SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' રાણીના દોહદની વાત કરી - શ્રી નિરિયાવલિકા સૂત્ર અનુસાર.) તેમણે તરત મહામંત્રી અભયકુમારને બોલાવી દોહદની સર્વ વાત કહી. ...૬૮૭ પિતાજીની વિકટ વાત સાંભળીને અભયકુમારે આશ્વાસન આપતાં કહ્યું, “પિતાજી! આપ બિલકુલ ચિંતા ન કરશો. ચલણા માતાનો દોહદ પૂર્ણ કરવા હું શીઘ કોઈ ઉપાય કરું છું. અભયકુમાર તરત જ ત્યાંથી ઊઠ્યા.” ...૬૮૮ '(અભયકુમારે બુદ્ધિપૂર્વકની વ્યવસ્થિત યોજના રચી.) અભયકુમારે એક અંધારા ઓરડામાં મહારાજાને શય્યા પર સુવડાવ્યા. ચેલણા રાણીને બાજુમાં બેસાડ્યા. સેવક એક ફળોની પાલી લઈ બેઠો. (ગુપ્તચરો દ્વારા જંગલમાંથી માંસ જેવા વર્ણના ફળો મંગાવ્યા.) ફળો સુધાર્યા અને રાજાની છાતી પર મૂક્યાં. આ ફળો રસદાર હતા. ગુપ્ત માણસોએ છરીથી ફળોના ટુકડા કાપીને મહારાણીને આપ્યા. રાણીને મહારાજાના કાળજાનું માંસ અને લોહી ખાધું હોય તેવી તૃપ્તિ થઈ. જેમ જેમ ફળોના ટુકડા થતા ગયા તેમ તેમ મહારાજાએ જોર જોરથી ખોટી બૂમો પાડતાં કહ્યું, મને અસહ્ય વેદના થાય છે. મને છોડી દો.” મહારાજા જેમ જેમ વધુ આક્રંદ કરતા તેમ તેમ ચેલણારાણી ખુશ થતાં. આ રીતે આગવી બુદ્ધિથી અભયકુમારે દુર્લભ દોહદની પૂર્તિ કરી. ...૬૯૦ રાજકુમાર કોણિકનો જન્મ નવ મહિના નઈ દાઢાસાતો, જાતઈ જાયો કુમર વિખ્યાતો; તામ વિચારઈ માતો, હો રાત્ર ઉદર થકી દુખ દાઈ જેહો, ઢું સુખ દેસઈ નૃપનિ હો; અસ્યું કસ્યો સનેહ, હો રાત્રે આપ્યો દાસીનિ મનિ ભાવિ, એ પાપી નિ નાખી આવી, પાછો ઘરિ મમ લાવિં, હો રા. લેઈ દાસી ચાલી વનમાંહિ, મુક્યો અસ્પોક વનની છ હિં કો એ ન દેખઈ ત્યાંહિ, હો રાત્ર •.. ૬૯૪ ઘસમસતિ ચેટી ગઈ વારિ, શ્રેણિકિ સ્ત્રી દીઠી ત્યાર; તેડી વેગિ તિ વારિ, હો રા. •.૬૯૫ કહઈ દાસી તું ગઈ થિ કિહાંઈ, સાચું બોલી અબલા તિહાંઈ; સુત મુક્યો વનમાહિં, હો રાવ ••• ૬૯૬ (૧)અભયકુમારે વિશ્વાસુ માણસો દ્વારા કસાઈખાનેથી તાજું રક્તમય માંસ અને બસ્તિપુટક મંગાવ્યા. શ્રેણિકરાજાને એકાંતમાં શય્યા ઉપર સીધા સુવડાવી તેમના ઉદર પર રક્તમય માંસના ટુકડા રાખ્યા. તેને બસ્તિપુટકથી ઢાંકી દીધા. રાણીને ઉપરના માળમાં એવા સ્થાને રાખ્યા જેથી તે દૃશ્યને જોઈ શકે. કાતરથી શ્રેણિક રાજાના પેટ પર રાખેલું માંસ કાપી રાણીને આપ્યું. ત્યારે શ્રેણિક રાજા મૂર્શિત થવાનો ખોટો દેખાવ કરવા લાગ્યા. (શ્રી નિરયાવલિકા સૂત્ર, વર્ગ-૧, અ.૧, સૂ.રર, પૃ.૨૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy