SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સિનાચિંતામણિ ] ભવસાગરમાં નાંખે, એટલું જ નહી પણ આ મારી માતાના મહાવ્રતને લેપ થવામાં પણ હું જ સહાયભૂત થયા. અહો ! પરંપરાથી મારા પાપમાં કેટલી બધી વૃદ્ધિ થઈ? આ ચંદ્રવદના સ્ત્રીએ પ્રારંભમાં મિષ્ટ લાગે તેવું બહારથી સુંદર છતાં પણ પરિણામે અનન્ત દુઃખ આપનાર હાવભાવાદિ ૫ વિષનું મને પાન કરાવ્યું. તેના લાવણ્યને સુંદર વેષને અને નિપુણતાને ધિક્કાર છે! આની સર્વ ચતુરાઈ કેવળ નરકને જ આપનારી છે. હે ચેતન ! હવે તારે માટે બે માર્ગ છે. એક તો આ ચંદ્રમુખીએ બતાવેલો પાપ માર્ગ અને બીજો આ આર્યાએ બતાવેલો પુન્ય માર્ગ. આ બે માર્ગમાંથી જે કલ્યાણકારી હોય તેનું આચરણ કર, પણ અત્યારે તે મારી દુઃખી માતાના શેકને નાશ કરે જોઈએ.” એમ વિચારીને અહંન્નક એકદમ તે ઘરમાંથી બહાર નીકળ્યો. તેની પાછળ તે ચંદ્રમુખી પણ એકદમ આવીને વિરહના વિલાપ વિગેરે અનેક પ્રકારના અનુકૂળ ઉપસર્ગ કરતી બોલી કે “હે નિર્દય ! હમણા તને સ્ત્રીહત્યાનું પાપ લાગશે, હે કઠેર! શા માટે મને વૃક્ષના અંગ ઉપરથી પાડી નાખે છે? શા માટે મને દુઃખરૂપી ચિતામાં હેમે છે? શામાટે માલતીના પુષ્પની માલા જેવી કે મળ, સુંદર અને અકુટિલ એવી મને તજે છે? મને રસીલી બનાવીને હવે વિરસ કેમ કરે છે!આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને અહંન્નક બોલ્યો કે “હે પાપસમુદ્ર ! ક્ષણિક સુખને માટે આવા ફેગટ વિલાપ શામાટે કરે છે? પહેલાં હું અજ્ઞાનગ્રસ્ત હતો, તેથી તે મને વિલાસમાં પાડી નાંખે, અને મેં ત્રણ લોકને અદ્વિતીય શરણરુપ પરમાત્માના ધર્મને દ્રષિત કર્યો. હવે અહીં રહેવું મને ગ્ય નથી. આ મારી માતાને ધન્ય છે કે જેણે મને વિવેકમાર્ગ દેખાડે. સંસારમાં પડવાના માર્ગ બતાવનાર તે દુનિયામાં ઘણું દેખાય છે, પરંતુ ભવસાગરમાં પડેલાને ઉદ્ધાર કરવામાં ને તેને પવિત્ર કરવામાં સમર્થ તે મારી માતા સમાન બીજું કઈ નથી. હવે જીવિત પર્યન્ત ઈન્દ્રની અગમહિપીનું સુખ મળે તે તેને પણ હું ઈચ્છતા નથી તે પછી મનુષ્યજાતિની સ્ત્રીના સુખની ઈચ્છા તો શેનીજ કરુ? મન વચન કાયાએ કરીને મેં સર્વ સંસારસુખનો ત્યાગ કર્યો છે.” વગેરે વચને કહીને પછી લજજા સહિત વિનયયુક્ત પિતાની માતાને નમીને તે બેલ્યો કે “હે માતા ! આ તમારા કુળમાં અંગારા જે અન્નક તમને નમે છે.” એમ કહીને નેત્રમાં અશ્ર લાવીને તે માતાને નખે. તેને જોઈને તે માતા સ્વસ્થ ચિત્તવાળી થઈને હર્ષથી બોલી કે “હે પુત્ર! આટલા દિવસ તે કયાં રહ્યો હતો?” ત્યારે અહંન્નકે દંભરહિતપણે પૂર્વે અભ્યાસ કરેલા પ્રશસ્ત ધર્મરાગથી અનંતગણ શુભ વૈરાગ્યયુક્ત અધ્યવસાયવાળા થઈને પિતાનું સર્વ વૃત્તાન્ત યથાર્થ કહી આપ્યું.” તે સાંભળીને માતા બોલી કે “હે વત્સ ! હવે તું ફરીથી ચારિત્ર ગ્રહણ કર.” તે બોલ્યો કે “હે માતા ! હમેશાં સંયમક્રિયાનું પાલન કરવું મને દુષ્કર લાગે છે. નિરંતર સુડતાલીશ દોષ રહિત આહાર ગ્રહણ કરે, એક નિમેષ માત્ર પણ પ્રમાદ કરે નહી, “કરેમિ ભંતે” સૂત્રને બેલવાના ટાઈમથી આરંભીને પ્રાણાંત સમય સુધી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવું વગેરે સાધુની સમગ્ર કિયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy