SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધઋસ્કૃિતઅણિસિઓ ઈહિલોએ, પરલોએ અણિસિઓ વાસિચંદણકપો અ, અસણે અણસણે તહા છે ૧ અર્થ “ આ લોકને વિષે ઈચ્છારહિત અને પરલોકને વિષે પણ ઈચ્છા રહિત તેમજ વાસી ને ચંદન અને અશન ને અનશન એ જેમને તુલ્ય છે એવા તે મુનિ થયા.” અર્થાત આ લેકના સુખને અર્થે કે પરલોકના સુખને અર્થે જે તપ તપતા નથી, વાંસલાથી છેદન કરનાર અને ચંદનથી વિલેપન કરનાર ઉપર જેમને સમભાવ છે અને અશન તે આહારનો સદભાવ અને અનશન તે તેને અભાવ તેમાં જે તુલ્ય મને વૃત્તિવાળા છે. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને મૃગાપુત્ર મુનિ એક માસનું અનશન કરી સર્વ કર્મને ખપાવીને સિદ્ધિપદને પામ્યા. જે ભવ્ય જીના હદયમાં આત્મિક ધ્યાનને વિશુદ્ધ કરનાર દેદીપ્યમાન ઉપશમાદિ ગુણ સ્વરૂપ સમતા ગુણ હોય છે, તે મૃગાપુત્ર મુનીંદ્રની જેમ તત્કાળ શુભ જ્ઞાનાદિ રત્નત્રયની નિર્મલ આરાધના કરીને મોક્ષપદને જરૂર પામે છે. આ રીતે ઉપશમ ગુણથી ધર્મની પ્રાપ્તિ વગેરે ઉત્તમ લાભ કહીને શ્રીચારૂગણધર–૧૯માં લેકમાં ધર્મના પ્રભાવાદિકનું વર્ણન કરે છે. ૧૯૧–૧૯૨ ભવસિંધુ પાર પમાડનાર મુક્તિ ફલ અંતિમ જિહાં, આ ધર્મ જિનને છે ત્રિપુટી શુદ્ધ ધરી શ્રદ્ધા ઈહિાં સાત્ત્વિકી આરાધના ઉલ્લાસથી કરતાં સદા, ને નિયાણું ઠંડતા હરી આપદા હો સંપદા. ૧૯૩ સ્પષ્ટાથે–આ જૈન ધર્મ ભાવસિંધુ એટલે સંસાર રૂપી સમુદ્રના પારને પમાડનાર છે. કારણ કે આ ધર્મનું આરાધન કરીને અનંતા છ મેક્ષે ગયા છે. તેથી આ ધર્મની આરાધનાનું અંતિમ ફલ એટલે છેલ્લું ફળ મેક્ષ કહેલ છે. તથા જિનેશ્વર ભગવંતે કહેલ આ ધર્મ ત્રિપુટી શુદ્ધ છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે સેનાની ત્રણ રીતે પરીક્ષા થાય છે. તે આ રીતે પ્રથમ સેનાને અગ્નિમાં તપાવવાથી શુદ્ધતાની ખાત્રી થાય છે. બીજુ સેનાને ટીપવાથી તેની શુદ્ધતા જણાય છે તેમજ ત્રીજી રીતે તેને કસોટીના પત્થર ઉપર ઘસવાથી તેની શુદ્ધતા જણાય છે. આ સોનાની માફક આ જિન ધર્મની પણ કષ તાપ અને છેદ વડે પરીક્ષા કરાએલી છે માટે હે ભવ્ય છે ! તમે તેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી દરજ ઉ૯લાસ પૂર્વક તેની સાત્વિકી આરાધના કરજે. વળી ધર્મની આરાધના કરતાં નિયાણાનો ત્યાગ કરજે એટલે મને આ ધર્મ કાર્યનું અમુક પ્રકારનું સ્વર્ગાદિ સાંસારિક ફળ મળજે એવી કઈ જાતની ઈચછા રાખ્યા સિવાય આરાધના કરજો. કારણકે નિયાણ વિના કરેલી ધર્મની સાધના મોક્ષના સુખોને આપે છે. એકચિત્તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy