SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ સર્વ વાત જાણું છું. ’ ...૪૭૦ રાજાએ બેનાતટ નગરનું નામ સાંભળી તરત જ ચોંકીને કહ્યું, “બેનાતટ નગર ! ત્યાં ધનાવાહ નામના ધનાઢચ શ્રેષ્ઠી રહે છે. તેમની એક અતિ સ્વરૂપવાન અને ચતુર કન્યા છે. જે ગર્ભવતી હતી ત્યારે તેનો પતિ તેને છોડી પરદેશ જતો રહ્યો હતો. ...૪૭૧ તેના સમાચાર જો તું જાણતો હોય તો બધી વાત વિગતવાર કહે. (રાજાને પોતાની પત્ની સુનંદાના સમાચાર સાંભળવાની ઉત્સુકતા તીવ્ર બની. તેમણે અભયકુમારને પૂછ્યું), ‘“તે સુંદરીનું રૂપ કેવું છે ? તેનો પુત્ર કોના જેવો છે ? ...૪૭૨ તે પુત્ર મને પ્રાણથી પણ પ્યારો છે. શું તું તેને મળ્યો છે ?’’ અભયકુમારે કહ્યું, ‘“મેં તેની માતાને જોઈ છે, મને તે ખૂબ પ્રેમ કરે છે. ...૪૭૩ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ મને પણ માતા અત્યંત પ્રિય છે. તે આખો દિવસ મારા નામનું જ રટણ કરે છે. રોહિણીને ચંદ્રમા પ્રત્યે લગાવ છે, સીતાને રામ અત્યંત પ્રિય છે; તેમ તેને મારા પ્રત્યે અત્યધિક રાગ છે.’’ ૪૭૪ અભયકુમારે આગળ કહ્યું, ‘‘રાજન્ ! મેં માતાને જોઈ છે તેમજ તેના પુત્રને પણ સારી રીતે જાણું છું. તે મારો જીગરી દોસ્ત છે, અમારા બન્ને વચ્ચે ગાઢ મૈત્રી છે.’’ ...૪૭૫ રાજાને પુત્ર વિશે જાણવાની ઉત્કંઠા થતાં અભયકુમારને પૂછયું, ‘“તે પુત્ર કેવો છે ? તેની કલા, વય અને તેનાં રૂપ કેવાં છે ?’’ અભયકુમારે (ગંભીરતાપૂર્વક) કહ્યું, ‘“મહારાજ ! તે એકદમ મારા જેવો જ છે. વળી મારા જેવું જ રૂપ, રંગ, વય અને કલા છે.’’ (અમારા બંનેમાં ખૂબ સામ્યતા છે .) ...૪૭૬ રાજાએ કહ્યું, “મારો પુત્ર મને કેવી રીતે મળશે ?’’ અભયકુમારે કહ્યું, ‘‘મને મળ્યા એટલે સમજી લો કે એને મળ્યા જ ! મારા અને મારા મિત્રના પ્રાણ એક જ છે.’’ ...૪૭૭ મહારાજા શ્રેણિકે પૂછ્યું, “વત્સ ! તું તેમને ત્યાં મૂકીને અહીં શું કાર્ય કરવા આવ્યો છે ? ’’ અભયકુમારે કહ્યું, ‘‘હું મિત્રની માતા સાથે આ ગામમાં આવ્યો છું.'' ...૪૭૮ હું રથમાં બેસાડી તેની માતાને અહીં લાવ્યો છું. તેને મેં નગરની બહારના ઉદ્યાનમાં વિશ્રામ કરવાનું કહ્યું છે.’’ મહારાજા શ્રેણિક આ વાત સાંભળી ખુશ થયા. તેમણે કહ્યું, ‘‘વત્સ ! મને જલ્દીથી તે સુંદરી પાસે લઈ જા’’ ૪૭૯ અભયકુમારે કહ્યું, ‘“રાજન્ ! મને જોઈ લો એટલે તેને જોયા બરાબર થશે. મારા જેવી જ મારી માતા છે.’’ અભયકુમારના વર્તાલાપથી મહારાજા શ્રેણિક સમજી ગયા કે આ મારો જ પુત્ર છે.(પુત્રની બુદ્ધિમતા અને વાક્પટુતાથી રાજા ખુશ થયા. પિતાથી પુત્ર સવાયો નીકળ્યો.) રાજા હર્ષભેર ઉઠચાં અને અભયકુમારને ભેટી પડચા. ૪૮૦ Jain Education International રાજાએ કહ્યું, ‘“તારી માતા તારી જેમ જ ક્ષેમકુશળ છે ? તે સ્વસ્થ છે ?’’ મહારાજા શ્રેણિક હર્ષભેર, રાજ પરિવાર સહિત પોતાની પત્ની સુનંદાને મળવા સામેથી ઉદ્યાનમાં આવ્યા. મહારાજા શ્રેણિકે સતી સુનંદાને જોઈ. તે ખૂબ દુઃખી હતી. તેના શરીરે કોઈ શણગાર ન હતો. તેના ...૪૮૧ For Personal & Private Use Only ... www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy