SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૫ ગણિકા હુઈ શ્રાવિકા, મુઝને પાડ્યો પાશ; હવે કુણ સંચઈ છૂટીઈ, તે કાઈ બુદ્ધિ વિનાશ ••• ૮૬ અર્થ:- જેમ લાલ રંગનું બોર દેખાવમાં સુંદર હોય છે તેમ દુર્જન વ્યક્તિનું મન બહારથી બોર જેવું સુંદર અને રળિયામણું દેખાય છે પરંતુ અંદરથી તેઓ બોરના ઠડિયા જેવા કઠણ અને નિર્દયી હોય છે. ...૧૮૧ કવિ ઋષભદાસ કહે છે કે, આ રીતે વનરાજ (સિંહ) અધર્મ (હિંસા) કરે, છતાં ચાયનું સેવન કરે છે. મોરનાં હેડે સબલ કષાય હોય, મુખે મીઠું બોલે અને તેનું દર્શન પણ સુંદર લાગે. ...૧૮૨ તેવી જ રીતે ગણિકાના મુખમાં મીઠાશ હતી પરંતુ હૈયામાં ભરપૂર કષાય હતો. ગણિકા કપટી હતી. અભયકુમાર બુદ્ધિસાગર હતા. તેઓ ગણિકાની કપટ વિદ્યાથી બંદીવાન થયા. ...૧૮૩ અભયકુમારે વિચાર કર્યો કે, “કોઈનો પણ અતિશય વિશ્વાસ કરવો જોઈએ નહી. કોઈની સાથે સમજ્યા વિના મૈત્રી કરવાથી ભયંકર બંધનમાં પડાય છે. ...૧૮૪ મેં ગણિકાને શુદ્ધ શ્રાવિકા સમજી તેની સાથે ધર્મચર્ચા કરી સ્નેહ સંબંધ બાંધ્યો પરંતુ ગણિકા તો સીંદરીમાંથી સર્પ થઈ તેણે મને જદગો આપ્યો. ..૧૮૫ ઉજ્જયિની નગરીની ગણિકા વેશ પરિવર્તન કરી જૈન શ્રાવિકા બની. તેણે મને ધર્મના નામે ફસાવી બંધનમાં નાખ્યો. હવે કઈ રીતે હું અહીંથી મુક્ત બનું તે વિશે બુદ્ધિપૂર્વક વિચાર વિમર્શ કરું.’ ..૧૮૬ ચોપાઈ : ૪ ચાર વરદાનઃ લોહજંઘ દૂતને બચાવ્યો બુધિ વિમાસું મંત્રી તાંહિ, આણ્યોતવ ઉજેણીમાંહિ; ચંડપ્રદ્યોતનને જઈ દેહ, રાજા હઈડ બહુ હરખેહ અભયકુમાર પચારયો ઘણો, કરયોં કપટ ભોગવિ આપણો; અભયકુમાર કહે ધર્મ ઠગ કરી; બુધ કરી આપ્યો જો ઘરી પ્રગટ ઝાલીને આણઈ જેહ, જગમાહા બુધિ પ્રસંસ્યો તેહ; ઈસ્યાં વચન મંત્રીનાં સુણી, લાજ્યો ઉઠયો ઉજેણી ધણી પાંજરિ ઘાલ્યો અભયકુમાર, ભોજન ભગતિ કરે નીત સાર; અનુકરમેં વર આપઈ ચ્ચાર, સુણજ્યો ભાખું સોય વીચાર ઉજેણી રાજા વરિ જોય, ચ્યાર રત્ન અમોલક હોય; અનલગિરી હાર્થિ તે સાર, સો જાયણ ચાલે નીરધાર ગંધિ નાસઈ ગજ બીજાય, ગજ રત્નઈ જીત્યા રાજાય; અગ્નિભીરુ રથ જેહને હોય, અગ્નિમાંહિ પેસંતો જોય સીવાદેવી પટરાણી સાર, સીલવતી તેઅ છે અપાર; લોહજેવો છે દૂત વલી જેહ, સો ગાઉ પલંતો દેહ •.. ૧૯૩ (૧) લોહબંધ દૂતને બચાવ્યો. ત્રિ.શ.પુ.ચ. પર્વ ૧૦, સર્ગ-૧૧, પૃ.૧૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy