SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] . ૨૬૩ મરણ આપનાર થાય છે. એટલું જ નહિં પરન્તુ કઈ પારકાની છાની વાત પણ ઉઘાડી પાડવી નહિં, તેમાં પણ સ્ત્રીની છાની વાત તે કદી પણ ઉઘાડી ન પાડવી. વળી પિતાને ત્યાં વધારે રહેવાથી સ્ત્રી જાતિનું સ્વચ્છેદ વર્તન વધે છે. એનાજ પરિણામે મદન મંજરીએ પતિને કૂવામાં નાંખ્યો હતો. સ્ત્રીને અનેક દેશેમાં સ્વછંદ વર્તનને પણ દેષ તરીકે ગણેલું છે. સ્વછંદ વર્તનનો અર્થ એજ થાય કે મરજી પ્રમાણે ચાલવું. આમ કરનારા છે પોતાનું અને બીજાનું પણ અહિત કરે છે, એમ સમજીને “ઘરના કાર્યમાં ગુંથાય, તે જ સ્ત્રી જાતિ સદ્ધવર્તનની મર્યાદા જાળવી શકે છે ” આ હિતશિક્ષાને અનુસારે ઘરના કાર્યને જે સ્ત્રી જાતિને વિશેષ સેંપવો જોઈએ. કારણ કે એમ કરવાથી તેનું મન અવળે રસ્તે જાય નહિ, અને કદાચ જાય તે જલ્દી ઠેકાણે જરૂર આવી શકે છે. આ બાબતમાં જિનદત્ત શેઠના પુત્રની સ્ત્રીની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી. શ્રીદત્ત નામના નગરમાં જિનદત્ત નામે શેઠને માટે પુત્ર કમાવા માટે પરદેશ ગયે. ત્યાં તે ઘણે વખત રહ્યો, તેથી તેની શ્રીમતી નામની સ્ત્રી પતિને ઘણુ વખતને વિયાગ સહન કરી શકી નહિ ને મલિન ભાવવાળી થઈ. તેણીએ આ વિચાર તેની પાડોશમાં રહેનારી એક વૃદ્ધ ડોસીને સમસ્યામાં આ પ્રમાણે જણાવ્યું કે – ગજરિપુ તસરિપુ તાસરિયુ-રિપુ રિપુ વૃક્ષ મિલાય, હરિશગ્યા પુત્રી તણે-સુત પીડે મુજ માય (કાય) ૧ | આથી એણે જણાવ્યું કે મને કામ પડે છે. ખરેખર કામી છે કામવાસનાના પાપને લઈને આ રીતે બીજાની આગળ પોતાની લજજા છોડે છે, એટલું જ નહિ પરંતુ કેટલાક કામી જનો તે બીજાનાં અપમાન ભરેલા વચનો પણ સહન કરી લે છે. આ બાબતમાં પ્રસંગે કૃષ્ણ વાસુદેવ અને સત્યભામાની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. એક વાર કૃષ્ણ સત્યભામાને મહેલે પાછલી રાત્રે ગયા ને બંધ કરેલાં બારણું ઉઘાડવા માટે નિશાની કરતાં (બારણું ખખડાવતાં) અંદરથી કોણ છે? એમ સત્યભામાએ પૂછયું. આ બીનાને અનુસરતો એક છપે કવિએ કહ્યો છે તે આ પ્રમાણે સત્યભામા ઘરે કહાન, આવી પશ્ચિમ રાતે, પૂછે નારી તું કેણ, હું માધવ નિજ જાતે. ૧ માધવ તે વનમાંહિ, ચકી ચકી તે કુંભારહ, ધરણીધર તે શેષ, અહિરિપુ ગરૂડ અપારહ. હરિ કહેતાં તે વાનરે, કવણ પુરૂષ આવ્યા સહી, કવિ ઋષભ કહે નર કામવશ ક્યા શ્યા વચન અમે નહિ ૧ અર્થ–સત્યભામાને ઘેર કૃષ્ણ પાછલી રાતે આવ્યા, ત્યારે ઘરમાંથી સત્યભામાએ પૂછ્યું કે તું કેણ છે? ત્યારે કૃષ્ણ કહ્યું કે હું માધવ જાતે પોતે છું. સ્ત્રી કહે માધવ તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy