SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો ક્ષાયિકભાવ છે એમ જો કે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બહુપણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ કયારેક મંદ રુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પામ્યાં પ્રથમ નાશ પામે છે; અને તે મંદ રુચિ વેદતાં પણ આત્મા ખેદમાં જ રહે છે, એટલે તે રુચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કોઈ રીતે વિચારદશાદિનું બળવાનપણું પણ હશે; એમ લાગે છે કે તેના પ્રભાવક પુરુષો આજે જણાતા નથી; અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવર્તતા કોઈ જોવામાં, સાંભળવામાં આવે છે; તેમના વિદ્યમાનપણાને લીધે અમને કંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી. અત્યારે તો આટલું લખવાનું બન્યું છે. વિશેષ સમાગમ પ્રસંગે કે બીજા પ્રસંગે જણાવીશું. આ વિષે તમે અને શ્રી ડુંગર જો કંઈ પણ વિશેષ જણાવવા ઇચ્છતા હો, તો ખુશીથી જણાવશો. વળી અમારાં લખેલાં કારણો સાવ બહાનારૂપ છે એમ વિચારવા યોગ્ય નથી; એટલો લક્ષ રાખજો . વ. પત્રાંક - પ૨૩ મુંબઈ, ભાદરવા સુદ ૪, સોમ, ૧૯૫૦ શ્રી સાયલા ગામે સ્થિત, સત્સંગ યોગ્ય, પરમસ્નેહી શ્રી સોભાગ તથા ડુંગર પ્રત્યે, શ્રી મોહમયીપુરીથી.. ના આત્મસ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. અત્રે સમાધિ છે. તમારો લખેલો કાગળ આજે એક મળ્યો છે. તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે, અને તે હેતુ ઉત્પન્ન થાય તો તમારે વિષે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. અનેક જીવોની અજ્ઞાનદશા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે; અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમ કે તે કરુણાભાવ ચિંતવતાં ચિતવતાં આત્મા શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન ૧૩૫ Jain Education International For Personelivate Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy