SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' લેવા માંગે છે. તેથી આપણે અન્ય સ્થાને જતા રહીએ.') હલ-વિહલ કુમાર સજ્જ થઈને વિશાલા નગરીમાં ગયા. તેઓ પોતાના વડીલ સમાન નાના ચેડારાજા પાસે જઈને રહ્યા. ત્યારે કોણિકરાજાએ જાણ્યું કે, બંને ભાઈઓ (મને છેતરીને ગજાદિક લઈને) નાનાના ઘરે ગયા છે. ત્યારે તેમને ભાઈઓ પ્રત્યે મનમાં ખૂબ રોષ ઉત્પન થયો. ... ૧૪ર૯ પદ્માવતી રાણીએ ખૂબ વિચાર કરી મોકો જોઈને કોણિકરાજાને વ્યંગમાં કહ્યું, “(જોયું!) તમારા ભાઈઓએ તમારું એક પણ વચન ન માન્યું. તેઓ કપટ કરી બધું લઈ ચેડારાજા પાસે પહોંચી ગયા. તમારા સગા બાંધવ હોવા છતાં કૃતની બન્યા?” ••.૧૪૩૦ કોણિકરાજા આ સાંભળી બહુ ક્રોધિત બન્યા. તેમણે રાજદૂત દ્વારા એક પત્ર લખી વિશાલા નગરીમાં મોકલ્યો. કોણિકે પત્રમાં લખ્યું કે, “નાનાજી! તમારા માટે તો બધા રાજકુમારો સરખાં જ હોય. હલ-વિહલ કુમારને તમારી પાસે ન રાખતાં તમે મને સોંપી દો. ...૧૪૩૧ હે નાનાજી! હલ-વિહલ કુમારને તમે ત્યાંથી શીધ્ર ધકેલી મૂકો. તે બંને ભાઈઓને મારા હાથમાં સોપો. અન્યથા વડીલ સાથે યુદ્ધ થશે. નાનાજી! જો યુદ્ધ થશે તો નિશ્ચયથી આપણી વચ્ચે મૈત્રી નહીં રહે. બહુચરાદેવીનો કૂકડો પ્રભાત થતાં અવશ્ય બોલે છે. (ભાઈઓને સહાય કરવાથી યુદ્ધ થશે.)૧૪૩૨ જ્યારે પ્રસવ સમયનું શૂળ ઉપડે ત્યારે પેટ ચોળવું તે અનર્થનું મૂળ છે. જ્યારે મકાનના એકદમ ઉપરના છાપરા સુધી આગ વિસ્તરી ગઈ હોય ત્યારે તેને કેવી રીતે બૂઝાવી શકાય? ... ૧૪૩૩ હું હિમાલયના ઊંચા શિખર કેદારનાથ સુધી શત્રુઓને મારતો મારતો લઈ જઈશ ત્યારે કોણ બળવાન, પરાક્રમી વ્યક્તિ મારા હાથ પકડી રોકી શકશે? હે નાનાજી! મારું બળવાન સૈન્ય તમને ચારેબાજુથી ઘેરી વળશે. તમારા ઉપર એકસાથે હુમલો કરશે. તેઓ કાળી કાંબળી ઓઢેલી વીજળીની જેમ તમારા ઉપર ત્રાટકશે. ..૧૪૩૪ હે વડીલ! (તમારા પ્રાણ ચાલ્યા જશે) તેથી હું તમને અટકાવું છું, રોકું છું. નાનાજી! આપ આપની મોટાઈ છોડી, વચન આપી, હાથ હેઠા પાડી ગીરવતા શા માટે ગુમાવો છો? હે ભૂપાલ! તમે સૂતેલા સિંહને શા માટે જગાડો છો? તમે યમરાજને ખભા પર બેસાડી સામેથી શા માટે લાવો છો? ... ૧૪૩૫ ચંપાનરેશ કોણિક જ્યારે તમારી સાથે યુદ્ધ કરશે ત્યારે નાહકના તોપોના તણખા અને ડાંગથી કૂટાશો. તે સમયે યુદ્ધ કરવા માટે તમારા આબાણો નકામાં થશે. તમારું પેટ કાંઈ લોઢાનું નથી બન્યું. (અર્થાત્ અમારી શક્તિ પાસે તમે વામણાં દેખાશો.) ... ૧૪૩૬ હે ચેડારાજા! તમે દોહિત્રોને સાચવ્યા છે. તમે તમારા હાથે જ તમારા પેટમાં સુવર્ણની કટાર ભોકો છો. (જાણી જોઈને ઉપાધિ ન વહોરો.) છેવટે તેઓ તમને પુનઃ પુનઃ દુઃખ જ આપશે અંતે તમારું મૃત્યુ થશે. ત્યારે જ છૂટકારો થશે. (હલ-વિહલ કુમારને મદદ કરવાથી તમારું અસ્તિત્વ નષ્ટ થશે.) ... ૧૪૩૭ હેનાનાજી! અંતે મારો જ વિજય થશે. હું દિવ્યહાર અને સેચનક હસ્તિ લઈને જ જંપીશ. તમને દિવ્ય વસ્ત્રો અને દિવ્ય કુંડલની જોડ નહીં પચશે. (તે પણ હું જ મેળવીશ) કિંમતી વસ્તુઓ કદી હલકા અને અયોગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy