SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ गुजरातना ऐतिहासिक लेख સમયે અમેઘવર્ષ ગાદીએ હતે. એટલે, હું ધારું છું કે અમેઘવર્ષ, ગત શક સંવત્ ૭૩૪ અને ૭૩૮ વચ્ચેના કેઈ પણ વર્ષમાં ગાદીએ આવ્યો હશે. આ અનુમાન સિફરના લેખને મળતું આવે છે. તેના ઉપરથી જણાય છે કે શક સંવત ૭૩૬ (ગત) અમોઘવર્ષના રાજ્યનું પહેલું વર્ષ હતું. હરિવંશ” નામની એક પ્રખ્યાત જૈન કૃતિના લેખકે કહ્યું છે કે તેણે તે કૃતિ શક સંવત ૭૦૫, જ્યારે કૃષ્ણનો પુત્ર શ્રીવલ્લભ દક્ષિણમાં અને ઇન્દ્રાયુદ્ધ ઉત્તરમાં રાજ્ય કરતા હતા. ત્યારે સંપૂર્ણ કરી હતી. પૈઠણ તથા ગુજરાત રાષ્ટ્રકૂટનાં દાનપત્રોમાં ગેવિંદ ૨ ને વલ્લભ નામ આપ્યું છે, અને ગોવિંદ ૨ જ કૃષ્ણને એક પુત્ર હતું. તેથી ઉપર કહેલો શ્રીવલ્લભ તે જ છે એ ચોક્કસ થાય છે. એક વિદ્વાનના એવો મત છે કે ગોવિંદ ૨ જાએ ૨ાજ્ય કર્યું જ નહોતું, કારણ કે વાણી અને રાધનપુરના લેખોમાં કહ્યું છે કે, ધવ નિરૂપમે તેના વડિલ બંધુને ઉલ્લંધીને રાજ્ય મેળવ્યું હતું, તથા તે પછીના કેટલાક લેખમાં એનું નામ પણ આપ્યું નથી. એટલે શ્લેકમાં આવતું વાક્ય “ઝળતન ” તે ઈન્દ્રાયુદ્ધ સાથે જોડે છે અને માને છે કે શ્રીવલ્લભ ગોવિંદ ૩ જાને કહ્યું છે. હવે વાણી અને રાધનપુરના લેખેનાં વાક્ય “શેણીજીન” ને અર્થ ઉપર કર્યો છે તેમ વડિલ બંધુને ઓળંગી ગયે એ ખાસ નથી થતું. પણ એ ફક્ત એમ બતાવે છે કે ગોવિંદ ૨ જાને તેના ભાઈ ધ્રુવે પદભ્રષ્ટ કર્યો હોવો જોઈએ. દેવલી અને કરાડનાં પતરાં જેમાં રાજ્ય ભેગવ્યા સિવાય ગુજરી ગયેલા કુંવરોનાં નામ આપ્યાં છે, તેમાં કહ્યું છે કે ગોવિંદ ૨ જાએ પિતાની વિષયી ટેવને લીધે પ્રવને ગાદી પચાવી પાડવા દીધી, એ બતાવે છે કે તેણે રાજ્ય તે કર્યું જ હતું. વળી ૨ટ્ટરાજનું ખારપાટણનું દાનપત્ર રાજ્ય કરી ગયેલા રાષ્ટ્રકૂટની નોંધમાં ગોવિંદ ૨ જાનું નામ બતાવે છે. છેવટે એ પણ સેંધવા ગ્ય છે કે આ દાનપત્રમાં એક શ્લોકમાં ગોવિંદ ૨ જાને રાજ્ય છત્ર વિષે પશું કહ્યું છે. આ શ્લોક ગવદ બીજાના ભત્રિજા ગોવિદ ૩જાના પૈઠણના દાનપત્રમાં પણું આખ્યા છે. અને આ પિઠણનું દાનપત્ર ગાવિંદ ૨ જાના મૃત્યુ પછી તરતમાં જ જાહેર થએલું હોવાથી એણે રાજ્ય કર્યું હતું, એ વાત નિર્વિવાદ સાબિત કરે છે. આ દાનપત્રને દતક ભટ્ટ શ્રી દ્રોણમ હતું, તે દક્ષિણનો જણાય છે. અને દાનપત્રને લેખક સંધિવિગ્રહને મંત્રિ નેમાદિત્ય, કદાચ આજ રાજાના વડોદરાના દાનપત્રને લેખક હતા. રાજાના દસ્કત દક્ષિણ હિદની લિપિમાં કતરેલા છે. આ રાજાનાં તેમજ તેના પુત્ર ધ્રુવનાં વડોદરાનાં દાનપત્રોમાં પણ એ જ પ્રમાણે દસ્કત કોતરેલા છે. તે એમ બતાવે છે કે ગુજરાતના રાષ્ટકટો પોતાના દેશની પ્રચલિત લિપિનો ઉપયોગ કરતા હતા, દાનમાં સમીપદ્રક અને સબંધી નામનાં બે ગામો આપ્યાં છે. તેમાંનું પહેલું મહી અને નર્મદા વચ્ચેના પ્રદેશમાં આવ્યું હતું અને બીજું મંકણિકા ડિરિટ્રકટમાં આવ્યું હતું. સમીપકને અપભ્રંશ “ સ–– ઉદ્ર” અને તેમાંથી “સ-ઉન-દર ''– થયો હોવો જોઈએ. આસપાસનાં ગામડાંઓથી નક્કી કરેલા સમીપદ્રકના સ્થળે “સદન” નામનું એક ગામ છે. તેથી તે જ સમીપદ્રક છે, એ ચોક્કસ થાય છે. આસપાસનાં ગામમાં રૂદક હાલનું ચરંદ, ભથણુક એ ભર્યાન અને ધાહદ્ધ હાલનું ધાવત છે. એ સિવાય સજજોડક હાલ સજોડ કહેવાય છે. અને માંડવા એ હાલના કાણામચ્છપનું કંકું રૂપ હોય. આમાનાં પહેલાં ચાર ગામે ગાયકવાડની હદમાં ભરૂચ જીલા નજીકમાં છે, અને છેલ્લાં બે એ જ જીલ્લા ના અંકલેશ્વર તાલુકામાં છે. ૧ જુઓ ઈ. એ. જે. ૧૨ પા. ૨૧૮ ૨ ઈ, એ. કે. ૧૫ પા. ૧૪૨ ૩ જુએ. “ડીનેસ્ટીઝ એ. કા. ડિસ્ટ્રોકર પ. ૧૧૭, ૧૧૮, ૧૯ ૪ ઇ. એ. . ૬ પા ૬૫ વ. ૧૧, ૫. ૧૫ ૫ જ છે. બ્રા. રે, એ. સે, વ. ૧૮ પા. ૨૪૬ એ, ઈ. . ૪ ૫. ૨૮૨ ૬ એ. ઈ. વ. ૩ ૫ ૨૯૮ ૧ મા છે તું પહેલાં છે. (૯શના ધ્યાન પર આવી હતી. જુઓ ઈ. એ. ૧, ૧૪, ૫, ૨.૧ ને ૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy