SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૬ મહિનાની અજવાળી સાતમે એનો આરંભ થાય. નવ દિવસનાં એ વ્રત, નવ દિવસના એ જપ. મનમાં કપટ ન ધરવું. ચિત્તમાં ચોખ્ખાઈ રાખવી. ક્રિયાવંતે નવે દિવસ ક્રિયા કરવી. રોજ વહેલા ઊઠવું. પ્રહર રાત્રિ વીતે સંથારે સૂવું. સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. નાહી-ધોઈ પ્રભુ પૂજવા. એક ટંક લૂખું-સૂકું જમવું. કોઈ એક ધાન જ જમે. જે પદનો જેવો વર્ણ એ વર્ણનું ધાન જમે. કોઈ એક દાણો જ મુખમાં લે.” મયણાએ યંત્ર રચ્યાં છે, વ્રત આદર્યા છે, તપ કર્યા છે. શ્રીપાળે વ્રત લીધાં છે ને જપ આદર્યા છે. નવપદ યંત્રના પ્રક્ષાલજલે નાહ્યાં છે. જાણે મડાં માથે અમી છંટાયાં છે, દેહના રોગ ટળ્યા છે, દિલના શોક ટળ્યા છે. કૂબડો કુંવર કાન કનૈયો બન્યો છે. સાતસો કોઢીની કાયા કંચન વરણી બની છે. નવપદજીનાં તાર્યા સહુ તર્યા છે. મયણા–શ્રીપાળની શ્રદ્ધા ફળી છે. નવરંગ વર્તાઈ રહ્યો છે. એક દિવસની વાત છે. બન્ને જણાં નટ-નટીના નાચ જુએ છે. ખેલમાં મગન થયાં છે. પોતાના પુત્રને શોધતી શોધતી રાણી કમલપ્રભા ત્યાં આવે છે. આ દેવતાઈ નરને એ જુએ છે. એના થાન છલક્યાં છે, ધાવણની શેડુ છૂટી છે. દેવની ગતિ તો નીરખો. મયણાની મા રાજાથી રિસાઈ ભાઈને ત્યાં આવી છે. દીકરીનાં દુઃખ માનાં કાળજાં કોરે છે. એય અહીં આવે છે, અને અચાનક દીકરીને કોઈ દેવતાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005462
Book TitleRaja Shripal Sheth Jagdushah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy