SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ४७७ વચન કાજિં નારિ મોકલી, મુંકઈ વ્યંતરો ચોર રે; ઉંમર કહે બહેની માહરી સહી, તજો પાપ આઘોર રે. ••• ૭૯૧૦ કમરની સ્તુતી કરી સ્ત્રી વલી, આવી ચોરટાયાંહિરે; સીલનિ સત જાણી કરી, મુકે તસકર ત્યાં હિરે. ••• ૭૯૨ ૧૦ વચન પાલિ ઉઠાવ્યંતરો, મુંકી સુંદરી સાર રે; સોય મલી નીજ કંતબિં, બોલ્યો અભયકુમાર રે. . ૭૯૩ન૮ કોણ સાસીક નર એહમાં, ભાખંઈ એક ભરતાર રે; રાખસ નારિતસકર ભલો, ભલો એક કહે જાર રે. ••• ૭૯૪ ૧૦ ઘણોં જવખાણતો ચોરને, ગહ્યો તેહનો હાથ રે; બુધિ કરી જમનાવી, આણ્યો જિહાં નર નાથરે. ••• ૭૯૫ ૧૦ વિદ્યા આકર્ષણી આપવા, બેઠોંસોય શુભ ઠામ રે; રાય શ્રેણીક ઊભો રહ્યો, વિદ્યાનેં શિર નામી રે. ... ૭૯૬ ૧૦ અર્થ - રાજગૃહી નગરીમાં એક માતંગ નામનો ચાંડાલ (શુદ્ર) રહેતો હતો. તેની પત્ની (વિરૂપા) ગર્ભવતી બની. તેને ત્રીજા માસે ગર્ભના પ્રભાવે એક દોહદ ઉત્પન્ન થયો. ... ૭૮૧ તે ચાંડાલની સ્ત્રીને અકાળે (શરદઋતુમાં) પાકી કેરી આમ્રફળ ખાવાની અભિલાષા થઈ. (તે સમયે કેરીની મોસમ ન હતી તેથી કેરી મળવી મુશ્કેલ હતી. મહારાજાના કહેવાથી અભયકુમારે મહારાણી માટે રમણીય ઉદ્યાન અને તેની મધ્યમાં એક સુંદર એક સ્તંભવાળો ભવ્ય પ્રાસાદ કરાવવા અઠ્ઠમ તપ કરી એક દેવની આરાધના કરી. સર્વ ઋતુઓનાં ફળો ફળે તેવા નંદનવન સમાન ઉદ્યાનની રચના દેવ દ્વારા થઈ. તેના મધ્યમાં એક ધવલ ગૃહની રચના પણ થઈ.) “આ નવા બગીચામાં જરૂર કેરી હશે એવું વિચારી ચાંડલ ઉદ્યાન તરફ વળ્યો. ... ૭૮૨ વિદ્યાસિદ્ધ ચાંડાલ પાસે અવકામિની વિદ્યા હતી. (ચાંડાલે બગીચાના પાછળના ભાગમાં દીવાલની બહાર ઊભા રહી) તેનું સ્મરણ કર્યુ. આમ્ર વૃક્ષની ઊંચી ડાળી નીચી નમી. તેના ઉપર દેખાતી સુંદર કેરીઓનો ઝુમખો તેણે (હાથ લાંબો કરી) લઈ લીધો. .૭૮૩ (ચાંડાલના સ્પર્શથી આંબો કરમાઈ ગયો) માળીએ સવારે જોયું કે (આંબો સૂકાઈ ગયો છે.) કોઈ કેરીઓ ચોરી જાય છે. માળીએ રાજાને ફરિયાદ કરી રાજાએ તપાસ કરાવી પણ કાંઈ ખબર ન મળતાં) બુદ્ધિના મહાસાગર સમાન પોતાના પુત્રને ત્યાં બોલાવીને કહ્યું, “અભયકુમાર કેરીના ચોરને કોઈપણ રીતે શોધી લાવો.” (અભયકુમારે પ્રતિજ્ઞા લીધી કે સાત દિવસની અંદર ચોરને શોધી લાવીશ.) ... ૭૮૪ મધ્ય રાત્રિના સમયે અભયકુમાર વેશપલટો કરી નગરચર્યા કરવા નીકળ્યા. તેઓ નગરની બહાર (ચાંડાલની વસતિમાં) આવ્યા. કડકડતી ઠંડી પડતી હતી. કેટલાક લોકો તાપણું કરીને બેઠા હતા. ત્યારે અભયકુમાર ત્યાં તપવા બેઠા. કેટલાક પુરુષો ઠંડીથી બચવા તાપણા પાસે આવીને બેઠા. ... ૭૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy