SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અર્થ— ગુપ્તાંગ ચિન્તયોનિ, કોમળતા, ચપળતા, મુગ્ધતા, (ભોળપણ), સામર્થ્યહીનતા, સ્તનનો સદ્ભાવ અને પુરુષ સંસર્ગની કામના આ સાત સ્ત્રીત્વનાં લક્ષણો છે. स्तनादि-श्मश्रूकेशादिभावाऽभावसमन्वितम्, नपुसकं बुधाः प्राहुर्मोहानलसुदीपितम् ||३|| ४७० અર્થ સ્તન વગેરે સ્ત્રીયોગ્ય ચિન્હો, પુરુષ યોગ્ય દાઢી-કેશ વગેરે ચિહ્નો હોય, અથવા ન પણ હોય એટલે કે પુરુષ–સ્રી બંનેના સંમિશ્ર લક્ષણો (ઓછેવત્તે અંશે વિદ્યમાન) હોય અને કામનાનો મોહાગ્નિ અત્યન્ત પ્રદીપ્ત રહેતો હોય તેઓને સુજ્ઞો નપુંસક' તરીકે ઓળખાવે છે. આ પ્રમાણે ત્રણેય વેદનાં લક્ષણો કહ્યાં. આ વેદોનું ચારેય ગતિમાં યથાવિધ અસ્તિત્વ છે. એટલે કે દેવોમાં માત્ર પુરુષ–સ્રી બે જ વેદ છે, નપુંસકવેદી ત્યાં કોઈ જ નથી. સાતે ય નરકો અને તમામ સંમૂચ્છિમ બૈજીવો માત્ર એક નપુંસકવેદવાળા છે. બાકીની મનુષ્ય તથા તિર્યંચ બે ગતિના શેષ મનુષ્યો તથા તિર્યંચોમાં ત્રણે ય વેદો હોય છે. [૨૭૨] ગવતર— ભિન્ન ભિન્ન શરીર અવગાહના તથા સ્થાનાશ્રયી સિદ્ધ થતી સંખ્યા જણાવે છે. गुरु लहु मज्झिम दो चउ, अट्ठसयं उडुऽहोतिरिअलोए । चउबावीसट्ठसयं, दु समुद्दे तिन्नि सेसजले ॥ २७३॥ છે. સંસ્કૃત છાયા— गुरुलघुमध्यमाः द्वौ चत्वारः अष्टशत, मूर्ध्वाऽधस्तिर्यग्लोके । चत्वारः द्वाविंशत्यष्टशतं द्वौ समुद्रे त्रयः शेषजले ||२७३ || શબ્દાર્થ | ગુરુ=ઉત્કૃષ્ટ નહુલઘુ માિમ=મધ્યમ ગાથાર્ય — વિશેષાર્થવત્. ।।૨૭। વિશેષાર્ય ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તે; તે તે કાલે પાંચસો ધનુષ્યની ઊંચી કાયાવાળા જીવો, એક સમયમાં યુગપત્ બે જ સંખ્યાએ મોક્ષે જાય છે, પરંતુ તેથી વધુ જતા નથી. વળી જઘન્યથી બે હાથની અવગાહના સુધીના જીવો જ મુક્તિને યોગ્ય છે. બે હાથથી ન્યૂન દેહવાળા તદ્ભવે મુક્તિયોગ્ય થતા નથી, એથી તે જઘન્ય અવગાહનાવાળા જીવો એક સમયમાં વધુમાં વધુ ચાર સંખ્યા ૪૧૧. महिला सहावो सरवन्न भेओ, मोहो महंतो महुया य वाणी । જુહો ઊર્ધ્વ, અધો સમુદ્દે સમુદ્રમાં સેસનì=શેષ જલસ્થાનકોમાં Jain Education International સસ મુત્તમય હૈં, યાગિ છ પંડાલવવાળિ || (રત્નસંચય) ૪૧૨. અન્ય ભેદો પણ છે તે લોકપ્રકાશ, વિશેષાવશ્યક ભાષ્યાદિકથી જાણવા. ૪૧૩. કેટલાક સંમૂચ્છિમ પંચેન્દ્રિયોને તો પુરુષ–સ્રીચિહ્નનો સદ્ભાવ કર્મગ્રન્થ તથા સપ્તતિકા ભાષ્યમાં કહ્યો For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy