SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ दह २ जानां उमेटांनां ताम्रपत्रो શકાય છે. એ વધારે સંતોષકારક છે, પ્રોફેસર ભાંડારકર કહે છે કે “ ગુર્જર વંશનું રાજધાનીનું સ્થળ ભરોચ હતું,” અને વધારામાં કહે છે કે શહેર તથા તેની આસપાસના પ્રદેશનું નામ પણ એ જ હતું. આમાં પહેલી હકીકત સાવ સાચી અને બીજી લગભગ સાચી છે. તે શહેર તથા પ્રદેશનું આ નામ પ્રાચીન કાળથી ચાલુ છે એ નિઃસંશય છે. પરંતુ ગુર્જર રાજાએ આ શહેરમાં રહેતા નહોતા. તેઓ દરવાજા બહાર પાસેના જ એક કિલામાં રહેતા હતા. દ૬ ૨ જાનાં ખેડાનાં બન્ને દાનપત્રમાં તારીખ“ નાંપુરતઃ” “નાંદીપુરીમાંથી ” નાંખેલી છે. આ વાકય અને વલભીનાં ઘણાં દાનપત્રોમાં આવતાં “વમત” “વલભીમાંથી ” એ વાયની સામ્યતા ઉપરથી મેં અનુમાન કર્યું છે કે આ ગુર્જરની રાજધાનીના શહેરનું નામ હોવું જોઈએઃ આ નામવાળા એક જૂના સ્થળ વિષે મારી તપાસ ઘણુ વખત સુધી નિષ્ફળ રહી. છેવટે ભરૂચના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પે. કટર રાવસાહેબ ગોપાલજી જી. દેસાઈએ ભરૂચના બ્રાહ્મણે પાસેથી જાણ્યું કે, ભરૂચની પૂર્વ દિશામાં જડેશ્વરના દરવાજા બહાર નજીકમાં આ નામવાળો એક જૂનો કિલો હતો. આ હકીકત, જેને “રેવામાહાસ્ય'માંથી પણ ટેકો મળે છે તેને ઈલાઓ અને ઉમેટાનાં પતરાંઓમાંથી દ૬ના રહેઠાણ વિષે મળેલી હકીકત સંપૂર્ણ રીતે મળતી આવે છે. બનેની શરૂઆત “ મત વિનવિક્ષપાત મજદારનાલા” એ શબ્દોથી થાય છે. નાલા, જેને કંઈ પણ અર્થ નથી, તેને બદલે વાલ7 વાંચવું જોઈએ એમાં શંકા નથી. જે લખાણ ઉપરથી આ લેખ કતરનારે નકલ કરી હતી, તે કદાચ આ ચાલુ હસ્તાક્ષરોની લિપિમાં લખેલો હશે. આ અક્ષરે તેણે સહિમાં સાચવ્યા છે. આમાંથી ને આકાર જે વક્તો અને વિતરામાં તથા રાઠેડનાં દાનપત્રોમાં આવે છે એ હતું, એ ચકકસ છે. એટલે તેણે વા બદલે ના વાંચ્યું અને લખ્યું. પરંતુ આ અનુમાન સિવાય પણ વલભીના પતરાંઓમાં આવતાં નવપાવરલૂ સુરતીવાસન્ અથવા મોપાત્તવાન્ જેવાં વાક ઉપરથી ઉપરને સુધારો ગ્ય લાગે છે. ખરા વાકયને અર્થ “મો વસ્તિ ! વિજયી છાવણી જે ભરૂચના દ્વાર પાસે રહે છે. એટલે નાંખેલી છે તેમાંથી... એ જ થઈ શકે છે. આ અર્થ જડેશ્વરના દરવાજા બહાર નાંદીપુરીના કિલા સાથે બરાબર બંધબેસતે આવે છે. એટલે ગુર્જર રાજ્યનું રાજધાનીનું સ્થળ ભરૂચમાં નહીં પણ તેના પૂર્વ તરફના દરવાજાની નજીકમાં જ હતું, એમ ચોકકસ માની શકાય. વધારામાં હું કહું કે હિંદુ રાજાઓના મહેલો તેઓના રાજ્યના મુખ્ય શહેરના દરવાજા બહાર નજીકમાં જ હોય છે. આને ખાસ દાખલે બીકાનેરના રાજાને મહેલ છે. તે શહેરથી તદ્દન જુદે, ઈશાન કણમાં કેટલાક વાર હૂર છે. દાનપત્રની તારીખ, શક સંવત ૪૦૦ ના વૈશાખની પૂર્ણિમાં અથવા શુદ ૧૫, કંઈ નવીન જણાવતી નથી, કારણ કે ઈલાઓનાં દાનપત્ર ઉપરથી આપણે જાણીએ છીએ કે દ૬ ૨ જાએ શક સંવત ૪૧૭ સુધી તે રાજ્ય કર્યું હતું. પ્રોફેસર ભાંડારકરે પહેલી વાર બતાવ્યું છે તેમ, આ શક સંવત ઈ. સ. ૭૮-૯ માં શરૂ થતા સન છે અને ઉમેટાનું પતરું બરોબર ૧૪૦૦ વર્ષ જૂનું છે, એ વિષે મને જરા પણ શંકા નથી. દાન લેનાર ભટ્ટ મહીધરને પુત્ર, કાન્યકુ અથવા કને જ રહીશ, એક બહુચ એટલે રૂદી ભટ્ટ માધવ હતો. તે ચારે વેદ જાણતો હતો. એક અગ્નિહોત્ર તથા બીજી યજ્ઞક્રિયાઓ માટે ખર્ચ કરવા માટે નિગુડ ગ્રામ તેને આપ્યું હતું. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઘણી તપાસ કરવા છતાં અત્યાર સુધી ભુક્તિ” અને દાનપત્રમાં બતાવેલાં બીજું સ્થળા ઓળખી શકાયાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy