SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” ઉદયન એકલો આઘો જાઈ રે, જિન જનનીના ગીત સુગાઈ રે; ઘોષાવતી વીણા તે વાઈ રે, રાજ સુણવાને સાતમો થાઈ રે .. ૪૬૪ સૂણે એક ચિતિ ડોલઈ આપો રે, મહુઅરિ સુણિ જિમ ઝુલે સાપો રે; જિમ જોગી શર ધ્યાને લીનો રે, તિમ ગજ રાજા ગાને લીનો રે ... ૪૬૫ આવે ઉહોરો સીસ નમાવું રે, વલી વન હસતી આઘો જાયેં રે; ઘોષવતી નઈ નાદે મોહ્યો રે, ઉદયનને નવિ મુંકઈ સોહ્યો રે ... ૪૬૬ ઉદયન હઈડે હરખ ન માય રે, ગાઢિ કરી ગુણ જિનના ગાર્ડે રે; દેવનું ગાન તે કીધું ત્યાહિં રે, ગજ ઊભો રહ્યો સુણે વનમાંહિ રે .. ૪૬૭ જાણ્યો કુમરેં ગજ મોહ્યો ગાને રે, કુણ નવિ મોહે માહરે તાને રે; જગમાંહિ ભાખ્યા વેદ સુચ્ચારો રે, પંચમ વેદ તે રાગ સુતારો રે ... ૪૬૮ અર્થ:- હાજરજવાબી અભયકુમારે તરત જ કહ્યું, “મહારાજ! હું એક ઉત્તમ ઉપાય બતાવું છું. તેના ઉપર તમે વિચાર કરો. આ ઉદાયનરાજાને અહીં બોલાવવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. રાજનું! તમે એક વાંસનો મદોન્મત્ત સુંદર કૃતિમ હાથી બનાવો. (સાચા હાથીની જેમ ગતિ, આસન વગેરે ક્રિયાઓ કરે.) ... ૪૫૫ રાજનું! આ વનહસ્તિની અંદર હોંશીયાર અને ચપળ (શસ્ત્રધારી) સુભટો જ રહે. તેઓ આ વનહસ્તિ સાથે કૌશાંબી નગરીના જંગલમાં જાય. જ્યારે ઉદાયન રાજા અરણ્યમાં આવી વીણા વગાડે ત્યારે વાંસના વાહસ્તિમાં રહેલા સુભટો યુક્તિપૂર્વક તેમને પકડીને અહીં ઉજ્જયિની નગરીમાં લાવે. .. ૪૫૬ - ઉદાયન રાજા આપના રાજ્યમાં બંદીવાન (શરણાર્થી) હોવાથી તેઓ બધી વિદ્યા રાજકુંવરીને શીખવશે. ચંડપ્રદ્યોતનરાજાને અભયકુમારની આ યુક્તિ સત્ય અને યોગ્ય લાગી. તેમણે વાસ્તવિક હાથી જેવો જ એક વાંસનો મહાકાય વનહસ્તિ બનાવ્યો. અરણ્યમાં જતાં પૂર્વે તેના કપાળે સિંદુરનું તિલક કર્યું....૪૫૭ તેના શરીર ઉપર સુંદર શણગાર કર્યો. તેના પગથી માથા સુધીના અંગો સારી રીતે સજાવ્યાં. તેના શરીર ઉપર સુંદર આભૂષણો પહેરાવ્યાં. આ વનહસ્તિનું શરીર ઘંટ, ચામર અને ઘુઘરાના શણગારથી યુક્ત હતું. તેના વિશાળ દંતશૂળો સુવર્ણથી મઢેલાં હતાં. ... ૪૫૮ તેના ચારે પગમાં સુવર્ણના નેપૂરો અને ગળામાં મોતીનો હાર હતો. આ વનહસ્તિ પટ્ટહસ્તી જેવો કંઈક અનોખો અને રળિયામણો હતો. આ કોઈ કપાળે મદઝરતો મદોન્મત્ત હાથી ન હોય તેવો દેખાતો હતો. તેના સૌંદર્યને જોઈને અરણ્ય ઐરાવત હાથી પણ તેના રૂપની ઈર્ષા કરે તેવો આકર્ષક હતો. ... ૪૫૯ આ વનહસ્તિ લૂંઢ ઉછાળતો, દંતશૂળો વડે પ્રહાર કરતો, ભયંકર ગર્જરવ કરતો હતો. તેના શરીર ઉપર તેને સુશોભિત કરવા માટે મૂકેલી ઝુલોમાં સુભેટો સંતાઈને રહ્યા. આ મદોન્મત્ત વનહસ્તિ ધીર, ગંભીર ચાલે ચાલતો કૌશાંબી નગરીના અરણ્ય તરફ આવ્યો. ...૪૬૦ આ અરણ્યમાં રહેતા એક આદિવાસીએ આ અનુપમ વનહસ્તિને જોયો. તેણે જઈને ઉદાયનરાજાને સમાચાર આપતાં કહ્યું, “મહારાજ ! અરણ્યમાં આજે એક અનોખો અને અદ્વિતીય હાથી આવ્યો છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy