SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૧ . ૧૪૧૫ પાછા મેળવો. તમે આ રાજ્યના રાજા છો તેથી આ સર્વ વસ્તુઓના તમે જ અધિકારી છો. તમે ‘ઠાકુર’ થઈ અહીં બેઠા છો અને કોઈ અન્ય વ્યક્તિઓ સાહેબી (ઠકુરાઈ) ભોગવી બડાઈ હાંકે છે.” ... ૧૪૧૧ પદ્માવતી રાણીના વચનો સાંભળી કોણિકરાજાએ કહ્યું, “દેવી! તમે સાંભળો. આપણે આપણી મર્યાદા ઓળંગવી ન જોઈએ. ભલે તે વસ્તુઓ મારા નાના ભાઈઓ ભોગવે. અમે એક જ માતાના સંતાનો છીએ, ત્યાં કેવો ક્રોધ કરવો? ...૧૪૧ર મહારાણી ! મારા પિતાજીએ મને રાજ્ય આપ્યું છે. તેના બદલામાં હલ-વિહલ કુમારોને સેચનક હસ્તિ આપ્યો છે. સુનંદામાતાએ દીક્ષા લેતાં પૂર્વે પોતાના પુત્રોને દિવ્ય કુંડલો અને દિવ્ય વસ્ત્રો આપ્યાં છે. ચેલણા માતાએ દિવ્યહાર આપ્યો છે. તેમાં મોહ-ઈર્ષા કરવી એ અશોભનીય છે. ... ૧૪૧૩ તેમની વસ્તુઓને આંચકી હું મારો હક્ક ન જમાવી શકું. આ પ્રમાણે કરવાથી સંભવ છે કે ધાંધલ કે અંધાધૂંધી સર્જાય. અણહક્કનું લેવાથી રવયંની પણ પાયમાલી થશે તેમજ જગતમાં સર્વત્ર મારી ફજેતી થશે. હું એવું અપયશનું કાર્ય કરી લજ્જિત થવા માંગતો નથી. ... ૧૪૧૪ દેવી! જ્યારે વાડ સ્વયં જ કાકડી ચોરી લે છે, જ્યારે જનની સ્વયં જ પોતાના બાળકનું ભક્ષણ કરે છે. જ્યારે સદોહર જન્મેલા ભાઈઓ વચ્ચે આપસમાં સંઘર્ષ થાય છે, ત્યારે હંમેશા સદાચાર ધર્મનો જ લોપ થાય છે. સુવર્ણની ચકળાટ ઉપર કાળાશ આવવી, પવિત્ર ગંગા નદીનું પાણી વિણસી જવું, માનસરોવરના હંસનું બંધિયાર પાણીમાં ઝીલવું તે અનર્થના એંધાણ છે. ... ૧૪૧૬ જ્ઞાની વ્યક્તિ એક ધાગા-દોરા માટે અખંડ હારને તોડતો નથી. તે એક લોખંડના ખીલા માટે વાહનને ભાંગતો નથી. તે એક કોલસાના ટુકડા માટે ચંદનને બાળતો નથી. (હું અણહકની વસ્તુઓ લેવા માટે પરિવારજનો સાથે સંઘર્ષ કરી સંબંધ તોડવા માંગતો નથી.) ... ૧૪૧૭ કાળી કાબરચિતરી ગાય ચોરાઈ ગઈ પરંતુ તેનાં જેવાં આપણાથી ન થવાય. બીજો કોઈ વ્યક્તિ ચોરી ગયો હોય તો કદાચ ઝઘડીને પણ પાછી લેવાય પરંતુ પોતાનાં ભાઈઓને શું કહેવાય? ... ૧૪૧૮ મારી સંપત્તિ એ એમની જ છે અને તેમની સંપત્તિ છે એ મારી છે. એક જ માતાના જન્મેલા પુત્રોમાં શું અંતર? મહારાણી તમે જ વિચાર કરી જુઓ.” ... ૧૪ ૧૯ પાવતી રાણીએ મહેણું મારતાં કહ્યું, “જેણે જે મેળવ્યું હોય તેનાથી તે કાર્ય થાય. જો ખીસામાં દામ હોય તો જ ખરા પૈસાદાર કહેવાય. (ચાર દિવ્ય વસ્તુઓ હોય તો જ રાજા કહેવાય) હે નાથ! તમે માંગો અને તેઓ તમને આપે તો ખરા બાંધવ કહેવાય. ..૧૪૨૦ સ્વામીનાથ ! તમે તદ્ન ભોળાં છો. તમે તેમની પરીક્ષા કરવા માટે ઉપરોક્ત ચાર વસ્તુઓ મંગાવો. તેઓ તમારી કેટલી ઈજ્જત કરે છે. તેની ખબર પડી જશે.” પદ્માવતી રાણીએ વારંવાર કોણિકરાજાને એક જવાત કરતાં કહ્યું, “પતિદેવ! આ ચાર વસ્તુઓ વિના કેવું રાજ્ય સુખ?' ... ૧૪૨૧ જળ ભલે ઠંડુ હોય પણ અગ્નિના સંગથી તે ગરમ બને છે, ત્યારે તે બીજાને બાળે છે. કવિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy