SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધરિકૃત સ્પષ્યાર્થ–વળી તે સિદ્ધાર્થ રાણીનું વિશેષ વર્ણન કરતાં જણાવે છે કે તે રાણીનું મુખ, અને આંખ તથા હાથ તેમજ પગ કમળના જેવા સુંદર હતા. રાણીના નેત્ર, દાંત, હોઠ, નખ, વગેરે અવયવો જાણે ઈંદ્રનીલાદિ મણિમય હોય તેવા શુભતા હતા. તેથી સર્વ અંગે જાણે તે રાણી રત્નમય હોય તેવી મનોહર દીપતી હતી. તથા જેમ સઘળી નગરીઓમાં અયોધ્યા નગરી શ્રેષ્ઠ છે, જેમ સર્વ વિદ્યાઓમાં રોહિણી વિદ્યા ઉત્તમ ગણાય છે, તથા જેમ સર્વ નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે, તેમ આ ઉત્તમ ગુણવંતી રાણી સર્વ સતીઓમાં શિરમણિઅગ્રેસર હતી. ૧૮ પ્રેમથી પણ પતિ ઉપર તે ના કદી ગુસ્સે થતી, કુલીન નારી વ્રત પરે પતિવ્રતપણાને પાલતી, અનુકૂલ એ રાણી વિષે નૃપ રાગ ગળી જે તે તે સાથ નૃપ સુખિયો છતાં પણ ધર્મ સાચવતો હતો. ૧૯ સ્વાર્થ–આ શ્રી સિદ્ધાર્થ રાણી પ્રેમથી પણ કદાપિ પતિ ઉપર ગુસ્સે થતી નહતી, એટલે આ રાણી પતિ ઉપર કૃત્રિમ ગુસ્સે પણ કરતી નહતી. અને જેમ કુલીન સ્ત્રી પિતાના વ્રતનું પાલન કરે તેમ આ સિદ્ધાર્થ રાણી પિતાના પતિવ્રતનું પાલન કરતી હતી. એટલે નિર્મલ શિયલ મળતી હતી. સર્વ રીતે અનુકૂળ એટલે રાજાની ઈચ્છા પ્રમાણે વર્તનાર તે રાણીને વિષે સંવર રાજાનો ગળીના રંગ જે રાગ હતું. આ કારણથી શ્રી સંવર રાજા આ સદગુણી રાણીને લીધે પરમ સુખી હતા, તો પણ તે શ્રી જિન ધર્મને સાચવતા હતા એટલે જિન ધર્મની સાત્ત્વિકી આરાધના પરમ ઉલ્લાસથી કરતા હતા. કારણ કે શ્રી સંવર રાજા સમજતા હતા કે અંતર્મુહૂર્ત જેવા અ૫ કાલમાં પણ શ્રીમરૂદેવી માતા વગેરે ઘણાં ભવ્ય જીને મુકિત પદને દેનાર મહાદુર્લભ માનવ જન્મની ખરી સફલતા દાનાદિ ચાર પ્રકારના ધર્મની આરાધનાથી જ થઈ શકે છે. ચાલુ આબાદી કે ભવિષ્યની આબાદી પણ તેનાથી જ ટકાવી શકાય છે, કે પામી શકાય છે. ૧૯. પ્રભુ જીવ તેત્રીસ અતર સુર સુખ ભેગવી વૈશાખની,૧૮ શુક્લ ચેથ પુનર્વસને ૯ મિથુનર૦ સિદ્ધાર્થ તણી, કુક્ષિ માંહી અવતરે અધરાતર૧ ઉદ્યોત ત્રિભુવને, નારકાને પણ થયું ક્ષણ વાર સુખ એ રાત્રિએ. ર૦ સ્પષ્ટાર્થી–હવે ભવિષ્યમાં અભિનંદન સ્વામી નામે ચેથા તીર્થકર થનાર એટલે શ્રીમહાબલ રાજાને જીવ અનુત્તર વિમાનવાસી દેવપણામાં તેત્રીસ સાગરેપમ સુધી દેવલોકનાં ઉત્તમ સુખ ભોગવીને વૈશાખ મહિનાની સુદ ચોથના દિવસે જ્યારે (૧૮) પુનર્વસુ નામનું નક્ષત્ર (૧૯) અને મિથુન રાશિ (૨૦) વતતી હતી તે વખતે આ સંવર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy