SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧૬ છે. સભા આખી વાહવાહ કરે છે. રાજા છેલ્લો પ્રશ્ન કરે છે : દીકરી, જગતને જિવાડનાર કોણ ?' પિતાજી, જગતને જિવાડનાર બે જણ : એક મહીપતિ અને બીજો મેહુલો. સુરસુંદરીએ કહ્યું. “દીકરી, ભલી રે ભણી, તું આજ !' રાજા ખુશ થઈને ડોલે છે, પણ અરે, આ મયણાસુંદરી કેમ ચૂપ છે? મયણાના મોં પર શરમના શેરડા પડે છે. હાથ જોડી એ કહે છે : “પિતાજી! મ કરો જૂઠ ગુમાન ! વિવેક વિના રાજા નથી. સદ્વિચાર વિના શાસ્ત્ર નથી. સત્ય વિના સભા નથી. આપને આટલો ગર્વ છાજતો નથી. જીવન-મરણ માનવીના હાથની વાત નથી.' રાજાની આંખમાં રોષ પ્રગટે છે. ક્રોધથી એની કાયા કંપે છે. કહે છે : “અરે, મારું ફરજંદ થઈને મારું અપમાન ! ભરી સભામાં તને આવું બોલતાં દીકરી, લાજ પણ ન આવી? અરે, છે કોઈ હાજર ?” એક કહેતાં એકવીસ હાજર ! ખમા મારા ધણીને. કહો, કહો, શી આજ્ઞા છે આપની? જાઓ, રાજગોરને બોલાવો. એને મોટાં મોટાં રાજમાં ફેરવો. બત્રીસલક્ષણો રાજવંશી શોધો. શોધીને આ સુરસુંદરીને પરણાવો: ઝાઝેરી જાન જોડાવો. કળશી કટંબ તેડાવો. ધુમાડાબંધ ગામ જમાડો. ભરપૂર કરકરિયાવર આપો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005462
Book TitleRaja Shripal Sheth Jagdushah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy