SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' રણભૂમિમાં લોહીની નદીઓ વહેતી હતી. કવિ ઋષભદાસ કહે છે કે (યુદ્ધનું આવું દશ્ય) પાપ કર્મોની પરાકાષ્ઠા જોઈ, શરમથી સૂર્યદેવ પણ પોતાનું વદન છુપાવી અસ્તાચલ પર ચાલ્યા ગયા. ... ૧૫૧૮ દુહા ઃ ૭૬ કોતિગ ચંદજૂઈ પછઈ, બેહરણિ ઝૂઝઈ રાય; સુભટ બહુ ચેડા તણા, રવાણી કારણિ થાય. ••• ૧૫૧૯ અર્થ:- પછી રાત્રિના સમયે ચંદ્ર દેવ તે કૌતુક જોવા ઊભા રહ્યા. કોણિકરાજા અને ચેડારાજા આ બંને વીરો સંગ્રામમાં ઝઝૂમતા હતા. ત્યારે ચેડારાજાના ઘણા સુભટો પોતાના સ્વામીની મદદે દોડયા. .. ૧૫૧૯ ઢાળ : ૬૫ ભીષણ યુદ્ધ લંકામાં આવ્યા શ્રી રામ એ દેસી. રાગઃ મારૂ સ્વામી કારણિ રણમાં ધાય રે, કિહાં કોણી રાય રે; તાહરૂં પુરૂં થયું સહી આયા રે, હવઈ જીવતો તું નવિ જાય રે. ... ૧૫૨૦ એક કહઈ એ વંશ વિશ્રુધ રે, ભલિ માંડિ૯ એણિ અહીં યુધ રે; ઘણા દિવસના ખરજઈ હાથો રે, થાઉ ઉસીકલ નર નાથો રે. ... ૧૫ર૧ ઘણા દિવસના જે હથીઆર રે, કાટિ ભરયાં થયાં ખેઆર રે; તેહનિ બાહિર આજ હું કાઠું રે, વયરીનાં મસ્તગ પાડું . એ મછર છઈ સઘલા વીર રે, ઉતારચું હવઈ એહનું નીર રે; કાયર હણતાં સીએ વાર રે, કહઈ ઋષભ હસઈ જયકાર રે. .. ૧૫ર૩ અર્થ:- વિશાલા નરેશ ચેડારાજાના સુભટો તેમની મદદ કરવા યુદ્ધભૂમિમાં દોડયા. તેઓ મોટેથી બોલતા હતા કે, “કોણિકરાજા ક્યાં છે? તેમને પકડો” સુભટો પડકાર ફેંકતા બોલ્યા, “હે કોણિકરાજા! તમારું આયુષ્ય આજે પૂર્ણ થયું જ સમજો. હવે તમે રણ સંગ્રામમાંથી જીવતા પાછા નહીં ફરી શકો.” ..૧૫૨૦ એક સુભટે ગુસ્સામાં કહ્યું, “કોણિકરાજા વંશ વિશ્રુધ (કલંકિત) છે. જે થયું તે સારું થયું. તેમણે અહીં ભલે યુદ્ધના શ્રી ગણેશ કર્યા! અમારા હાથમાં ઘણા દિવસથી (યુદ્ધ કરવા માટે) ખંજવાળ-ખરજ થતી હતી. (અમે યુદ્ધ કરવા ઉત્સુક હતા.) અમે યુદ્ધ કરી અમારા સ્વામીનું આજે ઋણ ચૂકવશું. ... ૧૫૨૧ આ યુદ્ધના હથિયારો ઘણા સમયથી યુદ્ધશાળામાં નકામાં પડયાં હતાં. આ શસ્ત્રોનો ઉપયોગ ન થવાથી તેના પર કાટ ચડયો છે. કાટવાળા શસ્ત્રો બેકાર બન્યા છે. તે શસ્ત્રોને બહાર કાઢી સજાવું. તે શસ્ત્રો વડે હું શત્રુઓના મસ્તક ધડથી જુદા કરીશ.” ... ૧૫રર ચેડારાજાના સુભટોએ આહવાન આપતાં કોણિકરાજાએ કહ્યું, “તમારા પક્ષમાં બધા કાયર છે. અમે બધા શૂરવીર છીએ. પોતાની શૂરવીરતાની બડાઈ હાંકનારા સુભટોનો અમે ગર્વ ઉતારશું. કાયરોને મારતાં શું વાર લાગશે?” સુભટોએ કહ્યું, “વિજય તો અમારો જ થશે,' એમ કવિ કહે છે. .. ૧૫ર૩ ... ૧૫૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy