SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' •• ૬૭૧ થિર થઈ કોઈ રહઈ નહી શરિ, વૈદ મરઈ રોગી પણિ મરઈ; મરઈ ઉડાપણહારા જેહ, રોવણહાર મરતા તેહ અથિર દેહ થિર કોહની રહી, હરી રાવણ બલિ ચાલ્યા વલી; કોય ન પોહતી પૂરી આસ, જાતા દીસઈ પુરુષ નિરાસ » ૬૬૮ ગયા કુમર ગજા સઈ સહી, કુણ રહેસાઈ જગમાં સ્થિર થઈ; અસ્યાં વચન કહઈ અભયકુમાર, સુલસા કી જઈ ધર્મ વિચાર જિન દલ વાડું પણિ લહી, પનરમો તીર્થકર સહી; નિરમમ નામિ તું જિનરાજ, સુલસા ખેદ ન કીજઈ આજ ..... ૬૭૦ એકસો સુત ગંધારી પેટિ, મર્ણા લહઈ મન વાલિઉં નેટિ; સગર તણા સુત સાઠિ હજાર, મરણ લહઈ તે એકણિ વાર પડયો ભુમિ મૂરછાં ગતિ થયો, ઈદ્ર તણો તે વારયો રહ્યો; એ મારગ વહઈ જઈ જ સદીવ, ઘણું ન ઝૂરઈ ઉત્તમ જીવ અભયકુમારની વાણી સુણી, વાત નિવારી પુત્ર જ તણી; ધર્મધ્યાન કરઈ સુવસાય, ઋષભ કહઈ પુ િજય થાય ••• ૬૭૩ અર્થ - પુત્રના અવસાનથી ભાંગી પડેલી સુલસા શ્રાવિકાને મહામંત્રી અભયકુમારે સાંત્વના આપતાં કહ્યું, “માતા તમારા પુત્રો રાજાનું રક્ષણ કરતાં મૃત્યુને ભેટયા છે. તેઓ અમર બની ગયાં છે. તેઓ સ્વર્ગવાસી થયાં છે. (તમે તો સુજ્ઞ છો. વધુ શું કહું?) જિનેશ્વરદેવ, છ ખંડના અધિપતિ એવા ચક્રવર્તી, બલદેવ(વાસુદેવ જેવા ત્રિષષ્ટિ શલાકા) પુરુષો પણ આયુષ્ય ખૂટતાં આ પૃથ્વી છોડી ચાલ્યાં જાય છે. . ૬૬૬ મૃત્યુલોકમાં કોઈ શાશ્વત રહેતા નથી. આ શરીર પણ નાશવંત છે. આ જગતમાં રોગના પારખુ એવા વેદો અને હકીમો પણ મૃત્યુ પામે છે તેમજ રોગીઓ પણ પરલોક સિધાવે છે. મૃતદેહને ઉપાડનાર ડાઘુઓ તેમજ શબની પાછળ આક્રંદ કરનારા સ્વજનો પણ યમલોકે પહોંચે છે. દેહનો સ્વભાવ જ અસ્થિર છે. ભલા! દેહ કોનો શાશ્વત રહ્યો છે? રામ, રાવણ અને બલિરાજા જેવા બળવાન પુરુષો આયુષ્ય પૂર્ણ થતાં આ જગત છોડી ચાલ્યા ગયા.(જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.) કોઈની અમર રહેવાની આશા અહીં પૂર્ણ થતી નથી. ડાઘુઓ શબને સ્મશાને લઈ જાય છે. ત્યારે માનવ નિરાશ બની જોતાં રહે છે. (તે શું કરી શકે?). કેટલાય રાજા જેવા રાજાઓ આ દુનિયા છોડી ચાલ્યા ગયા તો કુંવરનું શું ગજું! (અર્થાત્ આ જગતમાં દેવો, મનુષ્યો, પશુ-પક્ષીઓ, નારકો સર્વ આયુષ્ય પૂર્ણ થતાં પરલોકે જાય છે.) આ મૃત્યુલોકમાં કોણ સ્થિર રહ્યું છે?'' અભયકુમારે આ પ્રમાણે જગતની અસ્થિરતા, આયુષ્યની ક્ષણભંગુરતા બતાવી સતી સુલાસાને આશ્વાસન આપ્યું. સતી સુલસાએ ચિત્તને શાંત કર્યું. જે થવાનું હતું તે થઈ ગયું. ભાવિભાવને કોણ મિથ્યા કરી શક્યું છે?) સતી સુલસાએ ધર્મધ્યાનનો વિચાર કર્યો. •••૬૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy