SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ••• ૧૩૪૪ થયો છે. મને પરભવે પણ અપયશ જ મળશે. મારા નામનો કોઈ જયજયકાર નહીં કરે. ... ૧૩૪૨ માતા ! હવે હું ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જલ્દીથી પિતાને મુક્ત કરું છું. હું તેમનું રાજ્ય તેમને પાછું સોંપીશ. જે પિતાએ દુઃખમાં મને શાતા પમાડી, ઉછેરી મોટો કર્યો છે, તેમને હું આજે પુત્રનું કર્તવ્ય નિભાવી અવશ્ય ફળ બતાવું. ... ૧૩૪૩ ઢાળઃ ૫૮ મગધાધિશનું અવસાન જીવ જાત્ય જાત્યમાં ભમતો એ દેશી. રાગ ઃ સોમેરી. શ્રેણિકનિ મુકવા જાય રે, અને અધવચિં મુકઈ રાય; લીધી અડગલા લોહ ઉપાડી રે, ભાજી પાંજર લાવું કાઢી. આવ્યો લોહ દંડનિ લેઈ રે, શ્રેણિક સેવક જંપેઈ; કાંઈ કારણ કહિઉં ન જાવઈ રે, લોહ દંડ લેઈ સુત આવઈ. ... ૧૩૪૫ સુણી બીહનો શ્રેણિક તિહારઈ, આગિ માર નાડીનો મારઈ; નખમાઈ દંડનો પ્રહારો રે, વિષ વાવેરીઉં તેણી વારો. ... ૧૩૪૬ મરણ પામ્યો શ્રેણિક રાય રે, કોણી રોતો મંદિર જાય; લાગો ચિલણા નઈ પાય રે, વહઈ તાતનો મિં ન ખમાય. .. ૧૩૪૭ ધરઈ નર શોક અપાર રે, ન કરઈ નૃપ રાજાની સાર રે; ન ધરઈ ચીવર હથીઆર રે, ન કરઈ નર સબરો આહાર. ... ૧૩૪૮ વારઈ કોણી કેરા ભ્રાતો રે, નહી જીવઈ મુઉં હવ તાત; જિન ચક્રીની એ વાટો રે, ગૃપ મુકો તુમે ઉચાટો. ... ૧૩૪૯ મુગતિ પંથ અભવિ ન પાવઈ રે, સિધ મુકિત થકી અહીં ના વઈ; હરી સુરગતિ કહીઈ ન હોયો રે, તિમ મુઉ ન જીવઈ કોયો. ... ૧૩૫૦ તુમે અતિ ઉપગાર કરવા રે, ધાયા નૃપનિ તુમ્યો છોડેવા; ભલું કરતાં ભુંડું થાય રે, તિહાં વાંક કસ્યો તુમ રાય. .. ૧૩૫૧ એ સમઝાવઈ પરધાનો રે, નૃપ કીજઈ હઈડઈ જ્ઞાનો; આવ્યો શ્રેણિક આયુનો આંકો રે, કહઈ ઋષભ નહી નૃપ વાંકો. ... ૧૩૫ર અર્થ - કોણિકરાજા વિહ્વળ હૃદયે પિતાને છોડાવવા દોડયા. તેમણે ભોજન અધવચ્ચે જ છોડી દીધું. તેમણે હાથમાં લોખંડની અર્ગલા લીધી. “આ લોખંડની અર્ગલાથી કાષ્ટનું પાંજરું તોડી પિતાજીનાં સર્વ બંધનો છેદી તેમને હું મુક્ત કરું.' ... ૧૩૪૪ કોણિકરાના હાથમાં લોહદંડ લઈને દોડતા કારાવાસ તરફ આવ્યા ત્યારે મહારાજા શ્રેણિકના પૂર્વના પહેરગીરોને અજંપો થયો. સેવકે મહારાજાને ચેતવણી આપતાં કહ્યું, “મહારાજ! તમારો પુત્ર કોણિક (યમરાજની જેમ) લોહદંડ લઈને આ તરફ દોડતો આવે છે. શું કારણ હશે તે કાંઈ કહી ન શકાય. કોઈ અનર્થ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy