SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ સતી ચેલણા રાણી મુનિવરને સંભારતા હતા. તેઓ ધર્મપ્રેમી છે. તેઓ સાધર્મિક છે. તમારું અંતઃપુર નિર્મળ છે. તેમના માટે સંદેહ ન કરશો.’ . ૧૨૭૭ ભગવાન મહાવીર સ્વામીના વચનો સાંભળી મહારાજા શ્રેણિક પ્રસન્નતાપૂર્વક ઉઠયા. તેમના હ્રદયમાં અત્યંત પ્રશ્ચાતાપ થયો (મહારાજા શીઘ્ર રાજમહેલ તરફ દોડયા) તેમણે દૂરથી આકાશમાં ધૂમાળાના ગોટા જોયા. મહારાજાના હ્રદયમાં ફાળ પડી. (રખે ! ચેલણારાણી આગમાં બળી ન જાય) ... ૧૨૭૮ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ મહામંત્રી અભયકુમારે ચેલણારાણીને મહેલમાંથી કાઢીને ભોંયરામાં બેસાડયાં. ત્યાર પછી લાક્ષાગૃહને આગ ચાંપી. ત્યાર પછી મહામંત્રી અભયકુમાર ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા ગયા. ત્યારે રાજમાર્ગ પર તેમને મહારાજા શ્રેણિક સામે મળ્યા. રાજન્! ૧૨૭૯ ધૂમાડાના ગોટે ગોટા જોઈને મહારાજા શ્રેણિકે લાલચોળ આંખો કરી અભયકુમાર સામે જોયું. મહામંત્રી અભયકુમારને ઉપાલંભ આપતાં મહારાજાએ કહ્યું, “અરે પાપી ! મૂર્ખ તને એટલી પણ બુદ્ધિ નથી કે હસતાં હસતાં મારું પ્રિય અંતઃપુર બાળી નાખ્યું. તું બુદ્ધિનિધાન નથી. ... ૧૨૮૦ અરે મૂર્ખ ! તેં આ શુ કર્યું ? તેં કોઈ વિચાર પણ ન કર્યો ? હવે શું મોઢું લઈને ઊભો રહ્યો છે ? જા દૂર ચાલ્યો જા અહીંથી.'' ... ૧૨૮૧ ... Jain Education International (મહારાજા શ્રેણિકે ક્રોધના આવેશમાં અભયકુમારને આક્રોશ વચનો કહ્યાં.) પિતાજીની આજ્ઞાનું પાલન ક૨વા અભયકુમાર તરત જ ચાલ્યા ગયા. (અભયકુમારને શરત અનુસાર ‘જાકારો’ મળતાં મહારાજા તરફથી દીક્ષાની અનુમતિ મળી ગઈ.) અભયકુમારે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં ઉપસ્થિત થઈ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. બીજી બાજુ મહારાજા શ્રેણિક લાક્ષાગૃહ તરફ ગયા. (ભોંયરામાં રાણી નવકાર મંત્રનું સ્મરણ કરતા હતા.) ચેલણા રાણીને ક્ષેમકુશળ જોઈ રાજા ખુશ થયા. ... ૧૨૮૨ For Personal & Private Use Only મહામંત્રી અભયકુમારે પિતાના વચન અનુસાર ચેલણા રાણીનો મહેલ બાળ્યો પરંતુ તેમને ઉગારી લીઘાં. ઔત્તપાતિકી આદિ ચાર બુદ્ધિના સ્વામી અભયકુમારને ધન્ય છે ! ૧૨૮૩ અભયકુમારની પ્રવ્રજ્યા અને મહારાજાનો વિષાદ વાટ જુઈ નૃપ સુત તણી રે, નાવઈ અભયકુમાર રે; સંયમ લીધું જવ સાંભલિઉં રે, હોય નૃપ ચિંતા અપાર રે. રત્ન ગયું મુઝ બારિથી રે, એહથી હું તું રાજ રે; સુર નર નરપતિ મુનિ વડા રે, ધરતા એહની લાજ રે. નાહાન પણઈ તુઝ બુધિ ઘણી રે, પ્રથમ પેહરી મુદ્રાય રે; (૧) પરંપરા અનુસાર જાકારો મળતાં અભયકુમારે દીક્ષા લીધી. પરંતુ ત્રિ.શ.પુ.ચ. અનુસાર અભયકુમારે ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું કે ઉદાયન રાજા છેલ્લા રાજર્ષિ છે. તેથી ભવ દુઃખનો છેદ ક૨વા તેમણે મહારાજા શ્રેણિકને સર્વ વાત કરી. મહારાજા શ્રેણિકે રાજ્ય લેવા આગ્રહ કર્યો પરંતુ છેવટે હર્ષથી અભયકુમારને દીક્ષા લેવાની અનુમતિ આપી. (પર્વ-૧૦, સર્ગ૧૨, પૃ.૨૨૩) ૧૨૮૪ વી. ૧૨૮૫ વી. www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy