SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' લોક મલ્યાં તિહાં અતિ ઘણા, લીઈ કુણ મુદ્રાય રે; જાણ નઈ બુધિ ઉપજઈ, લાજી મંદિર જાય રે . ૪૪૫ પૂ. સેઠ સૂતા જઈ ઉરડઈ, મહિતા મુંકતા માન રે; સુભટ સહુ તિહાંઉ સરઈ, માંડઈ કો નવિ કાન રે ... ૪૪૬ પૂ. બુધિ વિના સહું સ્યુ કરઈ, ઊભા ટગમગ જોય રે; ઋષભ કહઈ બુધિ ઉપજઈ, રૂડી પરિ સુખ હોય રે .. ૪૪૭ પૂ. અર્થ:- મહારાજાએ મુખ્યમંત્રીની નિમણૂંક કરવા એક યોજના કરી હતી. તેમણે નિર્જળ કૂવામાં પોતાની એક મુદ્રિકા (વીટી) નાખી હતી. ...૪૪૩ રાજાએ ઉદ્ઘોષણા કરી હતી કે, “કૂવાનાં કાંઠે ઊભા રહી, કૂવામાં પડેલી મુદ્રિકા લઈ જે કોઈ વ્યક્તિ પહેરશે તેને રાજા પ્રધાનપણું તેમજ પોતાની વીંટી આપશે.” ... ૪૪૪ ઉદ્ઘોષણા સાંભળી અનેક લોકો મુખ્યમંત્રી થવાની મહત્ત્વાકાંક્ષાથી એકત્રિત થયાં હતાં. સૌ વિચારવા લાગ્યા કે આ કૂવામાંથી વીંટી બહાર કાઢી કોણ મેળવશે? જ્ઞાની, ચતુર, હોંશિયાર અને બુદ્ધિ જીવી લોકોને પણ કોઈ ઉપાય ન જડ્યો. તેઓ શરમાઈને ઘર ભેગાં થયાં. ...૪૪૫ નગર શ્રેષ્ઠીઓ પણ કોઈ યુક્તિ ન સૂઝવાથી નિરાશ થઈ પોતાના આવાસે જતાં રહ્યાં. મંત્રી અને પ્રધાનોનું ગર્વ ઉતરી ગયું. સુભટો પણ તે સ્થાન છોડી લજ્જાના માર્યા હળવેથી ત્યાંથી સરકી ગયાં. (કોઈએ પણ બુદ્ધિનો ઉપયોગ જ ન કર્યો.) નગરજનો કાન માંડીને સાંભળવા ઉત્સુક હતા (કે આ વીંટી કૂવામાંથી બહાર કોણ કાઢશે?) ...૪૪૬ સાચી વાત એ છે કે બુદ્ધિ વિના સહુ શું કરે? તેઓ ઊભા ઊભા એકબીજાની સામે ટગર ટગર જોતા રહ્યાં. કવિ કહે છે કે જેની પાસે તીવ્ર બુદ્ધિ છે, તે ચારે બાજુનું ઘણું સુખ પ્રાપ્ત કરે છે. ..૪૪૭ દુહા : ૨૭ ભરત નટાવાનો વલી, રોહો દિકરો હોય; ઉજેણિ પાસિં વલી, પુરુષ વસંતી હોય ... ૪૪૮ અર્થ:- ભરત નામના નૃત્યકારનો રોહકુમાર નામનો બુદ્ધિશાળી દીકરો હતો. તે ઉજ્જૈની નગરીની પાસે એક ગામમાં રહેતો હતો. ઉજ્જૈની નગરીમાં લોકો વસંતોત્સવ ઉજવતા હતા. ચોપાઈઃ ૬ વિચક્ષણ બુદ્ધિના સ્વામી રોહકુમાર એક દિન તાત બરાબરિ હુઉં, ઉજેણી આવ્યો છઈ રોઉં; સિપ્રા નદી નઈ કાંઠઈ જઈ, ઉજેણી આલેખી સહી નગર ઘણીઈ દીઠી જસિં, રોહા ઉપરિ તુઠો તસિં; હરખી નઈ આપિલું એક ગામ, રોહો તિહાં રહેવાનું કામ ... ૪૫૦ એક દિન અજ નૃપ તિહાં મોકલેહ, ભારે હલકો મમ કરી એહ; વાઘ પાસિ બાંધ્યો ખડ ખાય, તોલ્યો તામ બરાબર થાય ... ૪પ૧ ... ૪૪૮ • ૪૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy