SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ અર્થ - કોણિકરાજા ચંપાનગરીમાં સુખેથી રાજ્ય કરતા હતા. તેમના પિતા મહારાજા શ્રેણિક સ્વર્ગવાસી થયા. મહારાજા શ્રેણિકનું નિધન થતાં તેમનું અંતઃપુર ઉદાસ, ગમગીન અને નિસ્તેજ બન્યું. પતિદેવના વિયોગથી રાણીઓ કરુણ કલ્પાંત કરવા લાગી. ... ૧૩૯૫ ઢાળઃ ૬૧ વિલાપમાંથી પ્રગટેલું સમ્યકજ્ઞાન માંગઈ મહીનું દાણ કાંહાનજી કાલો રે એ દેશી. રાગ રામગિરિ ધરઈ શોક નૃપ નારિ રુદન કરતી રે, ત્રોડઈ કંઠનો હાર ભોમી પડતી રે; કિહાં ગયો ભરતાર અમનિ ઝંડી રે, કુણ નિરખઈ અમ રૂપ નયણાં મંડી રે... ૧૩૯૬ સુનાં હુ શરીર સ્વામી પાખી રે, કુણ બોલાવેહ મધુરું ભાખી રે; ન કરયો વિચાર જાતાં કંતો રે, ક્ષિણમાં ટાલ્યો તામ પ્રેમ અત્યંત રે. ... ૧૩૯૭ નહી અમ સાચો નેહ કીજઈ માયા રે, નોઈ અલગાં દોય જીવનિ કાયા રે; ખરી પ્રીતિ જલ મન જલ જાય રે, આપઈ મીન પરાણ તેણેિ ન રેવાય રે.... ૧૩૯૮ જો નહી એહવો નેહ તો સું રોઈ ઈ રે, ન સરઈ એક કાજ ભવ બેઉ ખોઈઈ રે; લહ્યું સંસાર સર્પ, ઈદ્રનું જાલો રે, લખી સાયર તરંગ હોય વિસરાલ રે.... ૧૩૯૯ યોવન નદીનું પૂર વેહતું જાય રે, આયુ તે પાકું પાન કિમ ગયો રાય રે; દીઠાં દુઘ અનેક કેતાં કહઈ રે, ગયો નાહ ઈદ્ર સમાન મ્યું હવઈ રહઈ રે.. ૧૪૦૦ આવઈ જિનનિ પાશ વીર વંદેતી રે, અંતેવરીઉ તેર સંયમ લેતી રે; નંદા નંદવતી અનંદરૂ મર્તા રે, મરૂદેવી લઈ દીક્ષ પામઈ ગુર્તા રે. ... ૧૪૦૧ સિવા સુમેરૂતા જેહ, સુમણા ભદ્રારે, ભૂતદીના લઈ દીય નહી તસ છીદ્રો રે; સુભદ્રાનંદ સેનાય નારિ સુજાતા રે, મુકિત પંથ લહઈ તેર સુરગુણ ગાતાં રે...૧૪૦૨ અર્થ - મહારાજાનાં વિરહમાં રાણીઓ આક્રંદ કરવા લાગી. તેમણે પોતાના ગળાનો હાર તોડી નાંખ્યો. (મહારાજાના આકસ્મિક મૃત્યુથી રાણીઓને માથે જાણે આભ તૂટી પડયું.) અસહ્ય આઘાત સહન ન થવાથી તેઓ વારંવાર મૂચ્છિત થઈને ઢળી પડતી. રાણીઓએ વિલાપ કરતાં કહ્યું, “પ્રાણનાથ ! અમને છોડીને ક્યાં ગયા છો? અમારા આ રૂપ, રંગ ને તમારા સિવાય નયનો માંડીને કોણ જોશે? ... ૧૩૯૬ સ્વામીનાથ! તમારા વિના શરીરના આ શણગાર સૂનાં થયાં છે. હે નાથ! તમારા વિના અમારી સાથે મધુર વાર્તાલાપ કોણ કરશે? હે આર્યપુત્ર! તમે અમને એકલા મૂકીને પરલોક ચાલ્યા ગયા તે પૂર્વે તમારી પત્નીઓનો થોડો વિચાર પણ ન કર્યો? તમે ક્ષણવારમાં જ આપણી ગાઢ પ્રીતડી તોડી નાંખી?... ૧૩૯૭. સ્વામી! તમે અમારી સાથે ખરો પ્રેમ નહોતો કર્યો. તમારો માયાવી પ્રેમ હતો. સાચો પ્રેમ હોય ત્યાં ભલે ખોડિયાં અલગ હોય પરંતુ આત્મા તો એક જ હોય. તેવા પ્રેમીઓ એકબીજાથી કદી વિખૂટાં પડતાં નથી. ખરી પ્રીત તો જળની માછલી કરે છે. જળ વિના માછલી તરત જ પોતાનાં પ્રાણ ખોઈ નાખે છે. તે જળ વિના રહી શકતી નથી. .. ૧૩૯૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy