SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી : .:.:.:.:. વિવેકથી વિચાર્યા છે. હોંશથી અવધાર્યા છે. સ્વાધ્યાય એ તો મોટો સંયમ છે. કરનારનું સદા કલ્યાણ જ થાય છે. કાયા કંચનવરણી થઈ છે. રોગ-શોક ગયા છે. જીભ અચકતી અટકી છે. વાણી ને ભાષા વેરીને વહાલ કરાવે ને ઉઘાડી તલવાર મ્યાન કરાવે તેવાં થયાં છે. તપ કરતાં બંને મૃત્યુ પામ્યાં છે. બંનેએ દેવતાના અવતાર ધર્યા છે. ત્યાંથી આવીને હે રાજન્, વરદત્તનો આત્મા રાજાને ત્યાં જન્મ્યો છે. રૂડું ભણ્યો છે, ને રાજ પામ્યો છે. ને સઘળી વાતે એને લીલાલહેર છે. કોણ રાજા છે, ને ક્યાંનો રાજવી છે?” રાજા શૂરસેન પ્રશ્ર કરે છે. ભગવાન સીમંધરસ્વામી હસતે મુખડે કહે છેઃ “એ બીજી કોઈ નથી. હે રાજા શૂરસેન, તું પોતે જ છે. પૂર્વે કરેલી પુણ્યાઈ આજે ખાય છે.” ગુણસુંદરીના આત્માનું શું થયું ?” રાજાએ ફરી પ્રશ્ન કર્યો. હે રાજનું, પુણ્ય કરનારની કદી ખરાબ ગતિ થતી નથી. ગુણસુંદરીનો પંચમી તપથી પવિત્ર થયેલો આત્મા, દેવતાનાં સુખ ભોગવી, આ મહાવિદેહ ક્ષેત્રમાં ઉમા નામના વિજયને મિષે સુગ્રીવ નામે રાજા થયો છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005459
Book TitleShrenik Bimbisara Gyanpanchami
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy