SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ કહ્યું કે ભગવાન મને એવો રસ્તો બતાવો કે એ મોત આવે તે પહેલાં હું એને જીતી લઉં. શુકદેવજીએ રસ્તો બતાવ્યો કે ભાઈ ! આ રસ્તો છે તું એની સાધના કર પછી પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડ્યો પરન્તુ એ પહેલાં એમણે સાત દિવસમાં એ સાધના કરી લીધી અને મૃત્યુ આવે એ પહેલાં જીવનમુક્ત થઈ ગયા. શ્રી ચંબક :- બાપુ ! આ બે વાર્તા તો સાંભળી પરંતુ તે દ્વારા સાહેબજી કહેવા માંગે છે તે હજુ સમજાયું નહીં. શ્રી સૌભાગ્યભાઈ :- જો ચુંબક ! પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન તેમ જ વૈદિક પરંપરામાં તેજસ્વી ગરસ્થાન પ્રાપ્ત કરનાર શ્રી શુકદેવજી, એ બન્નેએ એ જ ઉપદેશ કરેલ છે કે, આ જીવે સર્વે કર્યું છે એક આ વિના ! તે શું? તો કે, નિશ્ચય કહીએ છીએ કે, સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. હવે સમજાયું ને ? શ્રી ચંબક :- હા, બાપુ ! શ્રી મણિલાલ :- અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે, પોતાથી જ્ઞાન પામે નહીં પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતમુહુર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. શ્રી સૌભાગ્યભાઈ :- હા ! પોતાની ઇચ્છા મુજબ હું જાણું છું, સમજું છું એમ મહેનત કરે, હિમાલય ખોદી પરસેવા વાળ, પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. ક્યાં સુધી ? અનંતકાળ સુધી. પરંતુ જે જીવ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક થાય તે અંતમુહુર્તમાં, એટલે મણિ આ તારાં બા સામાયિક કરે તેટલા સમયમાં, અડતાલીસ મિનિટમાં, કેવળજ્ઞાન પામી શકે. મણિ ! આગળ પ્રભુ શું કહે છે ? શ્રી મણિલાલ :- શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. શ્રી સૌભાગ્યભાઈ :- શાસ્ત્રોમાં આજ્ઞા લખેલી છે તે પરોક્ષ છે. મન, વચન કાયાના યોગની અપેક્ષાએ વિદ્યમાન નથી, શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, ૨૫૫ ... ધ્રયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy