SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ દેશનાચિંતામણિ ] અંતમાં થે તીવ્ર દારૂણ દુઃખને દુર્ગતિ તણા, કિંપાક ફલ દુષ્ટાતને સંભારીએ ધરી ચેતના. ૩૦૩ અર્થ –જેમ શઠ પુરૂષનાં એટલે દુર્જન માણસનાં વચને તેના પર ભરોસો રાખનાર છેને ઠગે છે તેમ શઠનાં વચનના જેવા વિષયે જગતના લોકોને ઠગે છે. કારણ કે મેહને લીધે તે વિષયે શરૂઆતમાં અજ્ઞાની પુરૂષને મધુર એટલે મીઠાં લાગે છે, પરંતુ છેવટે દુર્ગતિ એટલે નરક, તિર્યંચ વગેરેના તાત્ર એટલે આકરાં દુઃખને આપે છે. માટે આ . બાબતમાં કિપાક ફલના દુષ્ટાન્તને હે ભવ્ય જીવો! ચેતના ધરીને એટલે જ્ઞાનનો ઉપયોગ રાખીને તમે સંભારજો. તે આ પ્રમાણે જાણવું. જેમ કિપાક વૃક્ષનું ફલ દેખાવમાં ઘણું સુંદર લાગે છે, પરંતુ ખાવાથી મરણ પમાડે છે, તેવી રીતે આ વિષયે પણ શરૂઆતમાં મીઠા લાગે છે, પરંતુ છેવટે તે ઘણું દુઃખ આપે છે. માટે તમે તે ઠગારા વિષયોને સંગ કરશે નહિ. આ બાબતમાં કહ્યું છે કે सल्लं कामा विसं कामा-कामा आसीविसोवमा ॥ શાને નાત-જામાં નત્તિ સુદં છે ? || यद्यपि निषेव्यमाणा-मनसो परितष्टिकारका विषयाः ॥ किंपोकफलादनवद्-भवंति पश्चादतिदुरन्ताः ॥ २॥ 303 . ખાતાં જણાએ મધુર સ્વાદે પણ દીએ તે મરણને, અસમાધિ અતિશય એહથી પણ જાણ એવા વિષયને, મધુ લિપ્ત અસિને ચાટતાં મીઠાશ લાગે આદિમાં, પણ જીભ કાપે દુઃખ આપે એહવું છે વિષયમાં. ૩૦૪ અર્થ–પહેલાં કહેલી બીનાનું તાત્પર્ય એ છે કે–કિપાક ફળ ખાઈએ ત્યારે સ્વાદમાં ઘણું મીઠું લાગે છે, પરંતુ છેવટે તે મરણને આપે છે. આવા મરણ પ્રસંગે ઘણી અસમાધિ એટલે અશાંતિ ભેગવવી પડે છે. તેના જેવા આ શબ્દાદિ વિષયે છે એમ તું જાણજે. વળી જેમ મધથી ખરડાએલી તરવારની ધારને ચાટતાં શરૂઆતમાં મધને લીધે મીઠાશ લાગે છે, પરંતુ જીભ કપાય છે ત્યારે દુઃખ થાય છે, તેવી રીતે વિષયે પણ ભગવતા અજ્ઞાની અને મીઠાં લાગે છે, પરંતુ અંતે તો અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થવાથી દુઃખી થવું પડે છે. આ બાબતમાં કહ્યું છે કે- સમગુણાર્થ ચિત્તે મો:-જથ્થાત્ મવતિ રે સેકઃ | જે લતે મળ શાળતા ન મુકિત પાવરણમ્ II ૨ / નિબિડ અતિશય કર્મને બંધાવતા વિષયો સદા, શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ દીએ વિકટ બહુ આપદા; ભાવના રૂપ શ્રેષ્ટ કલ્પ લતા વિષે વિસ્તારથી, વર્ણન કર્યું ખાલી રહે ના સ્થાન ઈણ સંક્ષેપથી. ૩૦૫ ૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy