SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख તમને જાહેર થાઓ કે – મારાં માતાપિતા અને મારા આ લેક તેમ જ પરલોકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે, ખેટકમાં નિવાસ કરનાર મારાથી, બદારીમાં વસતા, ભારદ્વાજ ગોત્રના, તૈત્તિરીય સબ્રહ્મચારી, બાદ િઉપાધ્યાયના પુત્ર, સર્વ વેદશાસ્ત્રમાં નિપુણ અને ૧૪ વિદ્યામાં નિપુણતા માટે પૃથ્વીમાં વિખ્યાત, પંડિત વલભરાજ અપર નામવાળા, ગોબર્ફિને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞની વિધિ અનુષ્ઠાન માટે, મહી અને નર્મદાના વચ્ચેના પ્રદેશમાં આવેલું સમીપદ્રક નામનું ગામ જેની પૂર્વ-ગોલિક ગામ: દક્ષિણે-ચારૂન્દ્રક ગામઃ પશ્ચિમે–ભથણક અને ઉત્તરે–વાહ ગામ છે અને માંડનિકા વિષયમાં આવેલું સમ્બન્ધી નામનું ગામ જેની પૂર્વે—સજજોડકઃ દક્ષિણ–બ્રાહ્મણ પલિકા પશ્ચિમે–કરવ સહિક અને ઉત્તર—કાષ્ઠમંડપ આ બે ગામ તે આઠ સીમા પ્રમાણે ઉદ્વેગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધના દંડ સહિત, ભૂતવાતપ્રત્યાય સહિત, મજુરીથી ભૂમિની ઉત્પન્ન સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, સેનિકોના પ્રવેશમુક્ત, સર્વ રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશજેના ઉપભોગ માટે. પૂર્વે દે અને બ્રિજેને કરેલાં દાનવજી કરી, શકનૃપના કાળ પછી સંવત ૭૩૮, માઘ શદિ ૧૫ ને ચંદ્રગ્રહણ સમયે આજે સ્નાન કરી, અનુરાદન સહિત પાણીના અધ્યથી અપાયાં છે. (પંક્તિ ૬૯-૭૫) આથી જ્યારે બ્રહ્મદાય અનુસાર તે તેને ઉપભેગ કરે, અથવા ઉપભેગ કરાવે, ખેતી કરે, અથવા ખેતી કરાવે, અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કર નહીં. તે જ પ્રમાણે અમારા વંશના કે અન્ય ભાવિ નૃપોએ ભૂમિદાનનું ફળ (સર્વ નૃપને ) સામાન્ય છે અને અસ્થિર (ચલિત) શ્રી, વિદ્યુત સમાન ચંચળ છે અને જીવિત તુણાગ્ર જળબિદુ સમાન અસ્થિર છે એમ માની, અમારા દાનને પોતાના દાન માફક અનુમતિ આપવી અને રક્ષા કરવી. ઘનતિમિરના અજ્ઞાનથી આવૃત થએલા ચિત્ત વડે જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મહાપાતક અને અન્ય અલપ પાપને દોષી થશે. આને માટે વેદવ્યાસે કહ્યું છે કે – | ( પંક્તિ ૭૫-૮૫) ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ આનન્દ કરે છે અને તે જપ્ત કરનાર અને તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તેઓ વિંધ્યાના નિર્જલ વમાં શુષ્ક વૃક્ષોના કેટરમાં રહેતા કાળા સર્ષે જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે, પૃથ્વી વિપશુની છે, અને ધેનુ સૂર્યની પુત્રીઓ છે. જે સુવર્ણ, ધેનું અને ભૂમિનું દાન દે છે તે ત્રણ ભુવન આપે છે. સગર આદિ બહુ પોએ પૃથ્વીનો ઉપભોગ કર્યો છે. જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયે તેનું ફળ છે. આ સર્વ ધર્મ, અર્થ, અને યશ ઉપજાવનારાં પૂર્વના પેએ કરેલાં દાન દેવને અર્પણ કરેલામાંથી શેષ સમાન અથ વા વાન્ત અન્ન સમાન છે. કયે સુજન તે પુનઃ હરી લેશે ? હે નૃપ ! તારાથી કે અન્યથી દેવાએલી ભૂમિનું તું સંભાળથી રક્ષણ કરઃ હે શ્રેષ્ઠ નૃપ ! (દાનની) રક્ષા દાન કરતાં અધિક છે. પુનઃ પુનઃ રામભદ્ર ભાવિ નૃપેને આમ પ્રાર્થના કરે છે – આ સર્વ નૃપને સામાન્ય ધર્મસેતુ તમારાથી સદા રક્ષા જોઈએ. રાજ્યશ્રી અને જીવિત કમળપત્ર પરના જળબિંદુ સમાન અસ્થિર છે એમ માનીને પવિત્ર મનના અને સ્વનિગ્રહવાળા જનાથી અન્યના યશને નાશ ન થવું જોઈએ. | (લીટી ૮૫-૮) આ( દાનપત્ર)ને દતક દેણુગ્મ છે. અને મહાસાંધિવિગ્રહિક શ્રીનેમાદિત્યથી આ લખાયું છે. આ મારા શ્રી ઈન્દ્રરાજના પુત્ર શ્રી કકર્ક રાજના સ્વહસ્ત છે. [ એ જ ઉપર લેખલું સમ્બન્ધી ગામ રાણહરીથી અપાયું હતું.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy