SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' પશુ કુટુંબને આપવા માગું છું.') ... ૧૦૫૩ એક બોકડાને પુત્રો ઘરે લાવ્યા. એક બ્રાહ્મણે પોતાના અંગ પરથી પરૂ લઈને તેના ચારા સાથે ચોળીને તે પશુને ખવડાવ્યું. તે પશુને પણ કુછી રોગ થયો. ત્યાર પછી ઘરના મોભી એવા સેતુક બ્રાહ્મણે એક વિચાર કર્યો. ... ૧૦૫૪ તેણે માયા કરી મોટે મોટેથી બૂમો પાડતાં કહ્યું, “મારાથી વેદના સહન થતી નથી. મારી કોઈ સારવાર કરો. હું કુટુંબની ખૂબ ભક્તિ કરી ત્યાર પછી તીર્થયાત્રાએ જવા માંગું છું. ... ૧૦૫૫ તીર્થયાત્રાએ જતાં પહેલાં સંડુક બ્રાહ્મણે કુટુંબના બધા સભ્યોને બોલાવ્યા. તેણે કુષ્ઠી બકરાને મારી તેનું માંસ રાંધીને કુટુંબીજનોને ખવડાવ્યું. ત્યાર પછી સ્વજનો અને મિત્રોને આમંત્રણ આપી બોલાવ્યા. તેઓ સહુસેડુક બ્રાહ્મણને વળાવવા ગયા. તે નગર છોડી તીર્થયાત્રાએ ચાલ્યો.' ... ૧૦૫૬ તેને માર્ગમાં ચાલતાં ચાલતાં તરસ લાગી. પાણીની શોધમાં તે ચારે દિશાઓ ફરી વળ્યો. તેણે જંગલમાં દૂર એક સરોવર જોયું. અત્યંત તૃષાતુર હોવાથી સરોવરમાં જઈ તેણે પાણી પીધું. ...૧૦૫૭ આ સરોવરમાં પર્વત ઉપરથી ઝરણાંઓ વાટે જળ આવવાનું હતું. તેમાં વિવિધ વનસ્પતિઓના ધોવાણવાળું ઔષધયુક્ત પાણી હતું. તે પાણી પીવાથી એક બ્રાહ્મણને રેચ થયો. તેનો બધોજ રોગ ચાલ્યો ગયો. તે નિરોગી બન્યો. (તે હર્ષિત થતો ઘર તરફ પાછો વળ્યો) ... ૧૦૫૮ હવે તેને ભૂખ લાગી. તે ખોરાકની શોધમાં નગરમાં ગયો. ત્યાં ઘણાં નગરજનોએ તેને પૂછયું, “હે વિપ્ર! તમે રોગ રહિત શી રીતે થયા?” ત્યારે સંડુક બ્રાહ્મણે કહ્યું, “દેવતાની આરાધનાથી હું નિરોગી થયો ... ૧૦૫૯ નગરમાં ફરતાં ફરતાં સંડુક બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો. તેણે પરિવારજનોને કુછી રોગવાળા જોયા એટલે હર્ષ પામીને કહ્યું, “જે વૃદ્ધોની (અવજ્ઞા) અવગણના કે અવહેલના કરે છે, તેને ઘણા રોગ થાય છે. તેઓ ઘણું દુઃખ પામે છે.” ... ૧૦૬૦ સેતુક બ્રાહ્મણના પુત્રોએ કહ્યું, “પાપી પિતા! તમે સાંભળો. તમે જગતમાં સૌથી મોટું પાપ કર્યું છે. તમે પરિવારજનોનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમે કુષ્ઠી બકરાનું માંસ ખવડાવ્યું છે તેથી અમને કોઢનો રોગ થયો છે. તમને ધિક્કાર છે!” .. ૧૦૬૧ આ રીતે પુત્રોએ પિતાનું અપમાન કરી ઘરમાંથી બહાર કાઢયો. તે ભટકતો ભટકતો નગરના મુખ્ય દરવાજે દ્વારપાળ પાસે પહોંચ્યો. એટલામાં ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. કવિ ઋષભદાસ કહે છે કે, પરમાત્માના આગમનથી દ્વારપાળને ખૂબ આનંદ થયો. દુહા : ૫૪ આણંદિનર ઉઠીઉં, દ્વારપાલ નર જેહ; સડક પોલિં મુકીઉં, વંદન પોહતો તેહ. ... ૧૦૬૩ અર્થ:- દ્વારપાળ, જે કૌશાંબી નગરીના મુખ્ય દ્વાર પર બેઠો હતો તે આનંદથી ઉઠયો. તેણે સેતુક બ્રાહ્મણને - ૧૦૬ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy