SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ એક દિવસ જંગલમાં ભયંકર દાવાગ્નિ પ્રગટયો. (આખું વન પ્રજવલિત થઈ ઉઠયું. અગ્નિના ધૂમાળાથી દશે દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ. તે વખતે તમે વંટોળિયાની જેમ જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા.) અગ્નિને જોઈ તમે વિચાર્યું, ‘મેં પૂર્વે આવો પ્રચંડ દાવાગ્નિ જોયો છે'. આ પ્રમાણે વિચારતાં મનમાં ઉહાપોહ થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તમને તમારો પૂર્વનો ભવ યાદ આવ્યો. તમે અગ્નિથી બચવા માટે તત્ક્ષણ ચેતી ગયા. ૧૮૦ ... ૯૫૦ તમે મનથી અગ્નિથી રક્ષણ મેળવવા માટે એક હજાર યોજનનું વિશાળ નિરુપદ્રવી સ્થાન ખૂબ ખંતથી બનાવ્યું. આ ભૂમિમાં રહેલા વૃક્ષો વેલા, તૃણ, લતાઓને તમારી સૂંઢ વડે ઉખેડી માંડલાથી દૂર ફેંકી દીધાં. જેથી આગ લાગે ત્યારે તેટલા સ્થાનમાં અગ્નિને બળવા માટે જોઈતી સામગ્રી જ ન મળે. ... ૯૫૧ એકવાર તે જંગલમાં ફરી આગ લાગી. (ચારે બાજુ ભયંકર જ્વાળાઓ અને ધુમાડાના ગોટા જોઈ પ્રાણીઓ ભયભીત બન્યા. તેઓ દોડવા લાગ્યા.) અગ્નિને જોઈ તમે (સુમેરૂપ્રભ) પણ માંડલા તરફ દોડયા. તમારી સાથે જંગલનાં કેટલાંય પશુઓએ ભયંત્રસ્ત થઈ આ માંડલામાં આશરો લીધો. ... ૯પર આ માંડલામાં હરણ, શિયાળ, સૂવર અને રીંછ જેવા પશુઓ અગ્નિના ભયથી ગભરાઈને પહેલેથી જ પ્રવેશ્યાં હતાં. આખું માંડલું પશુઓથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. તમે શરીરને ખંજવાળવા પગ ઉપાડયો. પગ ઊંચો થવાથી ખાલી પડેલી જગ્યામાં (બીજા બળવાન પ્રાણીઓથી આમ તેમ હડસેલાતું) એક વ્યાકુળ સસલું આવીને તમારા પગ નીચે બેસી ગયું. ... ૯૫૩ શરીરને ખંજવાળી પગ નીચે મૂકવા જતાં તમે નીચે સસલા જેવા તુચ્છ પાણીને જોયું. તેને જોઈને તમને થયું કે, ‘હું આટલા નાના પ્રાણીને શા માટે મારું ? હું દુર્બાન કરી મારું મન ખરાબ શા માટે કરું ?' એમ વિચારી તમે તમારો પગ અધ્ધર જ રાખ્યો. ...૯૫૪ તમને સસલા જેવા ક્ષુદ્ર પશુ માટે અત્યંત અનુકંપા ઉત્પન્ન થઈ. (સુમેરૂપ્રભ હાથીએ સમકિતની સ્પર્શના કરી.) પ્રાણ-ભૂત-જીવ અને સત્વની અનુકંપા એ જ ખરી જીવદયા છે. અઢી દિવસ પછી દાવાનળ સમાપ્ત થયો. (બધા પશુઓ પોત પોતાના સ્થાને ગયા.) ‘હું પણ અહીંથી જાઉં' એવો વિચાર કરી તમે પગ ઉપાડયો. પગ જકડાઈ જવાથી નીચે ન મૂકી શક્યા તેથી તમે ધરતી પર ઢળી પડયા. ...૯૫૫ અઢી દિવસનું અનશન વ્રત કરી તમે દયા-અનુકંપાના પરિણામોથી મેઘકુમાર રૂપે જન્મ્યા. હે મેઘ મુનિ ! તમે વ્રત લઈને ખંડન કરવા તૈયાર થયા છો? (આત્મકલ્યાણ માટે જીવનમાં આવતા ઉપસર્ગોપરિષહોને સમભાવે સહન કરવાં જોઈએ.) ... ૯૫૬ હે વત્સ ! આ તમારા પૂર્વના ભવો હતાં. તમે તિર્યંચના ભવોમાં ઉત્કૃષ્ટ કોટિની અનુકંપા રાખી મરણાંત કષ્ટો સહન કર્યાં છે. અહીં મનુષ્યના ભવમાં દીક્ષા અંગીકાર કરી તમારો વિવેક ક્યાં ગયો ?’’ ૯૫૭ ભગવાન મહાવીર સ્વામીની મધુર વાણી સાંભળી વિષધરનું વિષ જેમ ઉતરી જાય છે, તેમ મેઘમુનિ ઉપશાંત થયા. જ્યાં ઢોરોની રખવાળી કરનારો કુશળ ગોવાળિયો હોય ત્યાં કોઈ ઢોર સીમમાં રખડતું રહી શકે ખરું ? ભગવાન મહાવીર જેવા કુશળ ગોવાળિયા વડે મેઘમુનિ સંયમ સ્થાનમાં સ્થિર થયાં. ... ૯૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy