SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ४४७ ન્યાય નીતિ રાખઈ સદાજી, નારાણપણું પુણ્યવંત; રીષભ કહે ઉદયન ભલોજી, ઉગારિ પર જંત •..૬૧૯ ૧૦ અર્થ - એકવાર ઉદાયનરાજા વાસવદત્તારાણી સાથે અરણ્યમાં પહોંચ્યા. રાણીએ જંગલમાં હેરતભરી આશ્ચર્યજનક વાત સાંભળી પતિના ચરણે પ્રણામ કરી પૂછયું. ..૬૦૭ વામીનાથ! પગદંડીએ પ્રયાણ કરતાં મેં કેટલાક ચારોને જોયા. જેમ દિવાલ ઉપર દોરેલું ચિત્ર સ્થિર હોય છે, તેમ તેઓ માર્ગમાં થંભી ગયા હતા. (તેનું શું કારણ?)” ઉદાયનરાજાએ કહ્યું, “સતી મૃગાવતીના મંત્રનો જાપ કરવાથી સર્વ વિપત્તિઓ દૂર થાય છે તેમજ સર્વ કાર્યો પાર પડે છે.” ...૬૦૮ રાણીએ કહ્યું, “વામીનાથ! મૃગાવતી સાધ્વીજી હતા. તેમની કથા મને વિગતવાર કહો.” ઉદાયનરાજાએ પોતાની માતા મૃગાવતીજીની કથા રાણી વાસવદત્તાને કહી. વાસવદત્તા રસિક કથા શ્રવણ કરી તેના રસાસ્વાદથી આનંદિત થયા. ...૬૦૯ રાણીએ કહ્યું, “મહાસતી મૃગાવતી સાધવીજીને ધન્ય છે ! તેમણે ઉદાયનરાજા જેવા મારા પતિને જન્મ આપ્યો છે. હવે બીજાં વૈરી હોય તો પણ શું? આપણા બંનેનો શુભયોગ થયો છે' એમ કહી રાણી આનંદ પામે છે. .... ૬૧૦ વાસવદત્તાએ સાસુજીની સ્તુતિ કરતાં કહ્યું, “અમારા કુળમાં સાધ્વી મૃગાવતીજી, જે મારા સાસુ છે. તેમનું શીલ-સદાચાર અને સત્ત્વ અપરંપાર છે. હું તેમના ચરણોમાં વંદન કરું છું. તમે મારા સ્વામી છો. તમે પણ ગુણોના ભંડાર છો.” ...૬૧૧ એકવાર ઉદાયનરાજા શિકાર કરીને જંગલમાંથી પાછા ફર્યા. તેમણે રાજસભામાં આવી સેવકોને પૂછયું, “જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામી ક્યાં બીરાજે છે? મને તેમના વંદન કરવા છે.” ...૬૧ર સેવકો જ્યારે વધામણી લાવ્યા ત્યારે રાજાએ તેમને ખૂબ ધન આપી સંતુષ્ટ કર્યા. સેવકોએ કહ્યું, “જિનેશ્વર ભગવાન મહાવીર સ્વામી કનકગિરિ પર્વત ઉપર બીરાજમાન છે.” ઉદાયનરાજા પોતાની રાણી વાસવદત્તા સાથે ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે જિનેશ્વર ભગવાનના ચરણે વિધિપૂર્વક વંદન કર્યા. ... ૬૧૩ ત્યાર પછી ઉદાયનરાજા પોતાની માતા સાધ્વીજી મૃગાવતી પાસે ગયા. ત્યાં જઈને તેમણે સાધ્વીજીને ભાવપૂર્વક ત્રણ વંદના કરી. વાસવદત્તા રાણીએ પણ સાધ્વી મૃગાવતીને ભાવપૂર્વક વંદના કરી કહ્યું, “હે મહાસતીજી ! આપને ત્રણે કાળ નમસ્કાર હોજો. ..૬૧૪ હે સાધ્વી મૃગાવતીજી! આપ મારા સાસુ છો. નિત્ય આપની આજ્ઞા માથે ચઢાવીશ. આપનાં નામ સ્મરણથી માર્ગમાં લૂંટારાઓ પણ થંભી જાય છે. લોકો નિશ્ચિત બની મુસાફરી કરી શકે છે.” ...૬૧૫ - સાધ્વી મૃગાવતીએ પોતાની પુત્રવધૂને કહ્યું, “આ જિન ધર્મનો પ્રભાવ છે. જિનનો ધર્મ કલ્યાણકારી છે. હે વાસવદત્તારાણી! દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારના ધર્મનું આરાધન કરી સર્વ કર્મથી છૂટકારો મેળવો. ...૬૧૬ આ રાજ્ય, સંપત્તિ, ઐશ્વર્ય અને યૌવન પસાર થતાં વાર નહીં લાગે. (આ બધી વસ્તુઓ ક્ષણિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy