SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' એકવાર એડુક બ્રાહ્મણની પત્ની (ખરમુખી)'ગર્ભવતી બની. પોતાનો પ્રસવકાળ નજીક આવ્યો છે; એવું જાણી બ્રાહ્મણીએ બાળકના પિતા પોતાના પતિ)ને કંઈક કહેવા પોતાની પાસે બોલાવ્યા.... ૧૦૦૦ બ્રાહ્મણીએ કહ્યું, “પ્રસુતિ માટે મને કોપરા, સૂંઠ, ગોળ, ધી, લોટ ઈત્યાદિ સુવાવડમાં ખાવા યોગ્ય સામગ્રી જોઈશે. તે માટે તમે કોઈ પ્રયત્ન કરી જોગવાઈ કરો. સેડુક બ્રાહ્મણે કહ્યું, “હે રાંકડી નારી! હું આ બધું ક્યાંથી લાવી આપું?''તમારામાં એવી કોઈ કળા કે કુશળતા નથી જેથી મને કાંઈ પ્રાપ્ત થાય)... ૧૦૧૦ કવિ કહે છે, “જે નર સ્ત્રીની અવસરે સંભાળ રાખતો નથી તે નાની વયમાં જ વિધુર બને છે. તે સદાકાળ બીજાનો દાસ બની રહે છે. તેને નિત્ય ભોજન માટે બીજા પર અવલંબિત રહેવું પડે છે.... ૧૦૧૧ જે વ્યક્તિ યોવન વયમાં નિર્ધન હોય, તેને મૃત્યુ સમયે શાંતિ પ્રાપ્ત ન થઈ શકે. (તેને નિર્ધન હોવાથી પરિવારની ચિંતા, તેના ભરણપોષણની ચિંતા સતાવે છે.) એડુક બ્રાહ્મણે કહ્યું, “ધિક્કાર છે મને! આજે હું મારી (પ્રિય) પત્ની માટે કોઈ કાર્ય કરી શકતો નથી.” ... ૧૦૧ર બ્રાહ્મણીએ ઉપાય બતાવતાં કહ્યું, “નાથ! (તમે પ્રાત:કાળે સૌ પ્રથમ આપણા નગરના મહારાજા પાસે જઈ તેમને આર્શીવચનથી ખુશ કરો'. રાજા પ્રસન્ન થાય ત્યારે) તમે આપણા નગરના મહારાજા પાસેથી ભોજનની યાચના કરજો. સેડુક ઊભો થયો. તેણે રાજાને ભેટ આપવા ઉદ્યાનમાંથી સુંદર પુષ્પો અને ફળો લીધાં. તેણે રાજદરબારમાં જઈ રાજાને પુષ્પો, ફળો વગેરે ભેટ ધર્યા. ... ૧૦૧૩ કવિ ઋષભદાસ કહે છે કે, “સમુદ્રનું ખેડાણ કરનારો રત્ન મેળવે છે, જેથી ભવોભવની દુઃખ દરિદ્રતા દૂર થાય છે. રાજાની સેવા ચાકરી કરનારો પૃથ્વીપતિ બને છે. (રાજા એ કલ્પવૃક્ષ છે.) તે સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ... ૧૦૧૪ દુહા : ૫૧ દાનની મહત્તા ઋષભ કહઈ જે સરસ્વતી, લખ્યમી મેઘદાતાર; ઠામ કુઠામ ન એ જુએ, ન જુએ કુલ આચાર. કેણી કેણી ન નામીએ સીસ, કેણિ કેણિ ન ભાખીએ દીન; કેણી કેણી ન સેવીના ચરણેતોહિ પાપી ઉદર સહીણું. •.. ૧૦૧૬ કિ કીજઈ અરહટે, વહઈ તે બારઈ માસ; જલહર વરસઈ એક ખિણ, પુર) જનની આસ. ૧૦૧૭ જે દિજઈ કરિ આપણઈ, તે લેહસઈ પરલોએ; દીજંતા ધન સંપજઈ, હુઇ વહેતો જોએ. .. ૧૦૧૮ થોડું દાણ સોહામણું, જે દીજઈ હરીસેણ; પછી કાલિ વિલંબઈ, કિ કીજઈ સહિ સેણ. ... ૧૦૧૯ ૧૦૧૫ (૧) શ્રી ગુણસેનસૂરિ કૃત શ્રી મહાવીર ચરિત્ર : પૃ.-૫૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy