SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ Jain Education International કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ દુહા : ૭ એક દીઠઈ મન ઉલસઈ, એક દીઠઈ ઉલાય; એક દૂરિ ગયા નવિ વીસરઈ, એક પાસિં ન સુહાય કીજઈ પ્રીતિ સુમાણસાં, જે જાણઈ ૨સ ભેય; સુકડિ પથર ક્યું ઘસી, તોહઈ ન આપઈ છેહ સખી સુગુણ સુમાણસાં, ફરી ન દીજઈ પુઠિ; જોધાઈ મિલીઈ નહી, તો બેઠાથી ઉઠિ ભેટચો ઉઠી પ્રેમસ્યું, હઈડઈ અતિ આણંદ; જાણું જીવ ચકોર નઈ, મલીઉઇ સગુણો ચંદ ૧૨૭ = અર્થ : કોઈ વ્યક્તિને જોઈને મન ઉલ્લાસ-આનંદ કે સદ્ભાવ અનુભવે છે, જ્યારે કોઈ વ્યક્તિને જોઈને મન બેચેન બને છે. કોઈ કોઈ વ્યક્તિ ઘણા દૂર (પરદેશમાં કે સ્વર્ગલોકમાં) ગયા હોય છતાં તેનું સ્મરણ સતત રહે છે, જ્યારે કોઈ કોઈ વ્યક્તિ નજીક હોવા છતાં અરુચિકર (અળખામણાં) બને છે. ૧૨૪ સજ્જનો સાથે મૈત્રી કરો, જે વિવેકાવિવેકની રસભિન્નતા જાણે છે. સુખડ પત્થર ઉપર ઘસાય છે, છતાં તે કોઈને દગો આપતું નથી. ૧૨૫ તેમ સજ્જનો કદી વિશ્વાસઘાત કરતા નથી. તેઓ આપેલું વચન તોડતા નથી. રાજકુમાર શ્રેણિક જેવા શેઠને મળવા ગયા તેવા જ શેઠ પેઢીએ બેઠા હતા, તે ઊભા થઈ ગયા. રાજકુમાર શ્રેણિક અત્યંત આનંદપૂર્વક શેઠને ભેટી પડચા. શેઠ પણ કુમારને પ્રેમપૂર્વક ભેટચા. જાણે જીવરૂપી ચકોરને સદ્ગુણરૂપી ચાંદનીનું મિલન ન થયું હોય ! ૧૨૬ ... ૧૨૭ ઢાળ : ૬ પુણ્યશાળીને પગલે – વ્યપાર વૃદ્ધિ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર. ચંદ જમ્યો નર જાણીઉ, હુઉં અતિહિં ઉલાસ રે; આંવિ સ્વામિ મુઝ પેઠીઈ, પોહચાડો મુઝ આસ રે ચંદ જસ્યો નર જાણીઉ... આંચલી. હાટિ બેઠો નર તેહનઈ, નફો સબલ તસ થાય રે; દેખિ શ્રેણિક નઈ હરખીઉ, સહી પુરુષ મહિમાય રે મીંઢલ રોહિણીની તજા, કચૂરા ત્રિફલાય રે; સીંઘવ સુંઠિ ગલો ઘણી, લીજઈ તુમ નર રાય રે ઈંદ્રજવિં ભરયો ટોપલો, હરડાં નઈ અહિ ડાય રે; લેહ ગિર માલો ધિન વિના, વિમાસો નર કાંય રે પાપી અને પુણ્યશાળીનો પ્રભાવ For Personal & Private Use Only ... ૧૨૫ ૧૨૪ ... ૧૨૬ ... ... ... ૧૨૮ ૧૨૯ ચં. ૧૩૦ ચં. ૧૩૧ ૨. www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy