SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ આ વસ્તુઓ પ્રાપ્ત કરવા જતાં તેને ફક્ત મૃત્યુ જ મળશે. ...૧૪૭૩ હે દૂતડા! તું કાન ખોલીને સાંભળજે. તારી શાન (બુદ્ધિ) કેમ ઠેકાણે નથી? તું પણ તારા કોણિકરાજાની જેમ મારી પાસેથી હલ-વિહલ કુમારને પાછાં માંગે છે? કોણિકરાજાની જેમ તારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. ... ૧૪૭૪ લોકો ઘરમાં કાળાં ચીથરા જેવી તુચ્છ વસ્તુઓ પણ ક્યારેક કામમાં આવશે તેવું સમજી સાચવીને રાખે છે. ખેડૂત, શઠ એવા અજીવ ચાડિયાને ખેતરમાં અનાજનું રક્ષણ કરવા માટે ઊભો રાખે છે... ૧૪૭૫ વનનું તરણું તુચ્છ હોવા છતાં, જે પુરુષ તેનું શરણું સ્વીકારે છે, તેનું તે પોષણ (રક્ષણ)કરે છે. ચણોઠી દાંત નીચે દબાવીને ચાવવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે, જ્યારે તે ચણોઠીની માળાનો ઘરેણા તરીકે ઉપયોગ કરવાથી શોભી ઉઠે છે. એ માટે વિવેક ધરવો જોઈએ. ...૧૪૭૬ સંકટ સમયે પાણીના વેગીલા પ્રવાહમાં તણાતા વ્યક્તિએ બચવા માટે તુલસીના નાજુક તરણાનો સહારો લેવો કે વૃક્ષના મૂળને હાથથી વળગીને રહેવું અથવા છોડી દેવું તેનો વિવેક તેણે સ્વયં કરવાનો હોય છે. કોણિકને અણહકનું લેવા માટે શરમ આવવી જોઈએ. ... ૧૪૭૭ જે ક્ષત્રિય છે, જે સ્વયં પૃથ્વીપતિ છે; એવો વ્યક્તિ બીજાને શરણ આપે છે કે બીજાનું આપેલું ધન પાછું મેળવે છે. કોણિક આજે મતિમૂઢ બન્યો છે તેથી સારાસારનો કોઈ વિચાર કરતો નથી. તે દૂત! તારી વિવેક બુદ્ધિ ક્યાં ગઈ છે? .. ૧૪૭૮ અરે! હું નિરર્થક તારી નિંદા કરું છું. તેં તારી ફરજ અનુસાર કર્યું. જા હવે તારા હવામી પાસે જઈ આપણી જે વાત થઈ છે તે ત્યાં જઈ કહેજે.” ..૧૪૭૯ ચેડારાજાએ દૂતને ધમકાવીને પાછો મોકલ્યો. તે કોણિકરાજા પાસે આવ્યો. તે રાજસભામાં ચેડારાજા સમક્ષ જે વાતો થઈ તે રાજાને કહી સંભળાવી. દૂતે કહ્યું, “રાજનું! ચેડારાજા કહે છે કે શરણાગતને હું પાછો કઈ રીતે સોંપી શકું? તેઓ તમને વનના તૃણ સમાન તુચ્છ ગણે છે. ... ૧૪૮૦ જો હું ખોટું બોલું તો મને ભિખારી હત્યાનું પાપ લાગશે. તમને ચેડારાજાએ એક જીભ વડે લાખો અભદ્ર શબ્દો કહ્યાં છે. એવાં શબ્દો બોલતાં મને શરમ આવે છે. આ ચેડારાજા દુષ્ટ પરિણામી છે... ૧૪૮૧ ત્યાં મારા જેવા એકલા દૂતનું કોઈ કામ નથી. સીતાને મેળવવા રામ સ્વયં લંકામાં ગયા હતા તેમ આ પ્રતિકૂળ સ્થાન અને આકરા એવા ચેડારાજાને આપ જ વશ કરી શકશો.” દુહા : ૭૪ જો ચાલઈ તો તમે ચઢો, એ છઈ વાંકોઠામ; બહુ સંગ્રામ તહી હોસઈ, નહી કાયરનું કામ. ... ૧૪૮૩ અર્થ:- જો કાર્ય પૂર્ણ થવાનું હોય તો તમે ઘોડે ચઢો. (સફળતા પ્રાપ્ત થવાની હોત યો તે કાર્ય શીઘ કરો) આ સ્થાન (કાર્ય) અટપટું અને દુર્ગમ છે. આ કાર્ય કરતાં ભયંકર સંગ્રામ થશે. આ કાર્ય શૂરવીરનું છે, કાયરનું નહીં. ... ૧૪૮૩ ... ૧૪૮૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy