SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આવ. ...૩૨૩ હે પુત્ર! તારા ગુણોનાં હું શું વર્ણન કરું ? ભંભાસાર ગ્રહણ કરનાર મારો બુદ્ધિશાળી પુત્ર કદી પરદેશમાં ભટકે ખરો ? પોતાના માતા-પિતાને છોડી તે વણિકને ત્યાં રહે ? ૩૨૪ ... ‘શ્વાન’ શબ્દ કહેતાં તું ગુસ્સામાં ઘરબાર છોડી ચાલ્યો ગયો. સ્વમાની એવો તું સાસરામાં જઈને વસ્યો ? આ સૌથી વધુ ખરાબ કહેવાય. ઉત્તમ મનુષ્યો મર્યાદાથી વધુ સાસરામાં રહેતા નથી. ... ૩૨૫ મહારાજા પ્રસેનજિતે પત્રમાં રાજકુમારને કડક પરંતુ થોડાં શબ્દોમાં ઘણું લખ્યું. ‘શ્વાન’ કહેતા ઘરનો ત્યાગ કરનાર તું ‘ઘરજમાઈ’ બનીને રહ્યો ?, તેમાં તેં શું સારું કાર્ય કર્યું ?’' ... ૩૨૬ મહારાજા પ્રસેનજિતે (માર્મિક બોધ આપતાં) કહ્યું, “હે વિવેકી પુત્ર! તું વિચાર કર. કૂતરો અજ્ઞાની પશુ છે તેથી હળધૂત થવા છતાં પાછો તે જ સ્થાને આવે છે.ઘરજમાઈ ભૂંડો છે કારણ કે (બીજાના છે મહેણાં ખાઈ) ત્યાં જ રહી પારકાનું ધન ખાય છે. ... ૩૨૭ પ્રસેનજિત રાજાએ પત્ર લખી વિશ્વાસુ દૂત (સુમંગલ) સાથે બેનાતટ નગરે મોકલ્યો. દૂત પૂછતાછ કરી રાજકુમાર પાસે પહોંચ્યો. દૂતે તેમના હાથમાં પત્ર આપ્યો. પિતાજીનો પત્ર મળતાં જ રાજકુમાર અત્યંત પ્રસન્ન થયા. ...૩૨૮ ‘આ પિતાજીના અક્ષરો છે', એવું જાણીને રાજકુમાર ખૂબ સ્નેહપૂર્વક પત્ર વાંચવા લાગ્યા. અષાઢ મહિનાની મૂશળધાર વર્ષાની જેમ તેમની આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી. ૩૨૯ (કુમારનું દિલ ભરાઈ ગયું.)કુમારે પત્ર વાંચી માથું ધૂણાવતાં મનમાં વિચાર્યું, ‘શું હું શ્વાનથી પણ હીન છું ? પિતાજીએ ફરી પાછાં કટુવચનો શા માટે લખ્યા છે ?’ સુજ્ઞ એવા રાજકુમાર શ્રેણિક ચિંતન કરવા લાગ્યા. Jain Education International ૭૧ For Personal & Private Use Only ... ...૩૩૦ કવિ ઋષભદાસ કહે છે કે,માતા-પિતા, ગુરુ, જ્યેષ્ઠ બાંધવ અને શેઠને સદા નમસ્કાર કરી આશીર્વાદ મેળવો. તેમણે કહેલાં કટુવચનો હિતકારક હોવાથી તેમનો વિરોધ કરી તેમનું અપમાન કરવું એ યોગ્ય નથી. ... ૩૩૧ કુમારે શાંત ચિત્તે પત્રનો વળતો ઉત્તર આપતાં લખ્યું કે, ‘પિતાજી ! શ્વાન હડધૂત થવા છતાં પોતાનું સ્થાન છોડતો નથી તેથી હીણો કહેવાય છે, તેમ રાજાના અપમાનથી અપમાનિત થયેલો હું જો તે સ્થાનને છોડું નહીં તો શ્વાનથી પણ વધુ હીણો (કનિષ્ક) બનું. ૩૩૨ પિતાજી ! સસરાના ઘરે રહેનાર ઘર જમાઈ અને ઘરનો શ્વાન સમાન છે, તે હું જાણું છું, ઘરજમાઈ રહેવાની મને કોઈ હોંશ નથી પરંતુ જ્યાં સ્વયં રાજા (પિતા) પોતાના પુત્રનું અકારણ અપમાન કરે તો તે પુત્ર (માટે બે માર્ગ છે) પરલોક જાય અથવા પરદેશ જાય. ૩૩૩ પિતાજી ! જે વિકલાંગ હોય તેને ઠપકો આપો, સખ્ત માર મારો તો તેને પોતાના પ્રાણ પ્રિય હોવાથી સહન કરી લેશે (અશક્ત પાસે અન્ય કોઈ ઉપાય નથી) પણ મારા જેવો સશક્ત અને ભણેલો પુરુષ કટાક્ષયુક્ત, અસભ્ય વચનોના બાણો વડે વીંધાઈને શું તે જ સ્થાનમાં રહે ખરો ? ...૩૩૪ ... www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy