SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ • ૧૭૮૨ નોમો નંદ જવ જીવતો, તવ એક હવો ચાણાકિ; દંત સહીત તે જનમીઉં, વિપ્ર વંશ તસ ભાખિ. ... ૧૭૮૧ નંદિ તેહનિ દુહવ્યો, ખીજી નીકલ્યો તામ; ચંદ્રગુપતિનિ લેઈ કરી, લીધું નંદનૂ ગામ. વીરથી વરસ જ ગયાં, એકસો પંચાવન; ચંદ્રગુપતિ હુઉ તદા, લીધાં લોકનાં ધન. ૧૭૮૩ બિંદુસાર તસ ધણી, અશોક શ્રી તસ પુત્ર; કુણાલ રાય હુઉ પછઈ, સંપ્રતિ રાખઈ સુત્ર. ... ૧૭૮૪ સવા લાખ જેણિ શ્રાવકા, કીધા જિન પ્રાસાદ; સવા કોડિ બિંબ જ ભરયાં, વાજઈ ઘંટા નાદ. ... ૧૭૮૫ ચ્ચાર પાટ આગલિ હુઆ, ન લહુ તેહનાં નામ; ઉદાઈ પુંઠિ એ થયા, પરસીઝ પરવમાં ઠામ. ... ૧૭૮૬ ઉદાઈ શ્રેણિક કુલિ હવો, શ્રેણિક શ્રાવક પરમ; શ્રેણિક નૃપ મુગતિ જસઈ, ટાલી આઠઈ કર્મ. . ૧૭૮૭ અર્થ:- નંદરાજાનો મહિમા ચારે તરફ ફેલાયો. તેમનો એક પ્રધાન હતો. તેનું નામ કપિલપુત્ર હતું. તે પણ ખૂબ બુદ્ધિશાળી હતો. ... ૧૭૭૭ નંદરાજાની પાટે નંદ નામના જ રાજા થયા. નંદરાજા પછી અનુક્રમે નવ રાજાઓ રાજગાદીએ આવ્યા. તેમણે સમૃદ્ધિના લોભથી સોનાના ડુંગરો રચાય એટલી સંપત્તિ મેળવી. સંપત્તિની આસકિતથી તેમણે મૃત્યુ પામીને નરકની વાટ પકડી. ... ૧૭૭૮ કપિલ મંત્રી પછી તેમની જગ્યાએ પરંપરાગત બીજા નવા મંત્રીઓ થયા. છેલ્લા શિકડાલ મંત્રી થયા. તે નવમા નંબરના મંત્રી કહેવાયા. ... ૧૭૭૯ તેમના પુત્રનું નામ સ્થૂલિભદ્ર હતું. તેમને શ્રીયક નામનો બીજો પુત્ર પણ હતો. પકડાલ મંત્રીની સાત પુત્રીઓ (યક્ષ, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, એણિકા(સણા), વેણા અને રેણા)હતી. તેમનો ત્યાર પછી વંશવેલો ન ચાલ્યો. (શ્રીયકનું મૃત્યુ થયું, સ્થૂલિભદ્રજીએ સંયમ સ્વીકાર્યો.) ... ૧૭૮૦ નવમા નંદરાજા જ્યારે જીવતા હતા ત્યારે તેમના સમયમાં(ચણી બ્રાહ્મણ અને ચણેશ્વરી બ્રાહ્મણીનો પુત્ર) ચાણક્ય નામનો એક ચતુર અને બુદ્ધિશાળી બ્રાહ્મણ થયો. તે દાંત સહિત જન્યો હતો. બ્રાહ્મણોએ કહ્યું કે, “આ બાળક રાજા થશે.” ... ૧૭૮૧ એક વાર નંદરાજાએ તેમનું અપમાન કર્યું. (નવમા નંદ રાજાએ રાજસભામાં ચાણક્યનું હડહડતું (૧) શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૮, પૃ. ૧૪૭. (૨) ચાણક્ય મંત્રી, એજ, પૃ. ૧૬૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy