SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ (મહારાજા શ્રેણિક આ ઘટનાથી અજ્ઞાત હતા. કાલસૌરિક કસાઈને કૂવામાં ઉતાર્યો છે તેથી એક દિવસ તેણે હિંસા નથી કરી. હવે પોતાની નરકગતિનું જરૂર નિવારણ થશે એ આશાપૂર્વક) તેઓ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા ગયા. તેમણે ભગવાનને ખુશ થતાં કહ્યું, ‘“પ્રભુ ! તમારા કહેવા પ્રમાણે મારો ઉપાય સફળ થયો છે. હવે હું તમારા કહ્યા પ્રમાણે નરક ગતિમાં નહીં જાઉં.' ' ૧૨૦૩ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું “દેવાનુપ્રિય ! એવું શું વિશેષ કાર્ય થયું કે તમારી નરકગતિનું નિવારણ થયું.'' મહારાજાએ કહ્યું, ‘‘ભંતે ! હું તમારા વચનનોને અનુસર્યો છું તેથી હવે હું નક્કી સ્વર્ગલોકમાં જ જઈશ.’’ ... ૧૨૦૪ ભગવાન મહાવીર સ્વામીએ ખુલાસો કરતાં કહ્યું, ‘“દેવાનુપ્રિય ! નથી કપિલાદાસીએ દાન આપ્યું કે નથી કાલસૌરિક કસાઈએ જીવહિંસાનું પાપનું ચિંતન ત્યજ્યું !' ' ૧૨૦૫ મેં કપિલાદાસી અને કાલસૌરિક કસાઈને બોલાવવામાં આવ્યા. કપિલાદાસીએ સત્ય વાત કરતાં કહ્યું કે, ‘‘આ દાન મેં નથી આપ્યું પણ રાજાના ચાટવા (ચમચા)એ આપ્યું છે.’’કાલસૌરિક કસાઈએ પણ કહ્યું, ‘ મેં પણ (કૂવામાં પાંચસો (૫૦૦) પાડાઓના ચિત્ર દોરી તેના પર ચોકડી કરી) ‘માર’ શબ્દ દ્વારા જીવઘાત કર્યો છે.'' ૧૨૦૬ મહારાજ શ્રેણિકે કપિલાદાસી અને કાલસોરિક કસાઈના વચનો સાંભળ્યા. તેઓ હતપ્રભ બન્યા. ‘ખરેખર! કરેલું નિકાચીત કર્મ કદી નિષ્ફળ જતું નથી.’ પ્રતિવાસુદેવ રાવણ અને વાસુદેવ લક્ષ્મણ જેવા નરવીરો પણ અધર્મ કરવાથી નરકમાં ગયા છે. ... ૧૨૦૭ પ્રતિવાસુદેવ જરાસંઘ મણિરથ રાજા, સુભૂમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા નરવીરો પણ નરકગતિમાં ગયા છે. ૧૨૦૮ ૨૨૪ સુજ્યેષ્ઠનો પુત્ર સત્યકી અને ચક્રવર્તીની રાણી શ્યામા પણ નરકમાં ગયા છે, તેમ મગધેશ્વર શ્રેણિક પણ શિકાર કરી બાહુબળ(શારીરિક બળ)નું અભિમાન કરી નરકમાં જશે. ૧૨૦૯ મહારાજા શ્રેણિક જ્યારે હતાશ-નિરાશ થઈ દુઃખી મને ભગવાન મહાવીર સ્વામી પાસેથી ઉઠયા ત્યારે ત્રિભુવનપતિ તીર્થંકર દેવે કહ્યું, “દેવાનુપ્રિય ! ખેદ ન કરો. નરકનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી ભવિષ્યમાં તમે મારા જેવા જ જિનેશ્વર દેવ બનશો. તમે શિવગતિ પ્રાપ્ત કરશો. ૧૨૧૦ ... તમે આવતી ચોવીસીમાં ભરતક્ષેત્રના ઉત્સર્પિણી કાળના (મારા જેવા )જ પ્રથમ તીર્થંકર થશો. તમારું નામ ‘પદ્મનાભ’ જિન હશે. તમને દેવેન્દ્ર, નરેન્દ્ર અને મોટા મોટા મહારાજાઓ વંદન ક૨શે. તેઓ તમારી આજ્ઞાનું પાલન કરશે.’’ ૧૨૧૧ ‘પોતે જિનદેવ બનશે’ એવા શુભ સમાચાર સાંભળી મહારાજા શ્રેણિક પુલકિત બન્યા. તેઓ પ્રસન્ન વદને ઉઠયા. તેમણે ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન કર્યા. ૧૨૧૨ (૧) ઉત્સર્પિણી કાળના બીજા આરાના અંતે આ ભારતવર્ષની ભૂમિ ઉપર સાત કુલક૨ો થશે. વિમલવાહન, સુદામ, સંગમ, સુપાર્શ્વ, દત્ત, સુમુખ, સંમુચિ. સંમુચિ રાજાની રાણી ભદ્રાદેવીને ત્યાં શ્રેણિકનો જીવ પુત્રપણે અવતરશે; જે પદ્મનાભ નામના પ્રથમ તીર્થંક૨ થશે. (ત્રિ.શ.૫.ચ. પર્વ-૧૦, સર્ગ-૧૩, પૃ.૨૪૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy