SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 30 જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૪ .. . . ... . ભરાવ્યાં. કૌશાંબીના અભેદ્ય કિલ્લાનાં દ્વાર બંધ કરાવ્યાં. ચંડપ્રદ્યોત આ હકીકત સાંભળી ચમકી ગયો. શું હું ઠગાયો ! બસ, હવે તો કૌશાંબીનો વિનાશ કરીને પાછો આવીશ. એની સેના સાગરના પ્રવાહની જેમ ઊલટી પડી. કૌશાંબીની સરહદે પડાવ નાખ્યો. રાણીને ત્રણ જગતના નાથ વીર પરમાત્મા આ વખતે યાદ આવ્યા : “હે દીનાનાથ ! હે જગવત્સલ ! આજે મારે તમારો જ આધાર છે. આપ તો વીતરાગ છો, મારી પ્રાર્થના સ્વીકારો. મને આપનાં મહાવ્રતોની દીક્ષા આપી અભય આપો. શું સિંહણ ઘાસ ખાશે ! હે જગવત્સલ પ્રભુ ! આજે આપનું “ધર્મસારથિ પદ સફળ કરી મને બચાવો, મારો ઉદ્ધાર કરો.' રાણી મૃગાવતીની આ ભાવના જાણી, ભગવાન મહાવીર વિહાર કરી કૌશાંબીના બાગમાં પધાર્યા. રાણીને સમાચાર મળ્યા, જાણે ભાવતું ભોજન મળ્યું. રાણીએ હુકમ કર્યો : “કૌશાંબીના દરવાજા ઉઘાડી નાખો. ભગવાનનાં દર્શન કરવા સૌ ચાલો. શત્રુથી કોઈ ડરશો નહિ. પાછળ શું થશે તેનો ગભરાટ રાખશો નહિ; જગતના નાથ પ્રભુ પધાર્યા છે. શત્રુ મિત્ર થશે. વેરનો અગ્નિ શમી જશે અને બધાનું કલ્યાણ થશે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy