SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજ્યપઘસુકિત આ યાદ કરવામાં (૩) હૃદયમાં દરેક સૂત્રના ખરા અર્થને ધારી રાખવામાં (૪) શિષ્યાદિને ભણાવવામાં (૫) અને તે શિષ્યાદિને પૂછવામાં સગવડ કરી આપવા માટે ગણધરે સૂત્રરચના કરે છે. (૬) તથા શ્રીગણધરે એમ સમજે છે કે જ્યારે ગણધર નામકર્મનો ઉદય થાય, ત્યારે અમારે પ્રવચનના હિતને માટે સૂત્ર રચના કરવી જ જોઈએ. એમ કરવામાં લાભ એ કે શિષ્યાદિ વર્ગમાં વાચન વિગેરે ચાલુ રહે, અને એ પ્રમાણે કરવામાં સૂત્રને ટકાવવાને પણ લાભ મળે છે. આ પ્રસંગે પ્રવચનના અર્થો જાણવા જેવા છે. તે આ પ્રમાણે –(૧) પ્રશંસા કરવા લાયક એવું જે વચન તે પ્રવચન કહેવાય. પ્રભુદેવના વચનમાં દુનિયાના તમામ જીવોનું હિત સમાયેલું છે અને નિષ્પક્ષપાતપણે પદાર્થોનું નિષ્ટક સ્વરૂપ જણાવે છે, માટે તે પ્રશંસાને ગ્ય થાય એમાં નવાઈ શી? (૨) શ્રેષ્ઠ એવા જે વચને તે પ્રવચન કહેવાય. આ પ્રવચન શબ્દથી દ્વાદશાંગી ગણિપિટક લેવાય છે. તીર્થની શરૂઆતમાં જ તેની રચના કરાય છે, માટે આદિ (શરૂઆતના) વચનને પ્રવચન કહી શકાય. દ્વાદશાંગી ગણિપિટકમાં ૧૨ અંગરૂપ મુખ્ય સૂત્રો લેવાના છે. તેનાં નામ આ પ્રમાણે (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) (૬) જ્ઞાતાસૂત્ર (૭) ઉપાસક દશાંગ (૮) અંતગડ દશાંગ (૯) અનુત્તરહવાઈ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક સૂત્ર અને (૧૨) દષ્ટિવાદ. એ બાર અંગમાં આવેલા બીના સંક્ષેપમાં આ પ્રમાણે જાણવી– ૧ શ્રીઆચારાંગમાં–પરમ પૂજ્ય શ્રમણ નિગ્રંથોના આચારનું વર્ણન છે. ૨ શ્રીસૂયગડાંગમાં–જીવાજીવાદિ સ્વસિદ્ધાન્ત, પરસિદ્ધાન્ત ક્રિયાવાદી આદિ ચાર (૩૬૩ પાંખડીનુ) વર્ણન છે એટલે ચરણકરણ પ્રરૂપણું છે તથા સંયમ લેનારને અનુકૂલાદિ ઉપસર્ગોનું અને આદ્રકુમારાદિનું પણ વર્ણન છે. (૩) શ્રીસ્થાનાંગમાં–૧ થી ૧૦ સુધીની સંખ્યાવાળા જીવાજીવાદિ પદાર્થોનું અને સ્વસમાદિનું તથા નદી વિગેરેનું ત્રિવિધ વર્ણન કમસર એકથી દશ અધ્યયનમાં કરેલું છે. અહિંને ઘણે ભાગ જો કે સાધુ જીવનને ઉપયોગી છે તે પણ આદર્શ શ્રાવકાદિકની અને માતા પિતા સમાન શ્રાવકાદિની ચઉભંગીનું વર્ણન ચેથા સ્થાનમાં (અધ્યયન) માં છે, પાંચમા અધ્યયનમાં પાંચ અણુવ્રત પાંચ સમિતિ વિગેરેનું વર્ણન છે, નવમા અધ્યયનમાં શ્રીવરપ્રભુના શાસનમાં ભાવી તીર્થકરના ૯ જીવો થયા તે પ્રસંગે જણાવેલ શ્રેણિક, શંખ, શતક, સુલસા, રેવતી શ્રાવિકા આદિનું વર્ણન વિગેરે ઘણું બીના શ્રાવક જીવનને ઉજવલ બનાવવા સંપૂર્ણ જરૂરી છે. (૪) શ્રીસમવાયાંગમાં-એકથી માંડીને સે ઉપરાંત જીવાજીવાદિ પદાર્થોનું કરેલું વર્ણન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy