SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૯ ફેંકનાર વ્યક્તિને ન જોતાં પત્થરને કરડવા જાય છે, જ્યારે સિંહ જેવા શૂરવીર વ્યક્તિઓ પત્થર તરફ નજર પણ કરતા નથી. ...૧૪પર સિંહની નજર બાણ મારનાર વ્યક્તિ તરફ હોય છે. હે સુભટો! આપણે કોણિક રાજા સાથે યુદ્ધ કરવું છે. તમે દૂતની વાતો તરફ ધ્યાન ન આપો. તે ચિઠ્ઠીનો ચાકર છે. તેને શું કહેવું? ... ૧૪૫૩ હે સુભટો! જેમ શ્વાનને કોઈએ ખાવા માટે અન આપ્યું હોય તો તે શ્વાન તે વ્યક્તિને સંપૂર્ણ વફાદાર રહે છે, તેમ આ રાજદૂત કોણિકરાજાનું અન ખાય છે તેથી પોતાના રાજાની પ્રશંસા કેમ ન કરે?... ૧૪૫૪ આ મૂર્ણ દૂત એટલું ભૂલી ગયો છે કે તે માતા પાસે મોસાળની વાત કરે છે. તે દૂત! કોણિક મારી પુત્રીનો જપુત્ર છે. તેને હું બરાબર ઓળખું છું. તેની કીર્તિની પ્રશંસા વધારે શું કરું? . ૧૪૫૫ માતાએ તેને જન્મ આપી અળગો કરી વનમાં નાખ્યો. કૂકડાએ તેની આંગળી કરડી નાખી. તેણે પોતાના જ પિતાને મારીને રાજ્ય ઝૂટવી લીધું. તેની તું આજે મારી સમક્ષ શું પ્રશંસા કરે છે? ... ૧૪૫૬ પૂર્વે ગર્ભમાં આવતાં જ પિતાના કલેજાનું માંસ ખાવાનું મન થયું. ત્યાર પછી મોટા થઈને પિતાને માર્યા. અત્યારે તે સગા ભાઈઓ સાથે યુદ્ધ કરશે. તેનું પાપ તેને લાગશે. તે પોતાના જ અંગ સમાન જમણા હાથ (બાંધવો)ને કાપવા તૈયાર થયો છે. .. ૧૪પ૭ જે ડાકણ પાગલ બને છે, તે (વિવેકાવિવેકના અભાવમાં) ડાકણ ઘરનાં સભ્યોને જ ખાય છે. પ્રસવ સમયે ભૂખી કૂતરી વિકરાળ બની પોતાના જ બચ્ચાઓને ખાય છે. (તેમ કોણિક રાજા આજે શાન-ભાન ભૂલીને સ્વજનો સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે.) ... ૧૪૫૮ અંતે કોઈ રીતે દુર્યોધનની ઈર્ષાનો અંત ન આવ્યો ત્યારે તેણે છેવટે પોતાનું જીવન જ ગુમાવ્યું. અભિમાની અને ઉદંડ એવા બલિરાજા નીચે પાતાળ લોકમાં ચંપાયા. પોતાના રૂપનો ગર્વ કરનાર સનસ્કુમાર ચક્રવર્તીએ સોળ-સોળ મહારોગો શરીરમાં જોયાં.(ગર્વિષ્ઠ બની બળનું અભિમાન કરનાર કોણિક રાજા પોતાનું જીવન સ્વયં નષ્ટ કરશે.)'' ...૧૪પ૯ ચેડારાજાએ રાજદૂતને કઠોર શબ્દો કહ્યાં. ત્યાર પછી પોતાના હાથમાં રહેલો પત્ર વાંચ્યો. કોણિકરાજાના ડંખીલા શબ્દો વાંચીને ચેડારાજા ભારે ગુસ્સે થયા. ... ૧૪૬૦ તેઓ ફરી દૂતને સંભળાવતાં બોલ્યા, “દૂત! તારો રાજા પીંડીનું માસ ખાય છે?(પાછળથી નિંદા કરે છે, તેથી તું નયન હોવા છતાં દષ્ટિહીન થયો છે અને સુંદર પગ હોવા છતાં પાંગળો થયો છે.... ૧૪૬૧ હે કોણિક ! તું સમજદાર હોવાં છતાં આજ અણસમજુ, અતિમૂઢ બન્યો છે. પત્થર ચાવતાં પોતાના જદાંત પડે છે. હાથીના કાનમાં કંઈ પડે તો, તેના કાન સતત ફરકતા હોવાથી તે વસ્તુ બહાર ફેંકાય છે. સાગર પણ પોતાની અંદર પડેલી વસ્તુને પાછી ઠેલે છે. (અણહકની વસ્તુઓ સંઘરાય નહીં.) ... ૧૪૬ર આંધળો વ્યક્તિ જ્યાં સુધી થાંભલા સાથે અથડાય નહીં ત્યાં સુધી પાછો પગ વાળતો નથી પરંતુ પાંગળો વ્યક્તિ પૃથ્વી ઉપર પ્રવાસ શી રીતે કરી શકે? કીડી જેવા નાનકડા જંતુથી હાથી જેવું મહાકાય પ્રાણી શી રીતે મૃત્યુ પામે? ... ૧૪૬૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy