SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [ શ્રી વિજયપધસૂરિકૃત પધાર્યા અને શ્રીતમ ગણધર કોષ્ટક નામના ઉદ્યાનમાં રહ્યા હતા. એટલે જયેષ્ઠ કુલનું માન સાચવીને વિનય નિધાન શ્રી ગૌતમ મહારાજ કેશી ગણધરને મલવા પધાર્યા. શ્રીકેશી મહારાજે તેમનું ગ્ય સન્માન સાચવ્યું. મહેમાંહે એક બીજાએ સુખશાતાના સમાચાર પૂછયા. અને બંને પૂજ્ય પુરુષે ઘણું જ ખુશી થયા. અવસર જેઈને શ્રીગૌતમ ગણધરે કેશી ગણધરના, મહાવ્રતોની સંખ્યા, સચેલક અચેલક ધર્મ ઈત્યાદિ બાબતોના તમામ પ્રશ્નોના શાંતિ પૂર્વક, મીઠી ભાષામાં ઉત્તર આપ્યા. જે સાંભળી શ્રીકેશી ગણધર ઘણું ખૂશી થયા. દેવાદિની સભાને પણ આ વાત સાંભળી ઘણો જ આનંદ થયો. પછી શ્રીકેશી ગણધરે આપ શ્રી મહાજ્ઞાની અને ગાંભીર્યાદિ ગુણરત્નના સમુદ્ર છે.” એમ સ્તવીને શ્રીગૌતમ મહારાજની પાસે પંચ મહાવ્રતધર્મ અંગીકાર કર્યો. આ પ્રસંગમાંથી બેધ એ મળે છે કે સરલતા અને કદાગ્રહ રહિત સ્વભાવ એ બે મુખ્ય ગુણોથી મોટાઈ મળે છે. મોટા પુરૂષના શુદ્ધ વર્તનની છાપ શિષ્યાદિ ઉપર અવશ્ય પડે છે. વડીલેના વર્તનમાં ભાવી જીવનું ચક્કસ હિત સમાયેલું છે. દ્વાદશાંગીની રચનાઃ પૂર્વે કહ્યા પ્રમાણે ચૌદ વિદ્યાના પારગામી, ક્ષાપશમિક સમ્યગદર્શનવાળા શ્રી ગૌતમ મહારાજ (આદિ ૧૧ ગણધરો) દ્વાદશાંગીના રચનાર હતા. તેઓ પ્રભુ શ્રીવીરને ખમાસમણું દઈને પૂછતા કે “ભયવં! તd કહે” હે ભગવન તત્વને કહ! એમ ત્રણ વાર પૂછવાથી અનુક્રમે પ્રભુએ ત્રિપદી જણાવી. જેને આધારે ગણધર મહારાજે બીજબુદ્ધિથી દ્વાદશાંગીની રચના કરી. જેમ એક પુરૂષ ઝાડ ઉપર ચડી ફૂલો ભેગાં કરી નીચે નાંખે, તે ફૂલેને માલી વસ્ત્રમાં ઝીલી તેની માલા બનાવે છે, તેમ સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરે કેવલજ્ઞાનરૂપી ઝાડ ઉપર ચડી, અનેકાર્થ રહસ્ય ગર્ભિત દેશના દ્વારા વચને રૂપી ફૂલે વેર્યા અને તે ફૂલને વણીને યથાર્થ સ્વરૂપે બીજબુદ્ધિ આદિ અનેક લબ્ધિના ધારક શ્રીગૌતમ (આદિ ૧૧ ગણધર) મહારાજે આચારાંગાદિ સૂત્રે રૂપી માલા ગુંથી. તેથી જ કહ્યું છે કે" अत्थं भासइ अरहा, सुत्तं गंथति गणहर। निउणं.” શ્રુતકેવલી આદિ સ્થવિર ભગવતેએ તે અંગેનું સ્પષ્ટીકરણ કરવા શ્રી ઉપાંગાદિની રચના કરી. [ આ પ્રસંગે સમજવું જોઈએ કે દૂધમાં જેમ ઘી રહેલું છે અને તેને વિચક્ષણ પુરૂષ જુદું કરી શકે છે, એમ અંગસૂત્રે દૂધ જેવાં છે અને નિર્યુક્તિ આદિ ધી સમાન છે. ચતુર્દશ પૂર્વધર શ્રીભદ્રબાહસ્વામી આદિ મહાપુરૂષએ તે તે અંગ સૂત્રા. દિની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા શ્રી નિર્યુક્તિ આદિને જુદા ગોઠવ્યા, એમ શ્રી ભગવતીજીમાં કહેલ “પુથો વડું મો’ ઈત્યાદિ ગાથાના વચનથી જાણી શકાય છે.] પ્રાચીન કાલમાં આ આગમ રૂપ ગણાતાં સૂત્રોના દરેક પદનું ચારે અનુગ ગર્ભિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું. પછી અવસર્પિણીના દુઃષમ કાલના પ્રભાવે જીવના બુદ્ધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy