SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ ...૩૦૨ કારણકે તમને ગર્ભ સમયે સર્વ જીવોને અભયદાન આપવાની ઈચ્છા થઈ હતી.’’ પતિનો આનંદિત ચહેરો જોઈ સુનંદાએ અવસર જોઈ પ્રેમથી પૂછ્યું, “હે સ્વામી! તમે ક્યાંના રહેવાસી છો ? તે મને કહો.’ ...૩૦૩ કુમારે કહ્યું, “દેવી! હું જ્યાં રાજગૃહી નગરી છે ત્યાંનો ગોપાલ છું. સૌથી ઊંચા, સફેદ દીવાલોવાળા ભવનમાં રહું છું.'' (પાક્કુર યા ગોપાના વયં રાનગૃહે પુરે) સુનંદા પતિના વચનોથી સમજી ગઈ કે તેઓ કોઈ મંત્રી કે રાજાના પુત્ર હોવા જોઈએ. સુનંદાનું મન પ્રસન્ન થયું. સુનંદા સદા પતિનું મન આનંદમાં રહે તેવું પ્રિય કાર્ય જ કરતી. ... ૩૦૪ ... ૩૦૫ ધનાવાહ શેઠની હવેલીમાં રાજકુમાર શ્રેણિક આનંદથી રહેતા હતા. કવિ ઋષભદાસ કહે છે કે, હવે રાજગૃહી નગરીના મહારાજા પ્રસેનજિતની કથા સાંભળો. ... ૩૦૬ દુહા : ૨૦ પ્રસેનજીત પ્રથવી ઘણી, કરતો અસ્યો વિચાર; શ્રેણિક સૂત પરદેસ ગયો, કહોનિં દેસ્યુંભાર ૩૦૭ : અર્થ - રાજગૃહીનગરીના ધણી પ્રસેનજિત રાજાએ એક દિવસ મહેલમાં બેઠાં બેઠાં વિચાર કર્યો કે, ‘મારો બુદ્ધિશાળી અને ચતુર પુત્ર શ્રેણિક તો આ રાજ્ય છોડી પરદેશમાં ગયો છે.(તેના કોઈ પાછા આવવાના સમાચાર નથી.) આ રાજ્યનું ઉત્તરદાયિત્વ હું કોને સોપું ? કોને યુવરાજ બનાવું ?’ ચોપાઈ : ૪ પુત્ર વિરહનો ખેદ ...૩૦૭ Jain Education International અસિઉં ચિંતવઈ પ્રથવીરાય, દિલ સિઉં બહુ ચિંતાતુર થાય; કવણ દેસ ગયો મુઝ પુત્ર, કવણ સોપ્યું ઘરનું સૂત્ર પુત્ર નવાણું નહી ગુણવંતા, તે પરજાનિં નવિ પાણંતિ; અસિÎ વિમાસઈ રાજા જસંઈ, શ્રુક સંબોધન આવ્યો તસંઈ મલ્યો રાયનિં કીધી ભેટી, વણજારો એમ બોલઈ નેટી; પુત્ર એકસો હુંતા આંય, નવાણું દીસઈ તે કાંય તવ નર પતિ બોલઈ તસ ઠારિ, રત્ન રહઈ કિમ મહારઈ બારિ; મહારી બુધિ તે મુઝનઈ ફલી, જગ મોહન સુત ચાલ્યો વલી પરીક્ષા તેહની કોધી ઘણી, મુઝ આગન્યા ધરતો સિર ભણી; મહારઈ કુવચનં તે ગયો, વલતો તે પરગટ નવિ થયો ક્ષુક સંબોધન બોલ્યો તામ, સુણિ શ્રેણિક રહેવાનો ઠામ; બેનાતિટ રહે ધનાવો સાહ, રહઈ સુનંદા સિંઉં તિહાં રાય રાય કહઈ નવિ માનૂં ત્યાંહિં, મુઝ નયણે ન દેખ્ખું જ્યાંહિ; મીઠે વચને બહુ મુઝ કહઈ, સુતની સુધિ કો નવિ લહઈ ન For Personal & Private Use Only ૩૦૮ ૩૦૯ ... ૩૧૦ ...૩૧૧ ૩૧૨ ૩૧૩ ... ૩૧૪ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy