SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર किरियाफल भावाओ दाणाइणं फलं किसिए व्व। तं च दाणाइफलं मणप्पसायाई जइ वुद्धी ॥ [ખેતીમાં (સરખી મહેનત છતાં) દાણા વગેરે જેમ પ્રારબ્ધાનુસાર પાકે છે તેમ ભાવ પ્રમાણે ક્રિયાનું ફળ મળે છે. મનની પ્રસન્નતામાં જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે દાનાદિનું ફળ પ્રાપ્ત થાય છે.] किरिया सामन्नाओ जं फलमस्सावि तं मयं कम्मं । तस्स परिणामरूवं सुहदुक्खफलं जओ भुज्जो ॥ [સમાન ક્રિયા હોવા છતાં કર્મ પ્રમાણે જે ફળ પ્રાપ્ત થાય છે તેનાં (કર્મનાં) પરિણામરૂપે સુખદુઃખરૂપી ફળ ભોગવાય છે.] સંસારમાં કર્મોની આવી પરિસ્થિતિ હોય ત્યાં સાધક મુનિએ કેવી રીતે રહેવું ? મુનિએ સાધક તરીકે સમતામાં, સમસ્વભાવમાં રહેવું જોઈએ. કોઈ ભારે અશાતાવેદનીય કર્મનો ઉદય હોય તો તે વખતે તે કર્મો સમભાવે વેદી લેવાં જોઈએ. મુનિએ ત્યારે દીન બનવું ન જોઇએ. બીજી બાજુ અણધાર્યા કોઈ બહુ આનંદના સમાચાર આવે ત્યારે મુનિએ આશ્ચર્યચકિત ન થવું જોઇએ. સંસારના જીવોનાં કર્મોની ગતિનો વિચાર કરી, ચિંતન-અનુપ્રેક્ષા કરી, મુનિએ સમતામાં રહેવું જોઈએ. આ સમતા-અનુપ્રેક્ષા એમને આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જનારી થવી જોઇએ. [૧૬૨] શેષાં પૂમમાઘ મચો પર્વતા પિI तैरहो कर्मवैषम्ये भूपैर्भिक्षाऽपि नाप्यते ।।२१।।२।। [શબ્દાર્થ યેષાં જેઓના; મૂમમાત્રન=ભૂકુટી વાંકી કરવા માત્રથી; મર્ચન્ત=લૂંટી પડે છે; પર્વતા=પર્વતો; પિ=પણ; તૈ=0;અહો આશ્ચર્ય છે કે; વૈષઃકર્મની વિષમ દશા પ્રાપ્ત થતાં; મૂર્વ =રાજાઓથી; મિલાપ=ભિક્ષા પણ; નાણ=મેળવી શકાતી નથી.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy