SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ છીએ. (પત્રાંક-૨૪૪, પાના નં.-૨૮૪) અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હિરકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ. (૫.-૨૫૫, પાના નં.-૨૯૦) અથાગ પ્રેમે તમને નમસ્કાર.. (પત્રાંક-૨૫૬, પાના નં.-૨૯૧) ‘જ્ઞાનધારા’ સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હિરની પ્રેરણા હોય તેવું લાગે છે. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? પણ અમને લાગે છે કે અમારે હાથે હિર તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. (પત્રાંક-૨૫૯, પાના નં.-૨૯૩) હાલ તો અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું ? સહન જ કરવું એ સુગમ છે. (પત્રાંક-૨૮૨, પાના નં.-૩૦૧) શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે. (પત્રાંક-૩૦૬, પાના નં.-૩૦૮) “માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે.” આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. (પત્રાંક-૩૨૨, પાના નં.-૩૧૫) ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી. (પત્રાંક-૩૩૪, પાના નં.-૩૧૯) ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યાં નથી. (પત્રાંક-૩૫૭, પાના નં.-૩૨૫) હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ, એટલે કોઈ પ્રકારની જ્ઞાનવાર્તા પણ જણાવી શકાતી નથી; પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી રાજહ્દય - અમૃત રત્નકણિકા Jain Education International For Personal & Private Use Only ૧૦૩ www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy