SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ અને કોણિકરાજા વચ્ચે યુદ્ધનાં મંડાણ થઈ ગયા હતાં. .. ૧૫૩૨ ચેડારાજા શુદ્ધ સમકિત ધારી હતા. તેઓ બાર વ્રતધારી શ્રાવક હતા. તેમનું પ્રત્યેક બાણ અમોઘ હતું. તેઓ એક બાણ છોડતા, તે બાણ શત્રુઓનો સંહાર કર્યા વિના ખાલી ન જતું. ... ૧૫૩૩ ચેડારાજાએ(ક્રોધથી કંપાયમાન થઈ) તીવ્ર વેગથી તીર છોડી કાલકુમાર નામના કોણિકરાજાના સેનાપતિને પંચત્ત પમાડી દીધો. કોણિકરાજાએ સમાચાર સાંભળ્યા. તેમનું મુખ પ્લાન થયું. તેમના પેટમાં ધ્રાસ્કો પડયો. ... ૧૫૩૪ ચેડારાજાના અમોઘ બાણ વડે બીજે દિવસે સુકાલ સેનાપતિ આહત થયા. ત્યાર પછી મહાકાલ કુમારની જીવનલીલા સમાપ્ત થઈ. કૃષ્ણ સેનાપતિ રણભૂમિમાં ઢળી પડયા. સુકૃષ્ણ સેનાપતિ ચેડારાજાના હાથે જમીનદોસ્ત થયા. ... ૧૫૩૫ ત્યાર પછી મહાકૃષ્ણ સેનાપતિ જીવનથી મુક્ત થયા. ચેડારાજાએ વિરકૃષ્ણ સેનાપતિને પણ સ્વર્ગવાસી કર્યો. રામકૃષ્ણ સેનાપતિનું જ્યારે ચેડારાજાના હાથે મૃત્યુ થયું ત્યારે કોણિકરાજા હિંમત હારી ગયા. ... ૧૫૩૬ યુદ્ધના નવમા દિવસે પ્રીયસેનકૃષ્ણ સેનાપતિ ચેડારાજાની સામે યુદ્ધભૂમિમાં સંગ્રામ કરવા આવ્યા. ચેડારાજાએ બાણ ચઢાવી તેમને નિશાન બનાવ્યા. તેમના બાણ વડે ક્ષણવારમાં પ્રીયસેનકૃષ્ણકુમારનો મૃતદેહ રણભૂમિમાં ઢળ્યો. ... ૧૫૩૭ દસમા દિવસે મહાસેનષ્ણકુમાર યુદ્ધ કરવા ચેડારાજા સમક્ષ આવ્યા. ચેડારાજાએ તેમના પર બાણ છોડયું. જેમ કોઈ ઉતાવળથી ઘરે પહોંચે, તેમ મહાસેનકૃષ્ણકુમાર શીવ્રતાથી યમ મંદિરે પહોંચ્યા.... ૧૫૩૮ ચેડારાજાએ દસ દિવસના બીભત્સ યુદ્ધમાં કોણિકરાજાના કાલાદિક દશ ભાઈઓને માર્યા. કવિ ઋષભદાસ કહે છે કે, કોણિકરાજાને શૂરવીર સેનાપતિઓના મૃત્યુથી અત્યંત ચિંતા થઈ. .. ૧૫૩૯ દુહા : ૭૮ ચિંતાતુર કોણી થયો, મુઝ હણો સઈ હ; સેનાની સઘલા પડયા, યુધ કરતાં જેહ. ... ૧૫૪૦ અર્થ - ચેડારાજા અજોડ બાણાવળી હતા. તેમના અમોધ બાણથી કોઈ બચી શકે એમ ન હતું. ત્યારે કોણિકરાજા ચિંતાતુર બન્યા. તેમને થયું કે, “હવે ચેડારાજા મને પણ જરૂર મારશે.” જેટલા સેનાપતિઓ યુદ્ધમાં લડવા ગયા તેટલા બધા જ ચેડારાજાના હાથે મૃત્યુ પામ્યા. (દસ દિવસના યુદ્ધમાં ચેડારાજાનો વિજય થયો.) . ૧૫૪૦ ચોપાઈ : ૧૬ રાણીઓનો કરુણ કલ્પાંત યુધ કરતા પડિઆ જસઈ, જિન રાજગૃહી આવ્યા તસઈ; વંદન રાય શ્રેણિકની નારિ, કાલી કૃષ્ણાદિક દસ ધારિ. • ૧૫૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy