહિ તેમ આ કાચી કાયાનો પણ ભરોસો શો ? અને વિનાશી ધનનો મદ શો? સંધ્યાના રંગ પતંગની પેઠે માનવનો અભિમાન ઉતરતા વાર શી? ધુણાક્ષર ન્યાયે દશ દૃષ્ટાંતે દુર્લભ માનવનો અવતાર મળેલ છે તે ફરી ફરી મળવો મુશ્કેલ છે, માટે દાન શીયલ તપ અને ભાવના એ ચાર પ્રકારે પ્રભુએ પ્રકાશેલો ધર્મ તમો આદરો, તો જલ્દીથી કર્મથી મુકાઈ જશો. રે જીવ ! તું પોતે જ તરસ્યો છે, તે તૃષા ટાળવા તું પોતે ઉપાય કરીશ તો તારી તૃષા મટશે. તે સિવાય બીજો તને કોઈ સહાયકરનાર નથી, માટે પાપકર્મ કરે તો વિચાર કરીને કરજે, કારણ કે તે જ પાપકર્મ તારે ભોગવવા પડશે. ગુરુ મહારાજે બોધ આપવાથી જો હૃદયરૂપી ઘરમા વિવેકરૂપી દીપક પ્રગટ થાય તો સર્વ ભવના મોહવિકારરૂપ કર્મરૂપી અંધકારનો નાશ થાય અને ધર્મ તત્ત્વનું ઉત્કૃષ્ટ સ્વરૂપ જાણવાથી ખરી તત્ત્વની વાર્તા જાણીશ, અને જેમ દીપકમાં પતંગીયું ઝંપલાઈ મરણ શરણ થાય છે તેમ તારા સમગ્ર કર્મ ક્ષીણ થઈ જશે. ૩૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy