SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મનોહર આહ્લાદક સંધ્યા સમયે આવા કોઈ સ્થાનની મુલાકાત લઈ અનોખી પ્રસન્નતા અનુભવવા જેવી છે. શ્રાવકના નિત્ય ધર્મકાર્યમાં ત્રિકાળપૂજામાં આરતીપૂજા પણ રોજ દરેકે કરવાની જિનાજ્ઞા છે. ' : : ૨૩. વકતામર રાશે : " અમદાવાદમાં લક્ષ્મીવર્ધક દહેરાસરમાં સામુહિક ભક્તિ કરવા ૧૧ વર્ષથી રોજ લગભગ ૧૦૦-૧૫૦ભાવિકો સવારે ભેગા થાય છે. સુંદર રાગ અને તાલથી ભક્તામર, પ્રભુ પ્રાર્થના, ચૈત્યવંદન આદિ ભક્તિમાં બધા રસ-તરબોળ થઈ જાય છે. ડૉકટરો, વકીલો વગેરે ડીગ્રીધારી સુખી ભક્તોની સાથે કયારેક તમારે પણ આ ભાવ-ભક્તિનો લ્હાવો લેવા જેવો છે. એમ શેફાલી, નવરંગપુરા વગેરે તથા મુંબઈ વગેરે ઘણાં સ્થળોએ રોજ સામુદાયિક ભક્તામર બોલાય છે. ( ૨૪. ધર્મમાં અંતરાયનું પાપ મોટું થોડા વર્ષો પહેલાં બનેલી આ સત્ય ઘટના આપણને આનંદ, આશ્ચર્ય આદિ અનેક ભાવો પેદા કરે તેવી છે. અમદાવાદ શહેરમાં એ છોકરી ખૂબ ધર્મી કુટુંબમાં જન્મ પામવાનું જબ્બર પુણ્ય લાવેલી. આપણે એને ભવ્યા તરીકે સંબોધીએ. દાદા વગેરેએ દીક્ષા લીધેલી. ઘરનાં સંસ્કારોથી પૂર્વજન્મમાં સાધના કરેલ ભવ્યાને બાળપણથી ધર્મ ગમતો. ૧૧ વર્ષની ઉંમરે ઉપધાન કર્યા ! પૂજા, ચોવિહાર, તપ વગેરે નિત્ય આરાધના સાથે નૃત્ય-ગીત વગેરે અભુત કળામાં હોંશિયાર હતી. દીક્ષાની ભાવના થઈ. તેની બા પણ ધર્મો. બંને સાથે દીક્ષા લઈશું એવી એમની ભાવના. છતાં કોઈ વિચિત્ર કર્મસંયોગે ૧૯ વર્ષે તેને લગ્ન કરવા પડયા. ભવ્યા ખરેખર ધર્મરાગી કે લગ્ન પછી પણ યુવાન વય છતાં અમન-ચમન કરવાને બદલે ચોવિહાર વગેરે ઘણી આરાધના ચાલુ રાખી!પતિ અભ્યાસ કરતો હતો. એમની ખાનગી વાતો છોડી દઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005426
Book TitleJain Adarsh Prasango Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year1999
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy