SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભીલ પલીપત્તિ મુકીઉં, લાજ્યો તે મનમાંહિ રે; તાપસ થઈ વનમાં રહ્યો, તપ તપઈ બહુ ત્યાંહિં રે તેહના પુત્ર નઈ આપીઉં, પાછો તેહનો દેસ રે; આણ માનીય શ્રેણિકની, બલ નહી લવ લેશ રે રાજ શ્રેણિક સુપĒિ કરઈ, પાછો તેહનો દેસ રે; નારિ સુનંદાનો વિલ, હવઈ કહું અધિકાર રે સુત જનમ્યો બહુ સુખ કરૂ, નામ અભય કુમાર રે; સાત વરસ થયો તે વલી, ભણાવઈ તેણી વાર રે અષ્ટમી દિવસ વિદ્યા ભણઈ, હોય ગુરૂ સિર ભાર રે; ચઉદિસિં શિખ્ય દોય પંચમી, પડવઈ ભણિત પ્રહોર રે આદિત્ય શ્રુક મધ્યમ સહી, મંગલ શની દીઈ મર્ણ રે; બુધ સોમિં નહી આવડઈ, વિદ્યા ગુરુ શ્રુભ કર્ણ રે મંદ બુધી નર આલસુ, સુખ કામીઆ જેહ રે; ઉંધણ રોગીઉ સ્યું ભણઈ, વિદ્યાંઈ તજ્યા તેહ રે ગીત ભણઈ જ ઉતાવલું, થોડી બુધિ તુચ્છ કંઠ રે; જસ્યુંઅ લખ્યું તસ્યું તે ભણઈ તસ્યું, સિર કેંપ ઉલંઠ રે વિગત અક્ષર મધુરો લવઈ, પદ છેહ લહે અરે; ઘણું જ ભણઈ નહી આકલો, વિદ્યા યોગ છઈ એહ રે અર્થ :મહારાજા પ્રસેનજિતે સંસારનું બિહામણું અને અસ્થિર સ્વરૂપ જોઈ જાગૃત થયા. તેમણે રાજ્ય, સમૃદ્ધિ, હાથી, ઘોડા, રથ તેમજ રાણીઓના સુખોનો ત્યાગ કરી સંયમનો યોગ સ્વીકાર્યો. ૪૦૭ મહારાજાએ ભીલ પલ્લીપતિને (પુત્ર આગમનની ખુશીથી) તેનું રાજ્ય પાછું આપ્યું. ભીલ રાજાને શરમ આવી. તે આ સંસારનો ત્યાગ કરી સંન્યાસી બન્યો. તેણે ખૂબ તપશ્ચર્યા કરી ૪૧૬ રા. ૪૦૮ રાજકુમાર શ્રેણિકે વનપ્રદેશના ઉત્તરાધિકારી તરીકે ભીલરાજાના પુત્રનો રાજ્યાભિષેક કર્યો. તેનો પ્રદેશ તેને પાછો સોંપ્યો. ભીલકુમારે અત્યંત શાંત બની રાજગૃહીના આજ્ઞાંકિત રાજા થવાનું સ્વીકાર્યું. (રાજકુમાર શ્રેણિકનો તે મિત્ર બન્યો.) ...૪૦૯ Jain Education International For Personal & Private Use Only ૪૦૮ ૨. ૪૦૯ ૨ા. ... ૪૧૦ રા. ... ૪૧૧ રા. ... ૪૧૨ રા. ૪૧૩ રા. ૪૧૪ ૨ા. ૪૧૫ રા. ૮૩ .... મહારાજા શ્રેણિકે રાજગૃહી નગરીનું શાસન ખૂબ સુંદર રીતે કર્યું. તેઓ રાજગૃહી નગરીના શણગાર હતા. કવિ કહે છે કે, હવે મહારાજા શ્રેણિકની પત્ની સુનંદાનો અધિકાર કહું છું. ...૪૧૦ બેનાતટ નગરના ધનાવાહ શેઠની પુત્રી સુનંદાએ યોગ્ય સમયે સુખેથી પુત્રને જન્મ આપ્યો. (શેઠે તેનો ભવ્ય રીતે જન્મોત્સવ ઉજવ્યો) સુનંદાએ પતિના કહેવા અનુસાર પોતાના પુત્રનું નામ ‘અભયકુમાર’ રાખ્યું. તે સાત વર્ષનો થયો ત્યારે તેને શિક્ષણ મેળવવા માટે પાઠશાળામાં મોકલ્યો. ૪૧૧ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy