SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ પરિશિષ્ટ - ૩ શ્રેણિકપાસ અને અભયકુમાર રાસમાં આવતી કથાઓ આદ્રકુમાર મુનિ (ભરડેસરની કથા પૃ. ૧૧૩ થી ૧૧૮) અનાર્ય દેશમાં(આર્વક રાજા અને આર્દિકા રાણીનો પુત્ર) આર્દિકકુમાર જન્મ્યાં. આર્વક રાજાની શ્રેણિક રાજા સાથે મૈત્રી હતી. તેઓ એકબીજાને ભેટ મોકલતા હતાં. એક વખત આર્તક કુમારે અભયકુમાર સાથે મિત્રતા કરવા ભેટ મોકલી. અભયકુમારે વિચાર્યું, “આ કોઈ હળુકર્મી આત્મા છે. પૂર્વભવમાં વિરાધકપણે મૃત્યુ થવાથી અનાર્ય દેશમાં જન્મ્યો છે. હું તેનામાં ધર્મ જાગૃતિ લાવીશ.” અભયકુમારે મંજૂષામાં સામાયિકના ઉપકરણો ભેટમાં મોકલ્યા. તેને જોઈ આદ્રક કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં પોતે સામાયિક નામનો કણબી હતો. વ્રત ભંગ થવાથી અનાર્ય દેશમાં જનમ્યો. આદ્રક કુમારે સ્વયં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. ત્યાં આકાશવાણી થઈ. તારાં ભોગાવલી કર્મ બાકી છે તેથી શ્રમણ બનવાની ઉતાવળ ન કર.” છતાં પ્રબળ વૈરાગ્ય હોવાથી તેઓ પ્રત્યેક બુદ્ધ મુનિ તરીકે વિચરવા લાગ્યા. તેઓ વસંતપુર પાટણમાં આવ્યા. ત્યાં કાયોત્સર્ગમાં સ્થિર થયાં. ત્યારે (પૂર્વભવની સ્ત્રી) શ્રીમતી સખીઓ સાથે ઉદ્યાનમાં આવી. તેમણે રમત શરૂ કરી. સખીઓ એક એક થાંભલાને પતિ ઠરાવી રમવા લાગી. શ્રીમતી આંખો બંધ કરી રમતી હતી. તેણે કાયોત્સર્ગમાં ઉભેલા મુનિને પકડવા. ત્યાં ફરી આકાશવાણી થઈ કે “બરાબર છે. શ્રીમતીએ મુનિને પતિ તરીકે સ્વીકાર્યા. ભોગાવલી કર્મનો ઉદય સમજી મુનિએ બાર વર્ષ સુધી ગૃહસ્થ જીવન પસાર કર્યું. તેમનો એક પુત્ર થયો. મુનિએ પુનઃ દીક્ષા લેવા સમ્મતિ માગી ત્યારે પુત્રએ પિતાના પગમાં બાર તાંતણા વીંટટ્યા. તેથી તેમણે પુનઃ બાર વર્ષ સંસારમાં ગાળ્યા. ત્યાર પછી શ્રમણ બની મોક્ષે પધાર્યા. હૃદય પરિવર્તનનો આ અપૂર્વ પ્રયોગ અભયકુમારની બુદ્ધિ પ્રતિભાને આભારી છે. સુલકુમાર : (સંસાર સપના કોઈ નહિ અપના – પૃ. ૨૨૦ થી ૨૨૬.) કાલસૌરિક કસાઈનો પુત્ર સુલસ હતો. અભયકુમારે તેને સંસ્કારિત બનાવવા તેની સાથે મિત્રતા કરી. અભયકુમારની મિત્રતાથી તેને પવિત્રતાનો આભાસ થયો. તે મનથી હિંસાને ધૃણાત્મક સમજવા લાગ્યો. તે અરસામાં કાલસૌરિક કસાઈ મહાભયંકર રોગથી ઘેરાયો. વૈદ્યોના ઉપચાર નિરર્થક નીવડયા. સુલસના ઉપાયો નિષ્ફળ ગયા. સુલશે અભયકુમારને પિતાની શાંતિ માટે ઉપાય પૂછયો. અભયકુમારે કહ્યું, “અત્યધિક પાપકર્મો તથા નરકાનુબંધને કારણે અશુભ કર્મબંધનો દારુણ કર્મ ફળ મળે છે તેથી ઈન્દ્રિયોનું પોષણ તેને આ સમયે નહીં ગમશે. શીતલ જળ માંગે ત્યારે ગટરનું દુર્ગધયુક્ત પાણી આપજે. ચંદનના લેપની જગ્યાએ વિષ્ટાનો લેપ કરાવજે તથા મુલાયમ શય્યાને સ્થાને કાંટાની વાડ પર સુવડાવજે.” સુલસે તે પ્રમાણે ઉપચાર કર્યા. કાલસીરિક ખરેખર ભરપૂર નિદ્રામાં સૂઈ ગયો. તેનું મૃત્યુ થયું. તે નરકમાં ગયો. સુલસે જાણ્યું કે પાપનું ફળ કેટલું ભયંકર છે ! સુલસે પિતાનો પાપકારી વ્યાપાર બંધ કર્યો. પરિવારજનોએ તેના પર જબરદસ્તી કરી. પરિવારજનો ન સમજ્યા ત્યારે સુલસે છરો લઈ પોતાની જાંધ પર પ્રહાર કર્યો. અતિશય પીડા થવાથી તે જાંધ પકડી બેસી ગયો. તેણે કહ્યું, “કોઈ મારું દર્દ વહેંચી લ્યો.” લોકોએ કહ્યું, “મૂર્ણ! દઈ કદી વહેંચી શકાય? અમે તો વ્યાપારમાં ઉત્સાહિત કરવા તને એવી વાત કહી હતી.” તુલસને સમજાયું કે દર્દ વહેંચાતું નથી પરંતુ ભોગવવું પડે છે. તેણે નિર્દોષ પશુઓની હત્યા ન કરવાનો સંકલ્પ કર્યો. પરિવારજનોએ તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy